gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પૂર્વ કચ્છના 177 ગામોમાં લાગ્યા બે હજારથી વધુ સીસીટીવી : હજુ 1200 કેમેરા લાગશે | More than 2000 CCTV…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
પૂર્વ કચ્છના 177 ગામોમાં લાગ્યા બે હજારથી વધુ સીસીટીવી : હજુ 1200 કેમેરા લાગશે | More than 2000 CCTV…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– કાશ્મીરના પહેલગામની ઘટના બાદ સરહદી કચ્છમાં વધુ સર્તકતા

– 60 ટકા ગામોમાં પોલીસની તીસરી આંખથી નિગરાણી 2 મહિનામાં સંપૂર્ણ પૂર્વ કચ્છ થઈ જશે સીસીટીવીથી સજ્જ

– આગામી ૨૬મી જાન્યુઆરી પહેલા ચાર હજારથી વધુ સીસીટીવી કેમેરા લગાવી પૂર્વ કચ્છને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે : પોલીસનો ટાર્ગેટ 

ગાંધીધામ: લગભગ ૬ મહિના પહેલા કશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારથી જ ડ્રોન હુમલાઓ અને અન્ય નાપાક હરકતો પર નજર રાખવા અને પાકિસ્તાનની સરહદને અડીને આવેલા કચ્છ જિલ્લાની સુરક્ષા વધારવા માટે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા લોકભાગીદારીથી પૂર્વ કચ્છના ૨૯૪ ગામોમાં સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કર્યું હતું. જેમાં દાતાઓ, ગ્રામ પંચાયતો આગળ આવતા માત્ર ૬ મહિનાના ટૂંકા સમયમાં જ ૨૯૪ ગામો માથી ૧૭૭ ગામોમાં ૨૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા લાગી પણ ચૂક્યા છે, જ્યારે ૧૧૭ ગામોમાં હજુ ૧૨૦૦ જેટલા કેમેરા લાગી રહ્યા છે. પોલીસનો ટાર્ગેટ છે કે આગામી ૨૬મી જાન્યુઆરી પહેલા કુલ ૪૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાવી સંપૂર્ણ પૂર્વ કચ્છને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવાય. 

આ અંગે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર સાથે વાત કરતાં તેમણે માહિતી આપી હતી કે, કચ્છમાં નાપાક હરકતો થતી અટકાવવા બોર્ડર પર આવેલા ગામોમાં સીસીટીવી લગાવવાનું નક્કી કર્યું હતું. તેમજ પૂર્વ કચ્છમાં થતી ગુનાખોરીને અટકાવવા અને ગુનાનું ડિટેકશન વધારવા ગ્રામ્ય કક્ષાએ સીસીટીવી કેમેરા લગાવવા ખૂબ જ આવશ્યક બની ગયા હતા. જેથી સેફ ઈસ્ટ કચ્છ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું. જેમાં ૬ મહિના પહેલા લોકભાગીદારીથી આ કામની શરૂઆત કરવામાં આવી હતી. પૂર્વ કચ્છ પોલીસની રેન્જમાં આવતા કુલ ૨૯૪ ગામોમાં એક સાથે આ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. લોકોને અપીલ કરાઇ હતી કે તેઓ સીસીટીવી કેમેરા લગાવવાનું બીડું ઉપાડે અને પોતાની ભાગીદારી નોંધાવી પોતાના ગામમાં સીસીટીવી કેમેરા લગાવે. આ અપીલ ખૂબ અસરકારક સાબિત થઈ છે અને લોકોએ, દાતાઓએ અને ગ્રામ પંચાયતોએ ખૂબ સારો સહયોગ આપ્યો છે. જેના કારણે આજે ૨૯૪ ગામો માથી ૧૭૭ ગામોમાં તો ૨૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા લાગી પણ ગયા છે. જ્યારે ૧૧૭ ગામોમાં ૧૨૦૦ જેટલા કેમેરા લગાવવાનું કામ ચાલુમાં છે. પોલીસે રાખેલા ટાર્ગેટ મુજબ આગામી ૨૬મી જાન્યુઆરી પહેલા પૂર્વ કચ્છના ૨૯૪ ગામોમાં ૪૦૦૦થી વધુ કેમેરા લાગી જાય. જે માટે હજુ પણ જે સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાની જરૂર છે તે માટે દાતાઓ આગળ આવે અને લોક ભાગીદારી નોંધાવે તેવી અપીલ પણ કરાઇ હતી.

પોલીસે કરેલા દાવાઓ મુજબ જો પૂર્વ કચ્છના તમામ ગામોમાં સીસીટીવી લાગી જાય તો ક્રાઇમ રેટ ખૂબ ઓછો થઈ શકે છે. ચોરી, લૂંટ, છેડતી જેવા બનાવો પૂર્વ કચ્છના ગ્રામ્ય વિસ્તારો માથી નહિવત બની જશે. વળી આ કેમેરાઓના કારણે ગુનાઓના ડિટેકશનની સંખ્યા પણ વધી જશે, લોકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા ખૂબ જરૂરી છે. પૂર્વ કચ્છમાં સીસીટીવી કેમેરાની સંખ્યા વધુ હોવાથી સમગ્ર ગુજરાતમાં સીસીટીવી કેમેરાના કારણે ગુના શોધવામાં પૂર્વ કચ્છ અવ્વલ નંબરે આવે છે અને હવે આવતા લગભગ ૨ મહિનામાં પૂર્વ કચ્છના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સીસીટીવી લાગી જશે તો ગુનાઓ બનતા અટકાવવામાં અને  પોલીસને ગુનાઓના આરોપીઓને શોધવામાં વધુ મદદ મળતી થઈ જશે. 

