gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગદાણા કેસમાં SITની રચના: પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા સહિતના નેતાઓની ગાંધીનગરમાં રજૂઆત બાદ આદેશ…

G METRO NEWS by G METRO NEWS
January 5, 2026
in GUJARAT
0 0
0
બગદાણા કેસમાં SITની રચના: પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા સહિતના નેતાઓની ગાંધીનગરમાં રજૂઆત બાદ આદેશ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Navneet Baldhia Assault Case : મહુવાના બગદાણામાં નવનીત બાલધિયા પર હુમલાની ઘટનાને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા. હુમલાના બનાવને લઈને કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. બગદાણા હુમલા કેસને લઈને કોળી સમાજના નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા હતા. સમગ્ર કેસ મામલે તપાસ માટે SITની રચના કરાઈ છે. 

બગદાણા કેસમાં SITની રચના

ગાંધીનગરમાં મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને કોળી સમાજના આગેવાનોની આજે(5 જાન્યુઆરી) બેઠક મળી હતી. આ બેઠકમાં મંત્રી કુંવરજી બાવળીયા, સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સહિત કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ હાજર રહ્યા હતા. બેઠક બાદ કોળી સમાજના 3 સાંસદ અને 15 ધારાસભ્યોએ બગદાણા કેસ મામલે ન્યાયિક તપાસની માગને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ગાંધીનગરમાં રજૂઆત બાદ સમગ્ર કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ( SIT)ની રચના કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?

મહુવાના બગદાણામાં મોણપર ગામ નજીક 29 ડિસેમ્બરની મોડી રાતે આઠ શખસોએ યુવક પર ધોકા અને પાઈપ વડે હુમલો કર્યો હતો. જે બાદ આઠ શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પીડિત યુવકે લોકકલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જોકે મહુવાના ઈન્ચાર્જ DYSPએ દાવો કર્યો હતો કે દારૂની બાતમી આપ્યાની શંકાના કારણે નવનીતભાઈ પર હુમલો થયો હતો. 

આ પણ વાંચો: બગદાણા કેસ: PIને તાત્કાલિક અસરથી રજા પર ઉતારી દેવાયા, 8 આરોપીનું પોલીસે કરાવ્યું રિકન્ટ્રક્શન

માયાભાઈ આહીરના પુત્ર જયરાજ પર ગંભીર આરોપ

મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટીનું નામ લીધું હતું. જોકે બાદમાં નવનીત બાલધિયાએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ પણ મેનેજિંગ ટ્રસ્ટી નક્કી કરાયા નથી. ભૂલ સમજાતા માયાભાઈ આહીરે માફી માંગતો વીડિયો બનાવ્યો હતો. જેની દાઝ રાખી માયાભાઈના પુત્ર જયરાજે હુમલો કરાવ્યો હોય તેવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. 

બગદાણા કેસમાં SITની રચના: પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા સહિતના નેતાઓની ગાંધીનગરમાં રજૂઆત બાદ આદેશ 2 - image

પોલીસ સામે પણ કેમ છે રોષ?

નોંધનીય છે કે સમગ્ર કેસમાં પીડિતે લોકકલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજનો દોરીસંચાર હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે PI અને DYSPએ પ્રાથમિક તપાસમાં જ જયરાજની કોઈ સંડોવણી નથી તેમ કહી ક્લીનચિટ આપી હતી. 

બગદાણા કેસમાં SITની રચના: પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા સહિતના નેતાઓની ગાંધીનગરમાં રજૂઆત બાદ આદેશ 3 - image

8 આરોપીની ધરપકડ, પોલીસે કરાવ્યું રિકન્ટ્રક્શન

બગદાણાના નવનીત બાલધિયા ઉપર થયેલા હુમલાના મામલે પોલીસે તાત્કાલિક આઠ લોકોની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, બગદાણા પોલીસ દ્વારા આઠ શખસો ઘટનાસ્થળે લઈ જઈ પંચનામુ કરી ધરપકડ કરી હતી અને રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય સૂત્રધાર નાજુ કામળીયા, રાજુ ભમ્મર, આતું ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીષ વનાળીયા, ભાવેશ શેલાણા, પંકજ મેર, વીરુ સેરડા તમામ આરોપીઓનું પોલીસે રિકન્ટ્રક્શન કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: બગદાણા મારામારી કેસ: જયરાજ આહીરનો વીડિયો વાઈરલ, 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર

બગદાણા કેસમાં SITની રચના: પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા સહિતના નેતાઓની ગાંધીનગરમાં રજૂઆત બાદ આદેશ 4 - image

PI ડાંગરની બદલીનો આદેશ

જોકે સમગ્ર મામલે પોલીસ પર ગંભીર આરોપો થતાં હોવાથી જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક અસરથી બગદાણાના PI ડી વી ડાંગરની બદલી કરીને લીવ રિઝર્વમાં મૂકી દીધા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…
GUJARAT

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…

June 24, 2026
જામનગર પાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ સામે ગુનો નોંધાયો | Jamnag…
GUJARAT

જામનગર પાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ સામે ગુનો નોંધાયો | Jamnag…

June 24, 2026
જામનગરમાં વધુ એક બુટલેગર સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ | Jamnagar Crackdown: Another Notorious…
GUJARAT

જામનગરમાં વધુ એક બુટલેગર સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ | Jamnagar Crackdown: Another Notorious…

June 24, 2026
Next Post
ભારત–ન્યૂઝીલેન્ડ વનડે સિરીઝ વડોદરાથી શરૂ, સાથે WPL મેચોનું પણ આયોજન | India New Zealand ODI series b…

ભારત–ન્યૂઝીલેન્ડ વનડે સિરીઝ વડોદરાથી શરૂ, સાથે WPL મેચોનું પણ આયોજન | India New Zealand ODI series b...

અમદાવાદ: ઇન્કમ ટેક્સ પાસે આવેલી ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી, ઈમેલ મળતાં કોર્ટ સંકુલમાં દોડ…

અમદાવાદ: ઇન્કમ ટેક્સ પાસે આવેલી ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી, ઈમેલ મળતાં કોર્ટ સંકુલમાં દોડ...

અમેરિકા-વેનેઝુએલાની ઘમસાણની અસર સોના-ચાંદી પર પડી, રૉકેટ ગતિએ ઉછળ્યા ભાવ | Gold Silver Rate Today 5 …

અમેરિકા-વેનેઝુએલાની ઘમસાણની અસર સોના-ચાંદી પર પડી, રૉકેટ ગતિએ ઉછળ્યા ભાવ | Gold Silver Rate Today 5 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શીરોલા ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિના મોત | 2 people died in an accident betw…

શીરોલા ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિના મોત | 2 people died in an accident betw…

1 year ago
શહેરમાં તોફાની તત્વોને કાબૂમાં લેવા માટે ચાર દરવાજામાં અર્ધ લશ્કરી દળો તૈનાત | paramilitary forces d…

શહેરમાં તોફાની તત્વોને કાબૂમાં લેવા માટે ચાર દરવાજામાં અર્ધ લશ્કરી દળો તૈનાત | paramilitary forces d…

9 months ago
અમદાવાદમાં જાહેર સ્થળે અશ્લીલતા: વસ્ત્રાપુર–જીએમડીસી રોડ પર પેટ્રોલિંગ દરમિયાન યુવકની અટકાયત | ahmed…

અમદાવાદમાં જાહેર સ્થળે અશ્લીલતા: વસ્ત્રાપુર–જીએમડીસી રોડ પર પેટ્રોલિંગ દરમિયાન યુવકની અટકાયત | ahmed…

7 months ago
અંબાજીમાં ગબ્બર પર 3 દિવસ દર્શન-રોપ વે સેવા બંધ, જાણો મંદિર ટ્રસ્ટે કેમ લીધો નિર્ણય | Darshan ropewa…

અંબાજીમાં ગબ્બર પર 3 દિવસ દર્શન-રોપ વે સેવા બંધ, જાણો મંદિર ટ્રસ્ટે કેમ લીધો નિર્ણય | Darshan ropewa…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News