બનાસકાંઠા જીલ્લાના ના દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માંથી નવજાત બાળક તસ્કરી ના મામલો સામે આવ્યો હતો ત
દાંતા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૫૨૬૦૨૬૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૪૩(૪)(૫) ,૩(૫) મુજબનો ગુનો તા.૧૯/૦૪/૨૦૨૬ ના કલાક ૧૬/૧૫ વાગે દાંતા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર થયેલ છે
ટુકી વિગત- આ કામે હકીકત એવી છે કે, ગઇ તા.૧૯/૦૩/૨૦૨૬ ના કલાક.૧૦/૦૦ થી કલાક.૧૯/૦૦ દરમ્યાન મોજે કાંસા ગામેથી આ કામના આરોપીઓ (૧) શૈલેષ સ/ઓ લાડુભાઇ લક્ષ્મણભાઇ ગમાર (૨) દિનેશ ભગાભાઇ રાઠોડ (બાળકીના પિતા), (૩) પાબુ ઉર્ફે બાબુ મુંગળાભાઇ મેતાભાઇ ભગોરા (૪) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર રામ ઉર્ફે રહીમ સ/ઓ પ્રતાપસીંગ અમરસીંગ જાતે જાદવ (મરાઠી) (૫) ક્રિશ્ના ડો/ઓ પન્નાલાલ રતનલાલ દામા નાઓએ ભેગા મળી નવજાત બાળકી હૈદરાબાદ ખાતે (૬) બોદશુ નાગારાજુ ઉર્ફે મુરૂગન સ/ઓ બોદશુ વેંકટી (૭) શિવારાની મોનં.૯૩૮૧૪૪૦૭૫૯ નાઓને રૂ.૧,૮૦,૦૦૦/- માં વેચાણે આપી આરોપીઓએ નવજાત બાળકીના વેચાણ પેટે કમીશન લઇ અંગત આર્થિક લાભ મેળવી બાળ તસ્કરી કરી ગુનો કર્યા વિ.બાબતે.

સદર ગુનાની તપાસ દરમ્યાન ગુનામાં સંડોવાયેલ આરોપીઓ (૧) બોદાશુ નાગારાજુ ઉર્ફે મુરગન સ/ઓ બોદાશુ વેકંટી ગટેયા ઉ.વ.૩૨ ધંધો.ડાઇવર મુળ રહે.૫૪૧-ડી, ગોલેટી ટાઉનશીપ, રેબ્બેના, ગોલેટ, આદીલાબાદજી.કોમરામ ભીમ આસીફાબાદ (તેલંગાણા) હાલ રહે.નૌગામબસ્તી, જીઓ ટાવરની બાજુમાં, સીરપુર કાગજનગર જી.કોમરામ ભીમ આસીફાબાદ (તેલંગાણા) 504292 મોનં.૭૦૭૫૭૦૦૫૦૮ આધાર કાર્ડ નં.4279-4081-0560 (૨) કાસારાપુ તિરુપથી સ/ઓ કાસારાપુ માલૈયા કાસારાપુ કોમારૈયા ધંધો.માર્કેટીંગ હાલ રહે.જાગીતીયાલ,LLG કોમ્પ્લેક્ક્ષ, બાયપાસ તા.જી.જાગીતીયાલ (તેલંગણા)મુળ રહે.૧/૮૫, સીરીકાંડા પોસ્ટ-મંડાલ તા.બુગ્ગારામ જી.જાગીતીયાલ (તેલંગણા) મોનં.