
Pune Bridge Collapse : મહારાષ્ટ્રના પૂણેના કુંદમાલા વિસ્તારમાં આવેલી ઈન્દ્રાયણી નદી પરનો જર્જરિત બ્રિજ આજે 15 જૂને અચાનક ધરાશાયી થતાં અનેક લોકો તણાયા હોવાની આશંકા છે. જેમાં 3 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 38 લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. પૂણે પુલ દુર્ઘટના મામલે વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. જેમાં ફડણવીસે આ દુર્ઘટનામાં પ્રભાવિત લોકોની સહાયતા માટે કરવામાં આવેલા પ્રયાસો અંગે વડાપ્રધાનને માહિતી આપી હતી.










