gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પ.બંગાળમાં દરોડા બાદ ઈડીનો આરોપ-હવાલા દ્વારા કોલકાતાથી I-PACની ગોવા ઓફિસે 20 કરોડ પહોંચ્યા | ED Alle…

G METRO NEWS by G METRO NEWS
January 11, 2026
in INDIA
0 0
0
પ.બંગાળમાં દરોડા બાદ ઈડીનો આરોપ-હવાલા દ્વારા કોલકાતાથી I-PACની ગોવા ઓફિસે 20 કરોડ પહોંચ્યા | ED Alle…
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal ED Raids: પશ્ચિમ બંગાળમાં બહુચર્ચિત કોલસા તસ્કરી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોલકાતા હાઈકોર્ટમાં એક સનસનાટીભર્યો ઘટસ્ફોટ કર્યો છે. EDના દાવા મુજબ, કોલસાની ગેરકાયદે દાણચોરીમાંથી મેળવેલા 20 કરોડ રૂપિયા હવાલા નેટવર્ક દ્વારા રાજકીય સલાહકાર પેઢી I-PAC (Indian Political Action Committee)ની ગોવા ઓફિસ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ નાણાંનો ઉપયોગ 2021-22ની ગોવા વિધાનસભા ચૂંટણીના પ્રચાર અને ઈવેન્ટ મેનેજમેન્ટ માટે કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.

છ સ્તરીય હવાલા નેટવર્કનો પર્દાફાશ

અહેવાલો અનુસાર, EDની તપાસમાં બહાર આવ્યું છે કે તપાસ એજન્સીની નજરથી બચવા માટે આ નાણાં છ અલગ-અલગ તબક્કાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. દિલ્હી સ્થિત એક NBFC કંપનીના પૂર્વ ડિરેક્ટરે ‘મુન્ના’ નામના શખસનો સંપર્ક કર્યો. મુન્નાએ હવાલા ઓપરેટર્સ દ્વારા કોલકાતાની એક ફર્મના મેનેજર સુધી નાણાં પહોંચાડ્યા. કોલકાતાની ફર્મે ગોવામાં કાર્યરત એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના કર્મચારીને આ રોકડ સોંપી હતી. આ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ગોવા ચૂંટણીમાં I-PAC માટે પ્રચાર અને કાર્યક્રમોનું સંચાલન કરતી હતી.

EDના મતે કોલસા કૌભાંડની કુલ ગેરકાયદે આવક અંદાજે 2,742 કરોડ રૂપિયા છે, જેમાંથી એક હિસ્સો રાજકીય હેતુઓ માટે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટ પહોંચ્યો પ.બંગાળ Vs ઈડી વિવાદ: મમતા સરકારે કેવિએટ પિટિશન દાખલ કરી, હવે એજન્સી પણ મેદાને

I-PACના ડિરેક્ટરના નિવાસસ્થાને દરોડા

આ કેસના સંદર્ભમાં EDએ આઠમી જાન્યુઆરીએ દિલ્હી અને કોલકાતામાં કુલ 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં I-PACના સહ-સ્થાપક અને ડિરેક્ટર પ્રતીક જૈનના કોલકાતા સ્થિત લાઉડન સ્ટ્રીટના નિવાસસ્થાનનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, પ્રતીક જૈન ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા હતા.

શું છે કૌભાંડ?

આ સમગ્ર કેસનો મુખ્ય આરોપી અનુપ માજી હોવાનું કહેવાય છે. તેના નેતૃત્વમાં પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં કાર્યરત ‘ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ’ (ECL)ના વિસ્તારોમાંથી મોટાપાયે કોલસાની ચોરી અને ગેરકાયદે ખોદકામ કરવામાં આવતું હતું. આ ચોરાયેલો કોલસો બાંકુરા, વર્ધમાન અને પુરુલિયા જેવા જિલ્લાઓમાં ફેક્ટરીઓને વેચવામાં આવતો હતો અને તેમાંથી મળતી કાળી કમાણી રાજકીય કન્સલ્ટન્સી અને ચૂંટણીઓમાં વાપરવામાં આવી હોવાનો એજન્સીનો ગંભીર આરોપ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…
INDIA

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…

May 17, 2026
દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore …
INDIA

દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore …

May 17, 2026
પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું : એનઆઇએ | Pak Devised Gh…
INDIA

પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું : એનઆઇએ | Pak Devised Gh…

May 17, 2026
Next Post
રૂંવાડા ઊભા કરી દેશે અમદાવાદની આ ઘટના: નકલી અધિકારી બની મહિલા પર દુષ્કર્મ આચર્યું, હવે આજીવન કેદ | A…

રૂંવાડા ઊભા કરી દેશે અમદાવાદની આ ઘટના: નકલી અધિકારી બની મહિલા પર દુષ્કર્મ આચર્યું, હવે આજીવન કેદ | A...

છેલ્લી ઘડીએ આંદોલન મોકૂફ રાખી ખેડૂત સંઘે ‘સરકાર ભક્તિ’ કરી, માગણી સ્વીકારાયાનો દાવો | Gujarat Farmer…

છેલ્લી ઘડીએ આંદોલન મોકૂફ રાખી ખેડૂત સંઘે 'સરકાર ભક્તિ' કરી, માગણી સ્વીકારાયાનો દાવો | Gujarat Farmer...

ઈરાનમાં અશાંતિ ફેલાવાથી ભારતને મોટું નુકસાન, જાણો કઈ-કઈ વસ્તુઓની થાય છે આયાત? | Impact of Iran Crisi…

ઈરાનમાં અશાંતિ ફેલાવાથી ભારતને મોટું નુકસાન, જાણો કઈ-કઈ વસ્તુઓની થાય છે આયાત? | Impact of Iran Crisi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચંદ્રગ્રહણના કારણે ચોટીલાધામ અને સોમનાથ મંદિરોની ટાઈમિંગમાં ફેરફાર, ભક્તો ખાસ જાણી લેજો | chotila so…

ચંદ્રગ્રહણના કારણે ચોટીલાધામ અને સોમનાથ મંદિરોની ટાઈમિંગમાં ફેરફાર, ભક્તો ખાસ જાણી લેજો | chotila so…

8 months ago
I.N.D.I.A. ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની તૈયારી શરૂ કરી, જાણો ઉમેદવાર અંગે શું લીધો નિર્ણય | INDIA A…

I.N.D.I.A. ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની તૈયારી શરૂ કરી, જાણો ઉમેદવાર અંગે શું લીધો નિર્ણય | INDIA A…

9 months ago
1 એપ્રિલથી પેઈનથી માંડી તાવ સુધીની દવાઓ થશે મોંઘી, 1000થી વધુ મેડિસિનના ભાવ વધશે | medicine price hi…

1 એપ્રિલથી પેઈનથી માંડી તાવ સુધીની દવાઓ થશે મોંઘી, 1000થી વધુ મેડિસિનના ભાવ વધશે | medicine price hi…

2 months ago
ગુજરાત સહિત દેશભરમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડો

ગુજરાત સહિત દેશભરમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડો

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News