૯૪૯૧૨૪૭૧૨૫આધાર નં.3357 1306 3140 (૩) ગંગાધર સ/ઓ ગંગારાજમ એરાઇહ જાતે કૈલેટી ઉવ.૪૭ ધંધો. દવાખાનામાં કંપાઉન્ડર રહે. ૧-૫૦/૧(બી), મદુતલ્લા ,મલીયાલ,કરીમનગર જી.જગતીયાલ, આંધ્ર પ્રદેશ મોનં.૯૪૪૦૭૧૭૭૯૫. આધાર કાર્ડ નં.૮૪૭૦ ૧૦૬૫ ૦૨૪૨. વાળાઓને અત્રેના જીલ્લાના એલ.સી.બી તથા એસ.ઓ.જી શાખાના સ્ટાફ દ્વારા ટેકનિકલ સોર્સિશ થી ઝડપી પાડી દાંતા પો.સ્ટે. સુપ્રત કરતાં તા.૨૦/૦૪/૨૦૨૬ ના કલાક ૨૦/૧૫ વાગે દાંતા મુકામે અટક કરી સદર ગુનાના ઉપરોકત ત્રણે આરોપીઓ પોલીસ રિમાન્ડ પુર્ણ થતાં નામદાર કોર્ટમાં રજુ કરવામાં આવેલ છે

તેમજ સદર ગુનાની તપાસ દરમ્યાન ગુનામાં સંડોવાયેલ આરોપી (૧) શૈલેષભાઇ સ/ઓ લાડુભાઇ લક્ષ્મણભાઇ જાતે ગમાર (આદીવાસી) ઉવ.૨૨ ધંધો.ખેતમજુરી હાલ રહે.મેપડા, પરથીભાઇ ચૌધરીના ખેતરમાં ભાગથી તા.વડગામ જી. બનાસકાંઠા મુળ રહે.વાગોડ (કાંસા) તા.દાંતા જી.બનાસકાંઠા મોનં.૯૩૧૩૩૭૪૭૪૮, તથા (૨) પાબુ ઉર્ફે બાબુ મુંગળાભાઇ મેતાભાઇ જાતે.ભગોરા ઉ.વ.૪૫ ધંધો.ખેતીકામ રહે.ખાપરા તા.અમીરગઢ જી.બનાસકાંઠા વાળાઓનો કબ્જો નામદાર કોર્ટથી ટ્રાન્સફર વોરંટ આધારે મેળવી તા.૨૧/૦૪/૨૦૨૬ ના ક.૨૦/૧૦ વાગે દાંતા મુકામે સદર ગુના કામે અટક કરવામાં આવેલ અને પોલીસ રીમાન્ડ મેળવી રીમાન્ડ પુર્ણ થતાં નામદાર કોર્ટમાં રજુ કરવામાં આવેલ છે
ત્યાર બાદ કાયદાના સંઘર્ષમા આવેલ કિશોર રામ ઉર્ફે રહીમ સ/ઓ પ્રતાપસીંગ અમરસીંગ જાતે જાદવ (મરાઠી) ઉ.વ.૧૭ વર્ષ, ૧૧ માસ, ૧૫ દિવસ ધંધો-લોખંડના ખાટલા લે વેચનો મુળરહે. ૧૦૭ પ્રથમ માળ, વાસ્તુ એપાર્ટમેન્ટ, વાંગની વેસ્ટ, એચ.પી. પેટ્રોલપંપની પાસે બદલાપુર તા.બદલાપુર જી.થાણે મુંબઇ (મહારાષ્ટ્ર) હાલ રહે. ૪૦૨ આમલાઇ તા.મોડાસા જી.સાબરકાંઠા વાળાને તા-૨૨/૦૪/૨૦૨૬ ના ક.૧૪/૩૦ વાગે દાંતા મુકામે સદર ગુના કામે મુકામે કબ્જા/રક્ષણમાં લિધેલ અને તેઓનું નિવેદન મેળવી મહે.પ્રમુખ સા.શ્રી બાળ અદાલત જુવેનાઇલ કોર્ટ પાલનપુર ખાતે રજુ કરવા તજવીજ કરવામાં આવેલ છે
