gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાન સરહદ બંધ થતા અફઘાનિસ્તાનની ડ્રાય ફ્રૂટના 300 ટ્રક અટારી બોર્ડરે અટક્યા, ભાવમાં થયો વધારો |…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાન સરહદ બંધ થતા અફઘાનિસ્તાનની ડ્રાય ફ્રૂટના 300 ટ્રક અટારી બોર્ડરે અટક્યા, ભાવમાં થયો વધારો |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Dry Fruit Price Hike: પહલગામના આતંકવાદી હુમલા બાદ અફઘાનિસ્તાનથી પાકિસ્તાનના માર્ગે ભારત આવતા જરદાળુ, બદામ, કાળી અને લીલી કિસમિસ, પિસ્તા, અખરોટના ભાવમાં 15 ટકાનો વધારો થઈ ગયો છે. અમદાવાદના ડ્રાય ફ્રૂટના અગ્રણી વેપારી સુભાષ અગ્રવાલનું કહેવું છે કે, મામરો બદામના કિલોદીઠ ભાવમાં 400 થી 600 રૂપિયા, અંજીરના ભાવમાં 150 રૂપિયા, જરદાળુના ભાવમાં 50 રૂપિયા, કિસમિસના ભાવમાં 40 રૂપિયા, કાજુના કિલોદીઠ ભાવમાં 150 રૂપિયા, પિસ્તાના ભાવમાં 300 રૂપિયાનો વધારો થયો છે. આ જ રીતે અખરોટના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. આ વધારાની અસર અમદાવાદ, ગુજરાત સહિત આખા દેશમાં જોવા મળી શકે છે. 

તમામ ડ્રાય ફ્રૂટ્સ થયા મોંઘા

અફઘાનિસ્તાનથી આવતા ડ્રાય ફ્રૂટ પાકિસ્તાન થઈને ભારત આવે છે. પહલગામ પછી પાકિસ્તાન સામે ભારત સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાંને પરિણામ ડ્રાય ફ્રૂટનો સપ્લાય જ ખોરવાઈ જવાની સંભાવના રહેલી છે. ભારતમાં ડ્રાય ફ્રૂટની સૌથી વધુ નિકાસ અફઘાનિસ્તાન કરે છે. અફઘાનિસ્તાનથી ભારતમાં દર વર્ષ અંદાજે 20,000 ટન ડ્રાય ફ્રૂટની આયાત થાય છે. જરદાળુ, બદામ, લીલી અને કાળી કિસમિસ, પિસ્તા, અખરોટનો સપ્લાય અટકી જવાની સંભાવના છે. ભારતમાં ડ્રાય ફ્રૂટનો વપરાશ છેલ્લાં થોડા વર્ષોથી વધી રહ્યો છે. તેથી સપ્લાયની ખેંચ વધતા ભાવ વધારો ઊંચો આવી શકે છે.

આ પણ વાંચોઃ ‘પાકિસ્તાનમાં હાઈ એલર્ટ, ભારતીય સેના ગમે ત્યારે કરી શકે છે હુમલો’, પાક.ના સંરક્ષણ મંત્રીનું નિવેદન

બજારના સૂત્રોનું કહેવું છે કે, ભારતમાં ડ્રાય ફ્રૂટનો ભાવ બહુ વધી ન જાય તે માટે તેની આયાત કરવા માટેના વિકલ્પની આપણે તપાસ કરવી પડશે. જોકે, ભારત અમેરિકાથી પણ ડ્રાય ફ્રૂટની આયાત કરે છે. અમેરિકાથી આયાત કરવામાં આવતા ડ્રાય ફ્રૂટ દુબઈ થઈને ભારતના બજારમાં આવે છે. અટારી બોર્ડરથી પણ ખાસ્સા ડ્રાય ફ્રુટ ભારતના બજારમાં ઠલવાઈ રહ્યા છે. એવામાં હવે તો અટારી બોર્ડર પણ હવે તો બંધ કરી દેવામાં આવી છે. અત્યારે પણ પાકિસ્તાન તરફની અટારી બોર્ડર પર ડ્રાય ફ્રૂટની 300 ટ્રક ભારતમાં પ્રવેશ મળે તેની રાહ જોઈને ઊભી છે.

લગ્ન સિઝનના કારણે વધી ડિમાન્ડ

મે મહિનામાં લગ્નસીઝન વધુ મોટી થતાં ડિમાન્ડ વધશે. એટલે આ ડિમાન્ડને પહોંચી વળે તેટલો સ્ટોક ભારતના વેપારીઓ પાસે અત્યારે હાજર છે. જુલાઈ માસ પછી ભારતીય બજારમાં ડ્રાય ફ્રૂટની અસલી અછત જોવા મળી શકે છે. ત્યારબાદ નવરાત્રિ અને દિવાળીની સીઝન બેસી જવાની હોવાથી ભાવ વધારો જોવા મળી શકે છે. આ ગાળા પહેલા પણ માલની અછત હોવાની બૂમરાણ મચાવીને વેપારીઓ ભાવ ઊંચકીને નફો વધારી દે તેવી સંભાવના પણ રહેલી છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાને ત્રણ હજાર બોમ્બ વરસાવ્યા છતાં આ મંદિરમાં નહોતું થયું કોઈ નુકસાન, BSFના જવાનો કરે છે પૂજા-અર્ચના

