gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પિતાને મગરથી બચાવનારા સાહસી દીકરાને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર, રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત | Agra presi…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in INDIA
0 0
0
પિતાને મગરથી બચાવનારા સાહસી દીકરાને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર, રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત | Agra presi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

PM National Children Award 2025: અજય રાજના સાહસને સલામ છે, જેણે પોતાના પિતાને મગરથી બચાવ્યા. તે જાણતો હતો કે મગર તેના કરતા ખૂબ શક્તિશાળી છે. ચંબલ નદીમાં મગર તેને અને તેના પિતાને આંખના પલકારામાં ગળી શકતો હતો. પરંતુ તેણે સાહસની સાથે ચતુરાઈનો પણ પરિચય આપ્યો. તેણે લાકડીથી મગરને પહેલા મોંમાં અને પછી બંને આંખોમાં 12થી 15 વાર માર્યો. 

પિતાને મગરથી બચાવનારા સાહસી દીકરાને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર

અજયના આ સાહસ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે નવી દિલ્હીમાં તેને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-2025 (સાહસ શ્રેણી)થી સન્માનિત કર્યો. અજયને આ પુરસ્કાર 25 જુલાઈના રોજ મગરના હુમલાથી પોતાના પિતાનો જીવ બચાવવા બદલ મળ્યો. આ પુરસ્કારમાં મેડલ, પ્રશસ્તિપત્ર અને એક લાખ રૂપિયા સામેલ છે. બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અજયને પુરસ્કાર જીતવા બદલ અભિનંદન પાઠવ્યા.

શું હતી ઘટના

ઝરણાપુરા, બસૌની બાહનો રહેવાસી વીરભાન ઉર્ફે બન્ટુ 25 જુલાઈ, 2025ના રોજ બપોરે 2:00 વાગ્યે ચંબલ નદી કિનારે બકરીઓ ચરાવી રહ્યો હતો. તેનો 10 વર્ષનો પુત્ર અજય રાજ પણ તેમની સાથે હતો. વીરભાન પાણીની બોટલ ભરવા માટે નદીમાં ગયો. આ દરમિયાન એક મગરે વીરભાનનો જમણો પગ પકડી લીધો અને તેને ઊંડા પાણી તરફ ખેંચવા લાગ્યો. પિતાનો અવાજ સાંભળીને અજયરાજ લાકડી લઈને નદીમાં કૂદી પડ્યો. પહેલા તેણે લાકડીથી મગરના મોંમાં દસ વાર ફટકા માર્યા. પરંતુ જ્યારે મગરની પકડ ઢીલી ન પડી ત્યારે અજયે પોતાની ચતુરાઈ દેખાડી અને તેની આંખોને નિશાન બનાવીને પાંચ વાર માર માર્યો. આંખો પર થયેલા હુમલાથી મગર ગભરાઈ ગયો અને પગ છોડીને ભાગી ગયો.

અજયે પોતાના પિતાને ટેકો આપ્યો અને નદીમાંથી બહાર નીકળ્યા. અજયના આ સાહસની ખૂબ પ્રશંસા થઈ. જિલ્લા વહીવટીતંત્રએ ઓગસ્ટમાં અજયનું નામ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર માટે મોકલ્યું. પોર્ટલ પર ભરેલી અરજીની ચકાસણી કરવામાં આવી અને ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં અજય રાજનું સન્માન કર્યું. અજયના સાહસની કહાની પણ સંભળાવવામાં આવી. અજયે જણાવ્યું કે, તે માત્ર પોતાના પિતાને બચાવવા માગતો હતો. પિતાને બચાવવા માટે જે કરી શકતો હતો તે બધું જ કર્યું. તેણે મગરની આંખમાં લાકડીઓ મારી. આંખમાં ઈજા થતાં મગર ભાગી ગયો.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અજયને સાહસિક કાર્ય માટે અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે, ‘તેણે અદમ્ય સાહસ, બુદ્ધિ અને અદ્ભૂત ધીરજનું પ્રદર્શન કર્યું છે. સમગ્ર ઉત્તર પ્રદેશ રાજ્યને આ નાના યોદ્ધા પર ગર્વ છે. તેમનું સાહસ દેશભરના બાળકો માટે પ્રેરણા છે.’ સીએમએ તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પણ પાઠવી.