ત્યાર બાદ ગુનામાં સંડોવાયેલ કાયદાના સંઘર્ષમા આવેલ કિશોરી કૃષ્ણાકુમારી ડો/ઓ પન્નાલાલ રતનલાલ દામા રહે.લથુની તા.પલાસિયા જી.ઉદેપુર (રાજસ્થાન) ઉ.વ.૧૭ વર્ષ ૬ માસ ૧૧ દીવસ તથા રહે. રહે.લથુની તા.પલાસિયા જી.ઉદેપુર (રાજસ્થાન) હાલ રહે. ૪૦૨ આમલાઇ તા.મોડાસા જી.સાબરકાંઠાવાળીની તપાસ સારૂ અત્રેના પોલીસ સ્ટેશનની એક ટીમ બનાવી રાજસ્થાન ખાતે તાત્કાલિક મોકલી આપી સાચુ સરનામુ શોધી કાયદાના સંઘર્ષમા આવેલ કિશોરી કૃષ્ણાકુમારી ના પિતાને નોટીસ આપી નોટીસઆધારે રજુ થતાં તા-૨૯/૦૪/૨૦૨૬ ના ક.૧૦/૦૦ વાગે દાંતા મુકામે સદર ગુના કામે મુકામે કબ્જા/રક્ષણમાં લિધેલ અને તેણીને મહે.પ્રમુખ સા.શ્રી બાળ અદાલત જુવેનાઇલ કોર્ટ પાલનપુર ખાતે ખાતે રજુ કરવા તજવીજ કરવામાં આવેલ છે
ત્યાર બાદ આ કામના આરોપી રાની વા/ઓ વેંકટ રામારાવ વિરન્ના સીરીગીરી ઉ.વ.૪૩ ધધો.ઘરકામ રહે. મકાન નં.૧૦-૧૪૯, અલ્લાડી, પેન્ટયાનગર, વેસ્ટ મારેડપલ્લી સિકંદરાબાદ જી.હૈદરાબાદ રાજ્ય –તેલંગાણા પી નં.૫૦૦૦૨૬ હાલ રહે.મકાન નં.૧૧/૩, શિવારૂન કોલોની, વેસ્ટ મારેડપલ્લી, સિકંદરાબાદ જી.હૈદરાબાદ રાજ્ય –તેલંગાણા પી નં.૫૦૦૦૨૬ વાળીને દાંતા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી તેમજ ટેકનોલોજીના ઉપયોગ વડે વિશ્ર્વાસમાં લઇ દાંતા પો.સ્ટે. આવતાં તા.૨૯/૦૪/૨૦૨૬ ના ક.૧૮/૩૦ વાગે દાંતા મુકામે અટક કરી નામદાર આપ સાહેબશ્રી નાઓની કોર્ટમાં રજુ કરવામાં આવેલ છે.
ત્યાર બાદ સદર ગુનામાં સંડોવાયેલ શીવરાની રહે. હૈદરાબાદ વાળીની તપાસ સારૂ પોલીસ સ્ટેશન તથા અત્રેના જીલ્લાના એલ.સી.બી. તથા એસ.ઓ.જી. શાખાના પોલીસ કર્મીઓની ટીમ તાત્કાલિક તેલંગાણા રાજ્યમાં રવાના કરી સદર ટીમે એક બીજાના સંકલનમાં રહી ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસ દ્વારા સાચુ સરનામુ મેળવી આ કામના આરોપી શીવરાની વા/ઓ મારૂતીકુમાર સ્વામી ડેરીંગલા ઉ.વ. ૩૦ ધંધો- વૈદીક બ્યુટી પાર્લર એન્ડ સ્પા (હીમાયતનગર) રહે. ૪/૩૫, રેડ્ડેમવારીપલ્લી, તાલુપુલા, લક્કાસમુદ્રમ પોસ્ટ- લક્કાસમુદ્રમ, સત્ય સાઇ (આંધ્રપ્રદેશ) પીન નં.