gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પેટ્રોલમાં ઈથેનોલની જેમ LPGમાં DME ઉમેરવાની તૈયારી, પુણેની લેબમાં તૈયાર થશે દેશી કૂકિંગ ગેસ | indias…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in INDIA
0 0
0
પેટ્રોલમાં ઈથેનોલની જેમ LPGમાં DME ઉમેરવાની તૈયારી, પુણેની લેબમાં તૈયાર થશે દેશી કૂકિંગ ગેસ | indias…
0
VIEWS
Share on FacebookShare on Twitter

LPG alternative India DME: દેશમાં દરરોજ કરોડો ઘરોમાં રસોઈ બનાવવા માટે LPG સિલિન્ડરનો ઉપયોગ થાય છે. પરંતુ, દેશની જનતા સુધી આ ગેસ સુચારૂ રૂપે પહોંચાડવા માટે ભારત મોટાપાયે વિદેશો પર નિર્ભર છે. આ દરમિયાન પુણેની ‘CSIR-નેશનલ કેમિકલ લેબોરેટરી’ના વૈજ્ઞાનિકો એક એવી સ્વદેશી ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે, જે આગામી સમયમાં એલપીજીનો એક મોટો વિકલ્પ બની શકે છે. આ નવી ટેક્નોલોજીનું નામ છે ડાઇમેથાઇલ ઇથર (DME). આ ટેક્નોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને ભારતમાં જ ઉપલબ્ધ સંસાધનો જેવા કે કોલસો, બાયોમાસ અને મિથેનોલમાંથી સરળતાથી તૈયાર કરી શકાય છે. જો આ ટેક્નોલોજી મોટા સ્તર પર સફળ થશે, તો ભારતની વિદેશી એલપીજી પરની નિર્ભરતા ઘણી ઓછી થઈ જશે.

શરૂઆતમાં એલપીજીમાં 20% ડીએમઇ ભેળવવામાં આવશે

આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા વૈજ્ઞાનિક ડૉ. ટી. રાજાના જણાવ્યા અનુસાર, ડીએમઇ (DME) અને એલપીજીના ઉપયોગમાં ઘણી સમાનતા છે. તેને પ્રોપેન અને બ્યુટેન ગેસ સાથે સરળતાથી મિશ્ર કરી શકાય છે અને તેનો ઉપયોગ ઘરેલું ગેસ અથવા ઇન્ડસ્ટ્રિયલ ફ્યુઅલ (ઔદ્યોગિક બળતણ) તરીકે થઈ શકે છે. રાહતની વાત એ છે કે, શરૂઆતના તબક્કામાં 20 ટકા ડીએમઇ અને 80 ટકા એલપીજીના મિશ્રણનો ઉપયોગ કરવાની યોજના છે, જેના કારણે સામાન્ય લોકોને પોતાના વર્તમાન ગેસ ચૂલા કે સિલિન્ડર બદલવાની કોઈ જરૂર નહીં પડે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ડીએમઇનો ઉપયોગ માત્ર રસોડા પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ એલપીજીથી ચાલતી ઓટો રિક્ષામાં પણ ઇંધણ તરીકે આનો ઉપયોગ કરી શકાશે. એટલે કે, આ નવી ટેક્નોલોજી ઘરેલું ગેસથી લઈને ટ્રાન્સપોર્ટ સેક્ટર સુધી મોટો સકારાત્મક બદલાવ લાવી શકે છે.

દેશના આશરે ₹34,200 કરોડ બચશે

આ સ્વદેશી ટેક્નોલોજી અપનાવવાથી ભારતને આશરે 4.04 અબજ ડૉલર એટલે કે અંદાજે 34,200 કરોડ રૂપિયાની ફોરેન કરન્સી બચાવવામાં મોટી મદદ મળી શકે છે. હાલના સમયમાં આ પગલું ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ અને વૈશ્વિક તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના સપ્લાય અને કિંમતો પર સતત દબાણ વધી રહ્યું છે.

કેવી રીતે બનાવવામાં આવે છે ડીએમઇ (DME)?

ડીએમઇ બનાવવાની પ્રક્રિયા પણ એકદમ આધુનિક છે. આમાં ‘કોલ ગેસિફિકેશન’ ટેક્નોલોજી દ્વારા પહેલા કોલસાને સિન્થેટિક ગેસમાં બદલવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી ડીએમઇ તૈયાર થાય છે. વૈજ્ઞાનિકોના મતે, ડીએમઇ જ્યારે સળગે છે ત્યારે પરંપરાગત હાઇડ્રોકાર્બન ઇંધણની તુલનામાં ખૂબ જ ઓછું પ્રદૂષણ ફેલાવે છે, તેથી જ તેને એક શ્રેષ્ઠ ‘ક્લીન ફ્યુઅલ’ (સ્વચ્છ ઇંધણ) તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: પ્રેમથી માની જાઓ તો સારું, નહીંતર…: રસ્તા પર નમાઝ મુદ્દે યુપીના CM યોગીની ચેતવણી

