gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પૈસાવાળા માટે તમે ભગવાનને આરામ પણ નથી કરવા દેતા’, શ્રી બાંકે બિહારી મંદિરમાં દર્શનના સમય મામલે CJI …

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in INDIA
0 0
0
‘પૈસાવાળા માટે તમે ભગવાનને આરામ પણ નથી કરવા દેતા’, શ્રી બાંકે બિહારી મંદિરમાં દર્શનના સમય મામલે CJI …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shri Banke Bihari Temple Darshan Timings Case: ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં યમુના નદીના કિનારે આવેલા વૃંદાવનના શ્રી બાંકે બિહારી મંદિરમાં VIP દર્શન-પૂજા પર સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ત્યારે સુપ્રીમ કોર્ટે મંદિરોમાં પૈસા આપીને કરાતી વિશેષ પૂજાઓને લઈને નારાજગી વ્યક્ત કરી છે. સોમવાર (15 ડિસેમ્બર) સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘દેવતાને આરામ નથી કરવા દેવામાં આવતો. જ્યારે સામાન્ય શ્રદ્ધાળુ દર્શન નથી કરી શકતા, તે સમયે મોટી ફી આપનારા લોકો માટે વિશેષ પૂજાનું આયોજન થાય છે. દર્શન કરવાનો હાલનો સમય ભગવાનનું શોષણ કરવા જેવો છે. ‘સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર અને તેના અધિકારીઓને નોટિસ પાઠવી છે.

ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચૌલીની બેન્ચે આ ટિપ્પણી બાંકે બિહારીજી મંદિરમાં દર્શન અને પૂજા પદ્ધતિઓમાં ફેરફારને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન કરી હતી. જેમાં કોર્ટ દ્વારા નિયુક્ત હાઇ પાવર્ડ કમિટીના નિર્દેશને પડકારવામાં આવ્યો હતો, જેણે સામાન્ય ભક્તો માટે દર્શનનો સમય વધારવાની વિનંતી કરી હતી. જોકે, સુનાવણીના અંતે કોર્ટે હાઇ પાવર્ડ કમિટીને નોટિસ જારી કરી હતી. આ સાથે અરજી પર અધિકારીઓ પાસેથી આ અંગે જવાબ પણ માગવામાં આવ્યો છે. આ કેસની વધુ સુનાવણી જાન્યુઆરીમાં થશે.

સરકારનો તેના પર કોઈ અધિકાર નહીં: મંદિરના સેવા અધિકારી

આ અરજી શ્રી બાંકે બિહારીજી મંદિર ટ્રસ્ટ અધ્યાદેશ, 2025ને પડકારે છે. મંદિરના સેવા અધિકારી જણાવે છે કે મંદિરનું સંચાલન 1939માં ઘડવામાં આવેલી એક ખાસ યોજના હેઠળ કરવામાં આવ્યું છે અને સરકારનો તેના પર કોઈ અધિકાર નથી.

લાઇવ લૉના અહેવાલ મુજબ, અરજદારના વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને જણાવ્યું હતું કે દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે, જે મંદિરની ધાર્મિક વિધિઓનો અભિન્ન ભાગ છે. જે સમયે મંદિર જનતા માટે ખુલ્લું રહે છે, તે એક લાંબી પરંપરાનો ભાગ છે. ઐતિહાસિક રીતે કડક સમયનું પાલન કરવામાં આવી રહ્યું છે. CJI સૂર્યકાંતે પૂછ્યું કે જો દર્શનનો સમય વધારવામાં આવે તો શું સમસ્યા છે. અરજદારે દલીલ કરી હતી કે દર્શનનો સમય બદલવાનો અર્થ મંદિરની અંદરની ધાર્મિક વિધિઓમાં પણ ફેરફાર થશે, જેમાં દેવતાઓનો આરામ કરવાનો સમય પણ સામેલ છે.

આ પણ વાંચો: ભાજપના પૂર્વ સાંસદ અને રામમંદિર આંદોલનથી જાણીતા રામવિલાસ વેદાંતીનું હાર્ટ એટેક આવતા નિધન

CJIની આકરી ટિપ્પણી

CJI સૂર્યકાંતે કહ્યું, ‘મંદિર બપોરે 12 વાગ્યે બંધ થયા પછી તેઓ દેવતાને એક મિનિટ પણ આરામ કરવા દેતા નથી. તે સમય દરમિયાન તેમને સૌથી વધુ હેરાન કરવામાં આવે છે, અને શ્રીમંત લોકો માટે સ્પેશિયલ પૂજા કરવામાં આવે છે, જેના માટે તેઓ ખૂબ ફી લે છે. આ સમય દરમિયાન, જે લોકો મોટી રકમ ચૂકવી શકે છે તેમને આમંત્રણ આપવામાં આવે છે, અને તેમના માટે ખાસ પૂજાનું આયોજન કરવામાં આવે છે.’

ઍડ્વૉકેટ શ્યામ દિવાને CJI ને કહ્યું કે, ‘તેમની ચિંતાઓ બરાબર છે, પરંતુ તે એક અલગ મુદ્દો છે. CJI એ કહ્યું, ‘બીજી વાત એ છે કે દૈનિક પૂજાની પ્રથા બંધ કરવી… માની લો કે મૂળ સમય કરતાં 10,000-15,000 ભક્તોનો ઘટાડો થયો છે, પરંતુ તેનાથી શું ફરક પડશે?’