૫૧૫૫૪૧ હાલ રહે. મકાન નં.૧૦-૧-૧૧/૮૪ અલ્લાડી, પેન્ટયાનગર, વેસ્ટ મારડપલ્લી, શ્રી પદમાવતી મેડીકલ શોપ બાજુમાં, ઇશ્વર યાદવ ના મકાનમાં ભાડેથી સિકંદરાબાદ જી.હૈદરાબાદ રાજ્ય –તેલંગાણા પી નં.૫૦૦૦૨૬ વાળીને તેલંગાણા થી યોગ્ય પોલીસ જાપ્તા સાથે લઇ આવી તા.૩૦/૦૪/૨૦૨૬ ના ક.૧૯/૩૦ વાગે દાંતા મુકામે અટક કરી મુદત અંદર શ્રી એ.આર.ત્રિવેદી છઠ્ઠા એડીશનલ ચીફ.જયુડી.મેજી.સા.શ્રી ની પાલનપુર કોર્ટમાં પ્રોડકશન રીપોર્ટ તથા રીમાન્ડ રીપોર્ટ સાથે રજુ કરતાં નામદાર કોર્ટ ગુનાની ગંભીરતા જોઇ અને સદર આરોપીને તા.૦૪/૦૫/૨૦૨૬ ના કલાક ૧૭/૦૦ સુધી પોલીસ કસ્ટડી રીમાન્ડ હેઠળ સોપેલ છે અને સદર આરોપી હાલમાં પોલીસ કસ્ટડી રીમાન્ડ હેઠળ છે
ત્યાર બાદ પોતાની માનવતા ભુલી પિતૃધર્મ ઓળંગી પોતાની નવજાત બાળકીને જન્મ બાદ તરત વેચી નાખનાર દિકરીના પિતા દિનેશભાઇ સ/ઓ ભગાભાઇ ઓદાભાઇ જાતે-રાઠોડ (આદીવાસી) ઉ.વ.૨૫ ધંધો.ખેતમજુરી રહે.કાંસા(વાગોડ) તા.દાંતા જી.બનાસકાંઠાવાળાને ગુનો દાખલ થયેલ ત્યારથી દાંતા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વોચ રાખી હ્યમન સોર્સિસથી ખુબજ ટુંકાગાળામાં ઝડપી પાડી તા.૦૧/૦૫/૨૦૨૬ ના કલાક ૧૯/૩૦ વાગે દાંતા મુકામે અટક કરી મુદત અંદર શ્રી એ.આર.ત્રિવેદી છઠ્ઠા એડીશનલ ચીફ.જયુડી.મેજી.સા.શ્રી ની પાલનપુર કોર્ટમાં પ્રોડકશન રીપોર્ટ તથા રીમાન્ડ રીપોર્ટ સાથે રજુ કરતાં નામદાર કોર્ટ ગુનાની ગંભીરતા જોઇ અને સદર આરોપીને તા.૦૫/૦૫/૨૦૨૬ ના કલાક ૧૭/૦૦ સુધી પોલીસ કસ્ટડી રીમાન્ડ હેઠળ સોપેલ છે અને સદર આરોપી હાલમાં પોલીસ કસ્ટડી રીમાન્ડ હેઠળ છે
આમ આ ગુનો નોંધાયા ના દસેક દિવસમાં પોલીસ દ્વારા ગુનાને અંજામ આપનાર આરોપીઓને દિવસ રાત મહેનત કરી દાંતા પોલીસ તથા અત્રેના જીલ્લાના એલ.સી.બી. તથા એસ.ઓ.જી. શાખાના પોલીસ કર્મીઓના સંકલનમાં રહી તમામ આરોપીઓ સુધી પહોચી ધરપકડ કરવામાં આવેલ છે.
