gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફેક્ટરીઓમાં આગનું વધુ જોખમ છતાં ફાયર NOC માટે જોગવાઈ નહીં | No provision for fire NOC despite high r…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
ફેક્ટરીઓમાં આગનું વધુ જોખમ છતાં ફાયર NOC માટે જોગવાઈ નહીં | No provision for fire NOC despite high r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સરકારી તંત્રમાં લોલંલોલથી ખડકાતા ગેરકાયદે-જોખમી બાંધકામો  : રાજકોટમાં ભીષણ આગ લાગી તે  જે.કે. કોટેજ ઈન્ડ.માં પ્લાન કે કમ્પલીશન ન્હોતા છતાં રૂડાએ હટાવ્યું નહીં : મનપા-રૂડાના વાંકે આવા સેંકડો બાંધકામો 

રાજકોટ, : ફેક્ટરીઓમાં વપરાતા જ્વલનશીલ માલસામાન અને તે ઉપરાંત ઔદ્યોગિક પ્રવૃતિ અને તેમાં પણ અનધિકૃત બાંધકામોને પગલે આગનું જોખમ વધારે રહે છે, રાજકોટમાં ગઈકાલે નવાગામમાં આવેલા કેમીકલના કારખાનાથી માંડીને કે.બી.ઝેડ જેવા તોતિંગ બાંધકામોમાં અતિ વિકરાળ આગ લાગી છે ત્યારે ચોંકાવનારી વાત એ બહાર આવી છે કે ફાયરબ્રિગેડ દ્વારા થતા ફાયર એન.ઓ.સી.ની પ્રક્રિયામાંથી ઈ.૨૦૨૧ના સુધારાથી ફેક્ટરી એક્ટ હેઠળની નાની-મોટી ફેક્ટરીઓને બાકાત રખાઈ છે અને ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગ દ્વારા પણ ફાયર સેફ્ટીની કાર્યવાહી કરવાની જોગવાઈ નથી તો બીજી તરફ ગેરકાયદે બાંધકામો મહાપાલિકા સહિત તંત્રો ન હટાવે તો કોઈ સજાની જોગવાઈ નથી. આમ, બેદરકારીથી આગ કે અન્ય ઘટનામાં કોઈનો જીવ જાય તો આજે પણ જવાબદારીની ફેંકાફેંકી થઈ શકે તેવી અવ્યવસ્થા જારી રહી છે. 

રાજકોટમાં ગઈકાલે નવાગામ(આણંદપર)માં રાજારામ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ જે.કે.કોટેજ ઈન્ડસ્ટ્રીઝનું આખુ બાંધકામ જ પ્લાન-કમ્પલીશન વગરનું ગેરકાયદેસર હતું, તેની ફેક્ટરી એક્ટ હેઠળ નોંધણી ન્હોતી, જી.પી.સી.બી.નું ક્લીયરન્સ ન્હોતું અને ફાયર સેફ્ટી તો લેવાનું જ ન્હોતું તેવું રૂડા,મનપા,ફેક્ટરી વિભાગ સહિત સૂત્રોએ જણાવ્યું છે.અર્થાત્ ટીઆરપી ગેમઝોનથી માંડીને ગઈકાલે ડીસાની ફટાકડાની ફેક્ટરીમાં હત્યારી આગની ઘટના છતાં પણ હજુ સરકારી તંત્રમાં આ માટે કોઈ સ્પષ્ટ જવાબદારી નક્કી કરાઈ નથી. 

રૂડાના સી.ઈ.ઓ., ટી.પી.ઓ. સહિત અધિકારીઓએ જણાવ્યું કે આ કારખાના માટે ઈ.સ.૨૦૦૭માં લેઆઉટ પ્લાન મંજુર કરાવ્યા પછી કોઈ પ્લાન-કમ્પલીશન લેવાયા નથી, ફાયરબ્રિગેડે જણાવ્યું કે આ કારખાનાએ નિયમોનુસાર ફાયર એન.ઓ.સી. લેવાની ન્હોતી અને ઔદ્યોગિક સલામતિ વિભાગે જણાવ્યું કે અમારા નિયમોનુસાર તેની નોંધણી કરવાની હોતી નથી અને ફાયર સેફ્ટી જેવી કામગીરી તો અમારા હસ્તક જ નથી. આમ, સદ્ભાગ્યે આ આગમાં કોઈ જાનહાનિ નથી પણ થઈ હોય તો સીધી જવાબદારી ફીક્સ જ ન થઈ શકે એવી છટકબારીઓ ખુદ સરકારી નિયમોમાં છે.  પ્રાપ્ત માહિતી અનુસાર તા.૮ જૂલાઈ ૨૦૨૧ના રાજ્યના શહેરી વિકાસ વિભાગના ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ રૂલ્સ-૨૦૧૪માં કરાયેલા સુધારામાં જે બિલ્ડીંગોએ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવાની જોગવાઈ છે તેમાં તમામ હેઝારડસ બિલ્ડીંગમાં જે ફેક્ટરી એક્ટ-૧૯૪૮ હેઠળ આવતા ન હોય તેનો જ ઉલ્લેખ છે. અને ફેક્ટરી એક્ટ હેઠળ જે ઓથોરિટી હોય છે તેણે તો કામદારોની સલામતિના દ્રષ્ટિકોણથી કાર્યવાહી કરવાની હોય છે પરંતુ, ફાયર સેફ્ટી સર્ટિ.આપવા સહિતની કાર્યવાહીની જોગવાઈ નથી. 