ધોરણ 4નો છે વિદ્યાર્થી

અજય રાજ કુંવરખેડા પ્રાથમિક શાળામાં ચોથા ધોરણનો વિદ્યાર્થી છે. અજયને પુરસ્કાર મળ્યા બાદ ગામમાં જશ્નનો માહોલ છે. પુરસ્કાર મળ્યા બાદ અજય અને વીરભાનને અભિનંદન આપવા માટે લોકો પહોંચી રહ્યા છે. અજયની માતા આરતી દેવીનું છ વર્ષ પહેલાં બીમારીને કારણે નિધન થઈ ગયુ હતું. અજયને એક મોટી બહેન કાજલ અને એક નાનો ભાઈ કુશાલ છે. ભાઈ-બહેનોને અજયના સાહસિક કાર્ય પર ગર્વ છે.

આ પણ વાંચો: સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં ક્રિકેટ-બોલિવૂડ સ્ટાર્સની મહેફિલ, એક્સ ગર્લફ્રેન્ડે લૂંટી લાઈમલાઈટ

ઉત્તર પ્રદેશના ઉચ્ચ શિક્ષણ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાયે અજયરાજને અભિનંદન પાઠવતા કહ્યું કે, ‘આગ્રાના બાલવીર અજય રાજને અભિનંદન. અજયનું સાહસ દેશભરના બાળકો માટે પ્રેરણા છે. તેની જેટલી પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે. ભવિષ્ય માટે શુભકામનાઓ.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગર જિલ્લામાં યુવા અવસ્થામાં હાર્ટ એટેકના બનાવમાં થયો વધારો : વધુ એક યુવતીનું હૃદય થંભી ગયું | 24…

જામનગર જિલ્લામાં યુવા અવસ્થામાં હાર્ટ એટેકના બનાવમાં થયો વધારો : વધુ એક યુવતીનું હૃદય થંભી ગયું | 24...

મહારાષ્ટ્રમાં કાકા શરદને 68 બેઠક આપવા તૈયાર નથી અજિત પવાર, ગઠબંધનની વાતચીત ફેલ! | PMC Elections: Sea…

મહારાષ્ટ્રમાં કાકા શરદને 68 બેઠક આપવા તૈયાર નથી અજિત પવાર, ગઠબંધનની વાતચીત ફેલ! | PMC Elections: Sea...

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું કચડાઈ જતાં કરણ મૃત્યુ | young man died a…

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું કચડાઈ જતાં કરણ મૃત્યુ | young man died a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદની આશીષ ચાઈનીઝ કિંગ અને અંબર હોટેલોમાં સ્વચ્છતા સહિતની ક્ષતિ જણાતા સીલ | Anand’s Ashish Chinese …

આણંદની આશીષ ચાઈનીઝ કિંગ અને અંબર હોટેલોમાં સ્વચ્છતા સહિતની ક્ષતિ જણાતા સીલ | Anand’s Ashish Chinese …

9 months ago
ગુજરાત રમખાણોના પીડિતોના પરિવારજનોને સરકારી ભરતીમાં છૂટ નહી મળે, ગૃહ મંત્રાલયે કર્યો આદેશ | Families…

ગુજરાત રમખાણોના પીડિતોના પરિવારજનોને સરકારી ભરતીમાં છૂટ નહી મળે, ગૃહ મંત્રાલયે કર્યો આદેશ | Families…

1 year ago
ગુજરાત માટે લાલબત્તી: ગર્ભવતી મહિલાઓમાં એઇડ્સનું સંક્રમણ વધ્યું, 5 વર્ષમાં 2473 કેસ નોંધાયા | gujara…

ગુજરાત માટે લાલબત્તી: ગર્ભવતી મહિલાઓમાં એઇડ્સનું સંક્રમણ વધ્યું, 5 વર્ષમાં 2473 કેસ નોંધાયા | gujara…

7 months ago
મેનકા ગુરુસ્વામીએ રચ્યો ઈતિહાસ, TMC વતી ભારતના LGBTQ+ સમુદાયથી પ્રથમ સાંસદ બન્યા | who is senior adv…

મેનકા ગુરુસ્વામીએ રચ્યો ઈતિહાસ, TMC વતી ભારતના LGBTQ+ સમુદાયથી પ્રથમ સાંસદ બન્યા | who is senior adv…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News