એવામાં કાબૂલથી વિમાન માર્ગે ડ્રાય ફ્રૂટનો સપ્લાય આવી શકે છે. પરંતુ કાબૂલથી કાર્ગો ફ્‌લાઈટ ભારત તરફ બહુ જ મર્યાદિત સંખ્યામાં આવે છે. તેથી ડ્રાય ફ્રૂટ વધુ સમય ટ્રાન્ઝિટમાં રહે તો સડી જવાનું જોખમ પણ રહેલું છે. કિસમિસ અને અંજીર સડી જવાનું જોખમ સૌથી વધારે છે. હવે અફઘાનિસ્તાનના ડ્રાય ફ્રૂટ ઇરાનના ચાબહાર બંદરે થઈને ભારત સુધી આવી શકે તેવો એક વિકલ્પ ખુલ્લો છે. અફઘાનિસ્તાનથી પાકિસ્તાન થઈને ભૂમિ માર્ગે ડ્રાય ફ્રૂટ આવે છે તેમાં ચારેક દિવસ લાગે છે, પરંતુ ઈરાન થઈને ભારત સુધી તે મોકલવામાં આવે તો એક મહિના જેટલો સમય લાગી જાય છે. 

આ ગાળામાં તેને ફ્રીજમાં રાખવાની સુવિધા ન હોય તો માલ ખાસ્સો બગડી જવાની સંભાવના રહેલી છે. અત્યારે અફઘાનિસ્તાનથી ભારતમાં ડ્રાય ફ્રૂટની ડ્યૂટી ફ્રી આયાત કરે છે. સાર્ક નામની સંસ્થાના સભ્ય દેશો વચ્ચેના વેપારના નિયમો હેઠળ તેની ડ્યૂટી ફ્રી આયાત થઈ શકે છે. પરંતુ આ જ માલ ઇરાનની સીમાએથી ભારતમાં મોકલવામાં આવશે તો તેને પરિણામે ડ્યૂટી મુક્ત આયાત થશે કે ડ્યૂટી ભરવી પડશે તે અત્યારે સ્પષ્ટ નથી.

ડ્રાય ફ્રૂટના વર્તમાન બજાર ભાવ

ડ્રાય ફ્રૂટ ભાવ
મામરા બદામ 2000થી 2500
પિશોરી પિસ્તા 3000થી 3200
સૂકવેલા અંજીર 600થી 1400
કાળી કિસમિસ 250થી 300

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…
INDIA

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…

March 30, 2026
ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…
INDIA

ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

March 30, 2026
દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…
INDIA

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

March 30, 2026
Next Post
પાકિસ્તાને સતત પાંચમા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, કુપવાડા અને બારામૂલામાં રાતભર ફાયરિંગ | pakis…

પાકિસ્તાને સતત પાંચમા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, કુપવાડા અને બારામૂલામાં રાતભર ફાયરિંગ | pakis...

ઓટીટી પર અશ્લિલતાનો મુદ્દો અમારા અધિકાર ક્ષેત્રમાં નથી, તમે કઇક કરો : સુપ્રીમ | The issue of obsceni…

ઓટીટી પર અશ્લિલતાનો મુદ્દો અમારા અધિકાર ક્ષેત્રમાં નથી, તમે કંઇક કરો : સુપ્રીમ કોર્ટ | Supreme Court...

BIG NEWS: દિલ્હીમાં તાબડતોબ ચાર બેઠક, PM, ગૃહ અને સંરક્ષણ મંત્રી સહિતના નેતાઓ થશે સામેલ | pahalgam t…

BIG NEWS: દિલ્હીમાં તાબડતોબ ચાર બેઠક, PM, ગૃહ અને સંરક્ષણ મંત્રી સહિતના નેતાઓ થશે સામેલ | pahalgam t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા–દાહોદ–વડોદરા મેમૂ ટ્રેન 28 દિવસ અસ્થાયી રીતે રદ કરાઈ | Vadodara Dahod Vadodara MEMU train tem…

વડોદરા–દાહોદ–વડોદરા મેમૂ ટ્રેન 28 દિવસ અસ્થાયી રીતે રદ કરાઈ | Vadodara Dahod Vadodara MEMU train tem…

3 months ago
ઇસ્લામ અંગે વાંધાજનક વીડિયો બદલ શર્મિષ્ઠાની ધરપકડથી વિવાદ | Sharmistha’s arrest for objectionable vi…

ઇસ્લામ અંગે વાંધાજનક વીડિયો બદલ શર્મિષ્ઠાની ધરપકડથી વિવાદ | Sharmistha’s arrest for objectionable vi…

10 months ago
કોર્પોરેશનની બેદરકારીના કારણે સાઉથ બોપલ વિસ્તારમાં રોડ ઉપર વહી રહેલા ગટરના પાણી | Due to the neglige…

કોર્પોરેશનની બેદરકારીના કારણે સાઉથ બોપલ વિસ્તારમાં રોડ ઉપર વહી રહેલા ગટરના પાણી | Due to the neglige…

6 months ago
ગોરવામાં પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરનાર 8 વર્ષે અને જવાહરનગરનો અપહરણકાર 23 વર્ષે પકડાયો | Police n…

ગોરવામાં પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરનાર 8 વર્ષે અને જવાહરનગરનો અપહરણકાર 23 વર્ષે પકડાયો | Police n…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News