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા ભારતમાં 20 ટકા ડીએમઇ-એલપીજી બ્લેન્ડિંગ (મિશ્રણ)ના ધોરણોને પહેલેથી જ મંજૂરી આપી દેવામાં આવી છે. જો કે, અત્યારે ભારતમાં ડીએમઇનું ઉત્પાદન માત્ર પાયલોટ પ્રોજેક્ટના સ્તર પર જ થઈ રહ્યું છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે જો આ ક્ષેત્રમાં યોગ્ય સરકારી નીતિ અને રોકાણ મળે તો તે ખૂબ જ ઝડપથી આગળ વધી શકે છે.

ચીન વૈશ્વિક ઉત્પાદનમાં સૌથી આગળ, ભારત સ્વનિર્ભરતા તરફ

એક રસપ્રદ તથ્ય એ પણ છે કે દુનિયામાં ડીએમઇના ઉત્પાદનમાં ચીન અત્યારે સૌથી મોખરે છે અને વિશ્વની કુલ ક્ષમતાનો લગભગ 90 ટકા હિસ્સો તેની પાસે છે. આવા સમયે ભારત આ સ્વદેશી ટેક્નોલોજી દ્વારા ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે એક મોટું પગલું ભરી રહ્યું છે. પુણેની લેબોરેટરીમાં આના પર કામ કરી રહેલા યુવા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ માત્ર એક સામાન્ય રિસર્ચ પ્રોજેક્ટ નથી પરંતુ દેશની ઊર્જા સુરક્ષા સાથે જોડાયેલું એક મોટું મિશન છે. તેમનું દ્રઢપણે માનવું છે કે આવનારા વર્ષોમાં ડીએમઇ ભારત માટે એ જ મહત્ત્વની ભૂમિકા ભજવશે, જે ક્યારેક એલપીજીએ ભજવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે નીતિન ગડકરીના પરિવારને કરોડોનું નુકસાન, કન્ટેનર ફસાયા, માલ સડી ગયો | Niti…

મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે નીતિન ગડકરીના પરિવારને કરોડોનું નુકસાન, કન્ટેનર ફસાયા, માલ સડી ગયો | Niti...

પ્રેમથી માની જાઓ તો સારું, નહીંતર…: રસ્તા પર નમાઝ મુદ્દે યુપીના CM યોગીની ચેતવણી | yogi adityanath…

પ્રેમથી માની જાઓ તો સારું, નહીંતર...: રસ્તા પર નમાઝ મુદ્દે યુપીના CM યોગીની ચેતવણી | yogi adityanath...

AIથી લઈને 6G અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુધી… PM મોદીના સ્વીડન પ્રવાસમાં 5 મેગા ડીલ | pm modi sweden…

AIથી લઈને 6G અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુધી... PM મોદીના સ્વીડન પ્રવાસમાં 5 મેગા ડીલ | pm modi sweden...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાનનાં ખૈબર પખ્તૂનખ્વામાં આતંકી હુમલામાં 6 જવાનો ઘાયલ, 2025માં 560 આતંકી હુમલામાં 1904ના મોત |…

પાકિસ્તાનનાં ખૈબર પખ્તૂનખ્વામાં આતંકી હુમલામાં 6 જવાનો ઘાયલ, 2025માં 560 આતંકી હુમલામાં 1904ના મોત |…

11 months ago
UPના બરેલીમાં જુમ્માને લઈને એલર્ટ, બે દિવસ માટે ઈન્ટરનેટ બંધ, ચાર જિલ્લાઓમાં હાઈ એલર્ટ | internet se…

UPના બરેલીમાં જુમ્માને લઈને એલર્ટ, બે દિવસ માટે ઈન્ટરનેટ બંધ, ચાર જિલ્લાઓમાં હાઈ એલર્ટ | internet se…

9 months ago
પંચમહાલ: ગરમી વધતા લીંબુના ભાવ આસમાને, પ્રતિ કિલો સફરજન જેટલી કિંમત | Lemon Prices increase in In th…

પંચમહાલ: ગરમી વધતા લીંબુના ભાવ આસમાને, પ્રતિ કિલો સફરજન જેટલી કિંમત | Lemon Prices increase in In th…

3 months ago
હિંમતનગરમાં ઊંચા વ્યાજે રોકાણના નામે 1.44 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી, 36 રોકાણકારો પોન્ઝી સ્કીમનો…

હિંમતનગરમાં ઊંચા વ્યાજે રોકાણના નામે 1.44 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી, 36 રોકાણકારો પોન્ઝી સ્કીમનો…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News