ઍડ્વૉકેટ શ્યામ દિવાને કહ્યું, ‘અમે ભાગદોડ જેવી પરિસ્થિતિ ઇચ્છતા નથી. ભક્તોની સંખ્યાને નિયંત્રિત કરવાની જરૂર છે. આ માત્ર ટાઇમિંગનો મુદ્દો નથી, પરંતુ તે પરંપરા સાથે જોડાયેલો મુદ્દો છે. હવે CJIનું આ નિવેદન બાદ સ્પેશિયલની મંજૂરી ન આપવામાં આવે. તેઓ એવા લોકોને બોલાવે છે જે મોટી રકમ આપી શકે છે અને ખાસ પૂજા પડદો લગાવીને કરવામાં આવે છે.’

તેમણે બીજો મુદ્દો ઉઠાવતાં કહ્યું કે, ‘સપ્ટેમ્બર 2025માં જાહેર કરાયેલી કાર્યાલય નોટિફિકેશન બાદ જે ફેરફાર કરાયા છે. તેનાથી દેહરી પૂજા ખોરવાઈ ગઈ છે. દેહરી પૂજા દેવતાના ચરણોમાં એક ખાસ સ્થાન પર કરવામાં આવે છે, પરંતુ તે હવે બંધ કરી દેવામાં આવી છે. તેમણે સૂચન કર્યું કે દેહરી પૂજા, જે ગુરુ અને શિષ્ય વચ્ચેની વિધિ છે, તેને બંધ ન કરવી જોઈએ.’ સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘અમે મંદિર મેનેજમેન્ટને પક્ષકાર તરીકે સામેલ કરીએ છીએ. મથુરાના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ઉચ્ચ સ્તરીય સમિતિ અને ઉત્તરપ્રદેશ સરકારને નોટિસ મોકલવામાં આવે.’

આ પણ વાંચો: ‘ધનિકો પ્રદૂષણ ફેલાવે છે અને ગરીબો સહન કરે છે…’, દિલ્હી ‘ગેસ ચેમ્બર’ બનતાં CJI ભડક્યા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…
INDIA

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…

May 13, 2026
PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…
INDIA

PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…

May 13, 2026
અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…
INDIA

અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…

May 13, 2026
Next Post
જામજોધપુર તાલુકાના સમાણા ગામના ડેમના કાઠે બાવળની કાટાળી તાર નજીક જાહેરમાં જુગાર રમતાં ચાર પત્તાપ્રેમ…

જામજોધપુર તાલુકાના સમાણા ગામના ડેમના કાઠે બાવળની કાટાળી તાર નજીક જાહેરમાં જુગાર રમતાં ચાર પત્તાપ્રેમ...

દિવ્યાંગતા પર જુસ્સો ભારે: એક હાથે બેટિંગ-બોલિંગ, પંચમહાલના ત્રણ યુવાને ‘સ્પેશિયલ ખેલ મહાકુંભ’માં મે…

દિવ્યાંગતા પર જુસ્સો ભારે: એક હાથે બેટિંગ-બોલિંગ, પંચમહાલના ત્રણ યુવાને ‘સ્પેશિયલ ખેલ મહાકુંભ’માં મે...

જામનગરમાં ડીફેન્સ કોલોની વિસ્તારમાં એક વાહન માંથી અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપાયો: એક આરોપીની અટકાયત | …

જામનગરમાં ડીફેન્સ કોલોની વિસ્તારમાં એક વાહન માંથી અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપાયો: એક આરોપીની અટકાયત | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાલ્કનીની ગ્રીલ બની ‘મોતનું કારણ’! દિલ્હી એસી બ્લાસ્ટ કેસમાં બિલ્ડિંગ ડિઝાઈનથી ગયા 9 જીવ | Delhi Viv…

બાલ્કનીની ગ્રીલ બની ‘મોતનું કારણ’! દિલ્હી એસી બ્લાસ્ટ કેસમાં બિલ્ડિંગ ડિઝાઈનથી ગયા 9 જીવ | Delhi Viv…

1 week ago
વડોદરા હાઇવેના એક પેટ્રોલપંપ પર 4 દિવસ સુધી ચાલતું એક ટેન્કર પહેલીવાર 2 કલાકમાં ખાલી થઇ ગયું | A pet…

વડોદરા હાઇવેના એક પેટ્રોલપંપ પર 4 દિવસ સુધી ચાલતું એક ટેન્કર પહેલીવાર 2 કલાકમાં ખાલી થઇ ગયું | A pet…

2 months ago
ચાંચ ગામના માતા-પિતા, પુત્રને 7 વર્ષ કેદની સજા | Parents son from Chanch village sentenced to 7 year…

ચાંચ ગામના માતા-પિતા, પુત્રને 7 વર્ષ કેદની સજા | Parents son from Chanch village sentenced to 7 year…

2 months ago
1500 જેટલી સ્કૂલોએ ફી માટે ઓનલાઈન એફિડેવિટ જમા કરાવ્યા | 1500 schools submit online affidavit for fe…

1500 જેટલી સ્કૂલોએ ફી માટે ઓનલાઈન એફિડેવિટ જમા કરાવ્યા | 1500 schools submit online affidavit for fe…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News