![]()
અમદાવાદ,શુક્રવાર,27
ફેબ્રુ,2026
પાણી સમિતિની મળેલી બેઠકમાં પાણીના વેડફાટને અટકાવવા
કોતરપુર ખાતે આવેલા એએમસી જલના પેકેજડ ડ્રિંકીંગ વોટરના પ્લાન્ટમાં ગ્લાસ
બોટલના ફીલીંગ પ્લાન્ટ લગાવાશે. આ ઉપરાંત
આ પ્લાન્ટમાં ૨૦૦ મી.લી.ની બોટલનો સમાવેશ કરવામા આવ્યો છે.સિંગલ ટેન્ડરથી
કોન્ટ્રાકટર સૃષ્ટિ લાઈફ સાયન્સ પ્રા.લી.ને પ્લાન્ટને રુપિયા એક કરોડના ખર્ચથી
અપગ્રેડ કરવા તથા પાણીની બોટલનુ માર્કેટમા વેચાણ કરવા મંજૂરી અપાઈ છે.કોન્ટ્રાકટર
કોર્પોરેશનને વર્ષે ૧૨.૫૦ લાખ જેટલી રકમ આપશે. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દ્વારા
૨૦૦ મીલીની પાણીની બોટલ બંધ કરાવાઈ હતી.
૨૦૧૪માં કોતરપુર ખાતે પેકેજડ ડ્રિકીંગ વોટર માટેનો પ્લાન્ટ
શરૃ કરવામા આવ્યો હતો. આ પ્લાન્ટને અપગ્રેડ કરવા પાંચમી વખત રીટેન્ડર કરાયુ
હતુ.પાણી સમિતિના ચેરમેન દિલીપ બગરીયાએ કહ્યુ,અગાઉના ટેન્ડરમાં ૫૦૦ મીલી અને એક લીટરની પ્લાસ્ટિકની બોટલ
હતી.જેમા પાણીનો બગાડ થતો હતો. કોર્પોરેશનમાં મેયરથી લઈ તમામ કમિટીઓના ચેરમેનની
ચેમ્બરોમાં આ પાણીની બોટલો મુકાતી હતી તે સમયે મુલાકાતીઓ બોટલનુ અડધુ પાણી પી બાકી
છોડીને જતા રહેતા હતા. આ કારણથી છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનના વિવિધ પદાધિકારીઓ
ચેરમેન સહિતની અન્ય ઓફિસમાં મુલાકાતીઓને પાણી આપવા ૨૦૦ મીલીની નાની બોટલ ખાનગી
કંપની પાસેથી મંગાવીને અપાતી હતી.પ્રાયોગિક ધોરણે કોર્પોરેશનની વિવિધ મીટીંગ
ઉપરાંત કમિટીઓમા પીવાના પાણી માટે ગ્લાસની બોટલ
કોન્ટ્રાકટર સપ્લાય કરશે.ઉપરાંત કોર્પોરેશન તરફથી આયોજિત કરવામા આવતા વિવિધ
કાર્યક્રમોમા પણ કોન્ટ્રાકટરે પાણીની બોટલ સપ્લાય કરવાની રહેશે.










