gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પ્રાઇવસીનો ભંગ કરવો હોય તો ભારત છોડો : વોટ્સએપને સુપ્રીમ ચેતવણી | If you want to violate privacy lea…

G METRO NEWS by G METRO NEWS
February 4, 2026
in INDIA
0 0
0
પ્રાઇવસીનો ભંગ કરવો હોય તો ભારત છોડો : વોટ્સએપને સુપ્રીમ ચેતવણી | If you want to violate privacy lea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભારતમાં કામ કરવું હોય તો આ દેશના બંધારણનું પાલન કરવું પડશે : સુપ્રીમ

– વોટ્સએપ પર ડોક્ટરની સલાહ લઇએ ત્યાં સોશિયલ મીડિયા પર દવાના વીડિયો કે જાહેરાતો દેખાવા લાગે છે : મુખ્ય ન્યાયાધીશ

– માત્ર પ્રાઇવસી જ નહીં પણ લોકોના વર્તન સાથે ચેડાનો પણ મામલો, અમે મૂળમાં જઇશું : સુપ્રીમ

નવી દિલ્હી : લોકોના દૈનિક જીવનમાં વણાઇ ગયેલી મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ અને તેની કંપની મેટાનો ભારતની સુપ્રીમ કોર્ટે પ્રાઇવસી મુદ્દે ઉધડો લીધો હતો. પોતાની નક્કી કરાયેલી ચોક્કસ જાહેરાતોના હેતુ માટે લોકોના ડેટાને શેર કરવા બદલ સુપ્રીમ કોર્ટે વોટ્સએપને કહ્યું હતું કે એક સિંગલ ડિજિટ ડેટા પણ શેર કરવા નહીં દઇએ, તમે લોકોની પ્રાઇવેસી સાથે રમત ના રમી શકો, જો તમે અમારા બંધારણને અનુસરી શકો તેમ ના હોય તો પછી ભારત છોડી દો, પરંતુ અમે નાગરિકોની પ્રાઇવસી સાથે બાંધછોડ નહીં થવા દઇએ.

અમેરિકાની કંપની મેટા અને વોટ્સએપની પોલિસીની જટિલતા પર સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે તમારી કેટલીક પોલિસી એવી છે કે જેને સમજવામાં અમને પણ મુશ્કેલી આવી રહી છે ત્યારે બિહાર કે તમિલનાડુના ગ્રામીણ વિસ્તારનો એક આમ નાગરીક, ફેરિયા  કે  અન્ય લોકો તમારી આ જટિલ પોલિસીને કેવી રીતે સમજી શકશે? ખરેખર આ પ્રકારની નીતિઓ લોકોની અંગત માહિતીની ચોરી કરવા માટેનો એક રસ્તો છે, જેને અમે નહીં ચલાવીએ. પોતાના કેટલાક અનુભવોના આધારે મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે વોટ્સએપ પર ડોક્ટર જ્યારે કોઇ દવા લખી આપે છે અને તેને તમે વાંચો છો તેના થોડા જ સમયમાં તમને દવાની જાહેરાતો દેખાવા લાગશે, ઇમેલ આવવા લાગે છે અને યુટયુબ પર કેવી દવા લેવી તેના વીડિયો દેખાવા લાગે છે.   

સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગ્ચી અને વિપુલ એમ પંચોલીની બેંચ દ્વારા વોટ્સએપ, મેટા, સીસીઆઇ (કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા) દ્વારા નેશનલ કંપની લો એપેલન્ટ ટ્રિબ્યૂનલ સામેના ગયા વર્ષના ચુકાદા સામે થયેલી અરજીઓની સુનાવણી કરી રહી છે. ટ્રિબ્યૂનલે વોટ્સએપની ૨૦૨૧ની પ્રાઇવસી પોલિસી મુદ્દે સીસીઆઇ દ્વારા ફટકારેલી ૨૧૩.૧૪ કરોડ રૂપિયાની પેનલ્ટી યોગ્ય ઠેરવી હતી. જેની સામે આ કંપનીઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. વોટ્સએપએ એવી દલીલ કરી હતી કે વોટ્સએપ સંપૂર્ણ ફ્રી સર્વિસ છે, આ દલિલોને પણ સુપ્રીમે ફગાવી હતી અને જવાબમાં કહ્યું હતું કે વોટ્સએપ યૂઝર્સ ડેટા તરીકે ચાર્જ ચુકવે છે, યૂઝર્સના ઇન્ટરનેટ ડેટા તમારી પ્રોડક્ટ (વોટ્સએપ)નો છૂપો ચાર્જ છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બાગ્ચીએ કહ્યું હતું કે અમે એ ચકાસણી કરીશું કે વોટ્સએપ કેવી રીતે ડેટાને રેન્ટ પર આપે છે અને જાહેરાતો માટે કેવી રીતે લોકોને નિશાન બનાવે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર | Oil Compa…
INDIA

ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર | Oil Compa…

May 20, 2026
ચોમાસાના આગમનની તારીખ કન્મફર્મ ! જાણો ગુજરાત સહિત કયા રાજ્યોમાં ક્યારે પડશે વરસાદ | Monsoon 2026 Arr…
INDIA

ચોમાસાના આગમનની તારીખ કન્મફર્મ ! જાણો ગુજરાત સહિત કયા રાજ્યોમાં ક્યારે પડશે વરસાદ | Monsoon 2026 Arr…

May 20, 2026
મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…
INDIA

મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…

May 20, 2026
Next Post
અમેરિકાની દોસ્તીથી ભારતના ખેડૂતોની પાયમાલી

અમેરિકાની દોસ્તીથી ભારતના ખેડૂતોની પાયમાલી

રોકાણકારો ખુશખુશાલ : સંપતિમાં એકઝાટકે રૂ.12.11 લાખ કરોડનો જંગી વધારો થયો | Investors are happy: Ther…

રોકાણકારો ખુશખુશાલ : સંપતિમાં એકઝાટકે રૂ.12.11 લાખ કરોડનો જંગી વધારો થયો | Investors are happy: Ther...

શેરોમાં સાર્વત્રિક તેજીનુ અભૂતપૂર્વ તોફાન | An unprecedented storm of universal boom in stocks

શેરોમાં સાર્વત્રિક તેજીનુ અભૂતપૂર્વ તોફાન | An unprecedented storm of universal boom in stocks

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કતાર એરવેઝની દોહા-હોંગકોંગ ફ્લાઈટનું અમદાવાદમાં ઈમર્જન્સી લેન્ડિંગ | Qatar Airways Flight Makes Emer…

કતાર એરવેઝની દોહા-હોંગકોંગ ફ્લાઈટનું અમદાવાદમાં ઈમર્જન્સી લેન્ડિંગ | Qatar Airways Flight Makes Emer…

7 months ago
આજે અયોધ્યાના રામ મંદિર પર ચડાવાશે અમદાવાદમાં તૈયાર કરાયેલી ‘ધર્મ ધ્વજા’, PM મોદી અને સાધુ-સંતો પણ થશે સામેલ

આજે અયોધ્યાના રામ મંદિર પર ચડાવાશે અમદાવાદમાં તૈયાર કરાયેલી ‘ધર્મ ધ્વજા’, PM મોદી અને સાધુ-સંતો પણ થશે સામેલ

6 months ago
ગોલ્ડ ટ્રેડિંગમાં નફો મળશે તેવા બહાના હેઠળ યુવાન સાથે 17 લાખની છેતરપિંડી | A young man was cheated o…

ગોલ્ડ ટ્રેડિંગમાં નફો મળશે તેવા બહાના હેઠળ યુવાન સાથે 17 લાખની છેતરપિંડી | A young man was cheated o…

5 months ago
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં આજે 94 ફોર્મ પરત ખેંચાતા હવે 31 પદો માટે 63 ઉમેદવારો મેદાનમાં | 9…

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં આજે 94 ફોર્મ પરત ખેંચાતા હવે 31 પદો માટે 63 ઉમેદવારો મેદાનમાં | 9…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News