પૂર્વ કચ્છના મંદિરોમાં સીસીટીવી લગાવવા ખાસ અપીલ

પૂર્વ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં આવતા મંદિરોને તસ્કરો નિશાન બનાવતા હોય છે. વળી સરહદી વિસ્તારોમાં આવતા ગામોમાં આવેલા મંદિરોમાં કોઈ અનિચ્છનીય વ્યક્તિ આશરો લે તેવી પણ શક્યતા રહેતી હોય છે. આ ઉપરાંત તસ્કરો દુર્ગમ વિસ્તારમાં આવતા મંદિરોને આસાનીથી ટાર્ગેટ બનાવી લેતા હોવાથી મંદિરોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તે ખાસ જરૂરી હોવાથી ગ્રામ પંચાયતો અને દાતાઓને મંદિરોમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે પણ ખાસ અપીલ કરાઇ હતી.  

બોર્ડર એરિયો સંપૂર્ણ સુરક્ષિત- હાઈટેક સીસીટીવી લગાવી દેવાયા 

બોર્ડર વિસ્તારમાં આવતા ખડીર પોલીસની હદમાં આવતા ૮ અને નાની-નાની વાંઢોમાં ૭૭ સીસીટીવી કેમેરા ઉપરાંત ૧ એએનપીઆર (હાઈટેક) કેમેરો અને બાલાસર પોલીસની હદમાં આવતા ૨૦ ગામોમાં ૨૨૫ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આ વિસ્તારમાં આવતી હોટલ અને વ્યાવસાયિક રીતે ચાલતા સ્થળો પર ખાસ કરીને કેમેરા લગાવવામાં આવે તેવું પણ સૂચન અપાયું છે. પૂર્વ કચ્છની વાત કરીએ તો અત્યારે સૌથી વધુ બોર્ડર વિસ્તારના ગામોમાં જ સીસીટીવી લગાવાયા છે. સ્થાનિક પોલીસે ખૂબ સારી મહેનત કરી છે અને લોકોએ ખૂબ સારો સહકાર પણ આપ્યો છે. લાયક અધિકારીઓને આ કામગીરી સોંપવામાં આવી હોવાથી ખૂબ સુંદર કામગીરી કરાઇ હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તન્ના મોશન પિક્ચર્સ અને સ્નેપર ફિલ્મસિટીની સહયોગી ફિલ્મયાત્રાનો શુભારંભ
GUJARAT

તન્ના મોશન પિક્ચર્સ અને સ્નેપર ફિલ્મસિટીની સહયોગી ફિલ્મયાત્રાનો શુભારંભ

October 18, 2026
કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્ય…
GUJARAT

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્ય…

October 18, 2026
બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો
GUJARAT

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

October 18, 2026
Next Post
ધ્રાંગધ્રાના દુદાપર ચોકડી નજીક કારમાંથી દારૂની 95 ઝડપાઇ | 95 kg of liquor seized from a car near Dud…

ધ્રાંગધ્રાના દુદાપર ચોકડી નજીક કારમાંથી દારૂની 95 ઝડપાઇ | 95 kg of liquor seized from a car near Dud...

કપડવંજના ટાઉન હોલ ખાતે રાષ્ટ્રધ્વજ વગર સ્તંભ શોભાના ગાંઠિયા સમાન | Without the national flag the pil…

કપડવંજના ટાઉન હોલ ખાતે રાષ્ટ્રધ્વજ વગર સ્તંભ શોભાના ગાંઠિયા સમાન | Without the national flag the pil...

ચોટીલા, થાનગઢ તાલુકામાં કમોસમી વરસાદથી કપાસ-મગફળીને નુકસાન | Unseasonal rains in Chotila Thangadh ta…

ચોટીલા, થાનગઢ તાલુકામાં કમોસમી વરસાદથી કપાસ-મગફળીને નુકસાન | Unseasonal rains in Chotila Thangadh ta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: હાઈવે પર ઉતર્યા ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ, જુઓ IAFનું મહાપરાક્રમ | IAF Fighter Jets Land …

VIDEO: હાઈવે પર ઉતર્યા ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ, જુઓ IAFનું મહાપરાક્રમ | IAF Fighter Jets Land …

6 months ago
હિમાચલમાં વરસાદે કહેર વર્તાવ્યો, 1000 કરોડનું નુકસાન, મૃત્યુઆંક વધીને 106 એ પહોંચ્યો | Himachal Rain…

હિમાચલમાં વરસાદે કહેર વર્તાવ્યો, 1000 કરોડનું નુકસાન, મૃત્યુઆંક વધીને 106 એ પહોંચ્યો | Himachal Rain…

1 year ago
રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે કરશે ગઠબંધન? સંજય રાઉતે કહ્યું- પડદાં પાછળ શું ચાલી રહ્યું છે તમને અંદાજો …

રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે કરશે ગઠબંધન? સંજય રાઉતે કહ્યું- પડદાં પાછળ શું ચાલી રહ્યું છે તમને અંદાજો …

1 year ago
પરંપરાગત ખેતીમાં ગુજરાતને કેન્દ્રનો ‘અસહકાર’, સજીવ ખેતી માટે 13 કરોડને બદલે માત્ર 4 કરોડ આપ્યા | guj…

પરંપરાગત ખેતીમાં ગુજરાતને કેન્દ્રનો ‘અસહકાર’, સજીવ ખેતી માટે 13 કરોડને બદલે માત્ર 4 કરોડ આપ્યા | guj…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News