![]()
વડોદરા,પાણીગેટ હરણખાના રોડ પરની દુકાનમાંથી કપડા અને શૂઝની ચોરી કરનાર સગીર તથા તેના મિત્રને પાણીગેટ પોલીસે ઝડપી પાડયા છે.
પાણીગેટ હરણખાના રોડ પર આવેલી આઇ.જે. કલેક્શન નામની કપડાની દુકાનમાંથી અલગ – અલગ બ્રાંડના કપડા, શૂઝ અંદાજે ૧.૨૦ લાખના ચોરી થઇ હતી. જે અંગે દુકાનદારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન પાણીગેટ પોલીસે દુકાનમાં ફિટ કરેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા જણાઇ આવ્યું હતું કે, દુકાનમાં કરતો કિશોર કપડાનો થેલો ભરીને બપોરના સમયે અવાર – નવાર બહાર જતો હતો. જેથી,પોલીસે સગીરના વાલીને સાથે રાખી પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે,ચોરીના કપડા અને શૂઝ મિત્ર શહેઝાદ ઇસ્માઇલભાઇ સિન્ધીને વેચવા માટે આપતો હતો. જેથી, પોલીસે શહેઝાદને પકડી તેની પાસેથી ૩૯,૩૦૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.










