![]()
વડોદરા,ફતેગંજમાં બાઇક ચાલકને ટક્કર મારીને ફરાર થઇ ગયેલા કાર ચાલક સામે પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે તેની શોધખોળ હાથ ધરી છે.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના બરોડ ગામે રહેતો અજય કાળુભાઇ સિસોદીયા હાલમાં શહેરમાં મજૂરી કામ કરે છે. ગઇકાલે તે બાઇક લઇને સમા વિસ્તારમાં રહેતા કોન્ટ્રાક્ટરના ઘરે ગયો હતો. ત્યાંથી તે પરત આવી રહ્યો હતો. તે સમયે હેડગોવર ગાર્ડન પાસે ગલીમાંથી નીકળેલા કારચાલકે ટક્કર મારી હતી. ત્યારબાદ પણ કારચાલક ઊભો રહ્યો નહતો. અજય સિસોદીયાને તે થોડે દૂર સુધી ઢસડી ગયો હતો. અજયને કપાળ, પગ અને હાથ પર ઇજા થઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.