હાઈરાઈઝ,હોટલ, સ્કૂલો,હોસ્પિટલો વગેરે જે બિલ્ડીંગોમાં ફાયર એન.ઓ.સી.ફરજીયાત છે તે કામગીરી મહાનગરોમાં  અને તેના અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના વિસ્તારમાં જે તે મહાપાલિકાના ફાયરબ્રિગેડની હોય છે, તે સિવાયના ગ્રામ્ય વિસ્તારોમાં આ જવાબદારી માટે રીજીયોનલ ફાયર ઓફિસર નિયુક્ત થતા હોય છે. પરંતુ, રાજકોટ જેવા મહાનગરમાં પણ ફાયર ઓફિસરની જગ્યા પર સક્ષમ અધિકારી જ નિયુક્ત નથી થયા. મહાનગરમાં જ લોલંલોલ હોય ત્યાં ગ્રામ્યની સ્થિતિ કેવી તે સવાલ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
બોરવાવ ગીરના રિસોર્ટમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતો ચાણસ્માનો કોંગ્રેસી કોર્પોરેટર ઝડપાયો | Cong…

બોરવાવ ગીરના રિસોર્ટમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતો ચાણસ્માનો કોંગ્રેસી કોર્પોરેટર ઝડપાયો | Cong...

ખેડૂતને મિલકતનાં સોદામાં ફસાવી અડધો કરોડ પડાવી હવામાં 6 રાઉન્ડ ફાયરિંગ | Farmer trapped in property …

ખેડૂતને મિલકતનાં સોદામાં ફસાવી અડધો કરોડ પડાવી હવામાં 6 રાઉન્ડ ફાયરિંગ | Farmer trapped in property ...

ટ્રમ્પના ટેરિફ વૉર વચ્ચે ભારતીય શેરબજારમાં પણ કડાકો, સેન્સેક્સ-નિફટીની શું છે સ્થિતિ, જાણો | Sensex …

ટ્રમ્પના ટેરિફ વૉર વચ્ચે ભારતીય શેરબજારમાં પણ કડાકો, સેન્સેક્સ-નિફટીની શું છે સ્થિતિ, જાણો | Sensex ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપના ચંદ્રેશ પટેલે લીધેલા 1.20 કરોડ પરત ના કર્યા : ફરિયાદ ના નોંધ્યાનો આરોપ | BJP’s Chandresh Pate…

ભાજપના ચંદ્રેશ પટેલે લીધેલા 1.20 કરોડ પરત ના કર્યા : ફરિયાદ ના નોંધ્યાનો આરોપ | BJP’s Chandresh Pate…

1 year ago
છોટાઉદેપુર: તળાવ છલોછલ પણ કેનાલો તૂટેલી! સિંચાઈ માટે ખેડૂતોને કુવા ઊંડા કરવાની નોબત આવી | Full Lakes…

છોટાઉદેપુર: તળાવ છલોછલ પણ કેનાલો તૂટેલી! સિંચાઈ માટે ખેડૂતોને કુવા ઊંડા કરવાની નોબત આવી | Full Lakes…

2 months ago
ખેડાના પરીએજ વેટલેન્ડને ‘રામસર સાઈટ’નો વૈશ્વિક દરજ્જો અપાવવા તંત્રના ચક્રો ગતિમાન | system are in mo…

ખેડાના પરીએજ વેટલેન્ડને ‘રામસર સાઈટ’નો વૈશ્વિક દરજ્જો અપાવવા તંત્રના ચક્રો ગતિમાન | system are in mo…

5 months ago
અમદાવાદના ધોળકા-સરોડા રોડ પર ગમખ્વાર અકસ્માત, ભાજપ કાઉન્સિલરના પતિનું ઘટનાસ્થળે મોત | Dholka Acciden…

અમદાવાદના ધોળકા-સરોડા રોડ પર ગમખ્વાર અકસ્માત, ભાજપ કાઉન્સિલરના પતિનું ઘટનાસ્થળે મોત | Dholka Acciden…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News