નવજાત બાળકી વેચનાર પીતા-
(૧) દિનેશભાઇ સ/ઓ ભગાભાઇ ઓદાભાઇ જાતે-રાઠોડ(આદીવાસી) ઉ.વ.૨૫ ધંધો.ખેતમજુરી
રહે.કાંસા(વાગોડ) તા.દાંતા જી.બનાસકાંઠાનવજાત
બાળકીના વેચાણમાં મદદ કરનાર લોકલ એજન્ટ-
(૧) શૈલેષભાઇ લાડુભાઇ જાતે-ગમાર (આદીવાસી) ઉવ.૨૨ ધંધો.ખેતમજુરી રહે.વાગોડ (કાંસા) તા.દાંતા
જી.બનાસકાંઠા
(૨) પાબુ ઉર્ફે બાબુ મુંગળાભાઇ મેતાભાઇ જાતે.ભગોરા ઉ.વ.૪૫ ધંધો.ખેતીકામ રહે.ખાપરા તા.અમીરગઢ જી.બનાસકાંઠા નવજાત
બાળકીના વેચાણમાં મદદ કરનાર એજન્ટ તેમજ નવજાત બાળકી હૈદરાબાદ લઇ જનાર –
(૧) કાયદાના સંઘર્ષમા આવેલ કિશોર રામ
(૨) કાયદાના સંઘર્ષમા આવેલ કિશોરી ક્રિષ્ના
નિસંતાન માતાપીતાની માહિતી એકઠી કરી મુખ્ય આરોપી સુધી માહિતી પહોચાડનાર એજન્ટો હૈદરાબાદ
(૧) કાસારાપુ તિરુપથી સ/ઓ કાસારાપુ માલૈયા કાસારાપુ કોમારૈયા ધંધો.માર્કેટીંગ હાલ રહે.જાગીતીયાલ,LLG કોમ્પ્લેક્ક્ષ, બાયપાસ તા.જી.જાગીતીયાલ (તેલંગણા)
(૨) ગંગાધર સ/ઓ ગંગારાજમ એરાઇહ જાતે કૈલેટી ઉવ.૪૭ ધંધો. દવાખાનામાં કંપાઉન્ડર રહે.૧-૫૦/૧(બી),મદુતલ્લા,મલીયાલ,કરીમનગર જી.જગતીયાલ, આંધ્ર પ્રદેશ
નવજાત બાળકોને નિસંતાન માતાપીતાઓને વેચાણમાં મદદ કરનાર મુખ્ય આરોપીઓ હૈદરાબાદ-
(૧). બોદાશુ નાગારાજુ ઉર્ફે મુરગન સ/ઓ બોદાશુ વેકંટી ગટેયા ઉ.વ.૩૨ ધંધો.ડાઇવર રહે.નૌગામબસ્તી જીઓ ટાવરની બાજુમાં, સીરપુર કાગજનગર જી.કોમરામ ભીમ આસીફાબાદ (તેલંગાણા) 504292 ’
(૨). રાની વા/ઓ વેંકટ રામારાવ વિરન્ના સીરીગીરી ઉ.વ.૪૩ ધધો.ઘરકામ રહે.મકાન નં.૧૧/૩, શિવારૂન કોલોની, વેસ્ટ મારેડપલ્લી, સિકંદરાબાદ જી.હૈદરાબાદ રાજ્ય –તેલંગાણા
(૩). શીવરાની વા/ઓ મારૂતીકુમાર સ્વામી ડેરીંગલા ઉ.વ. ૩૦ ધંધો- વૈદીક બ્યુટી પાર્લર એન્ડ સ્પા (હીમાયતનગર) રહે.મકાન નં.૧૦-૧-૧૧/૮૪ અલ્લાડી, પેન્ટયાનગર, વેસ્ટ મારડપલ્લી, શ્રી પદમાવતી મેડીકલ શોપ બાજુમાં, ઇશ્વર યાદવ ના મકાનમાં ભાડેથી સિકંદરાબાદ જી.હૈદરાબાદ રાજ્ય –તેલંગાણા પી નં.૫૦૦૦૨૬
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓની વિગત:-
૧. એસ.ડી.ચૌધરી પોલીસ ઇન્સપેકટર દાંતા પોલીસ સ્ટેશન
૨. રતનસિંહ મદજી એ.એસ.આઇ દાંતા પોલીસ સ્ટેશન
૩. ગોવિંદભાઇ ધનરાજભાઇ અ.હેડ.કોન્સ દાંતા પોલીસ સ્ટેશન
૪. વિક્રમભાઇ કાનજીભાઇ અ.હેડ.કોન્સ દાંતા પોલીસ સ્ટેશન
૫. કનોજકુમાર મણીલાલ અ.હેડ.કોન્સ દાંતા પોલીસ સ્ટેશન
૬. ધિરેનકુમાર મણીલાલ આ.પો.કોન્સ. દાંતા પોલીસ સ્ટેશન
૭. જીલ્લાના એલ.સી.બી તથા એસ.ઓ.જી શાખાના સ્ટાફ
રિપોર્ટર અમિત પટેલ અંબાજી








