![]()
વડોદરા,બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ની એપેક્સ કાઉન્સિલની બેઠક આજ રોજ મળી હતી, જેમાં તા.૧૧ નવેમ્બરે એજીએમ રાખવાનું નક્કી કરાયું હતું.
એપેક્સ કાઉન્સિલના સભ્યોએ સામાન્ય સભ્યોને આજીવન સભ્યોમાં રૃપાંતરિત કરવાનું જે સૂચન કર્યું, તેને કાઉન્સિલે સર્વાનુમતે આવકાર્યું હતું. જે એજીએમમાં રજૂ કરવાનો નિર્ણય લીધો હતો.
બીસીએએ બે નવા ફિલ્ડિંગ કોચ બાલગણેશ ગૌડ અને વત્સલ ભટ્ટની નિયુક્તિ કરી છે. ગૌડ મુખ્યત્વે સિનિયર મેન્સ ટીમ સાથે કામ કરશે. વત્સલ તમામ ગુ્રપોને સહાયક બનશે.પ્રસાદ રમેશ વૈદ્યને આઇટી એક્ઝિક્યુટિવ તરીકે નિયુક્ત કરાયા છે. યુતિ બક્ષી એક્ઝિક્યુટિવ – મહિલા ક્રિકેટ ઓપરેશન્સ તરીકે જોડાયા છે. તેઓ અગાઉ આઇપીએલમાં ઇન્ટર્ન રહી ચૂક્યા છે.
ખેલાડીઓને કાર્ડિઆક એરેસ્ટ સંબંધી કોઇ કટોકટી ઊભી થાય તો સ્ટેડિયમમાં ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર કિટ દાખલ કરી છે. જે ટીમ ફિઝિયો દ્વારા સંચાલિત રહેશે. ખેલાડીઓનું પરફોર્મન્સ સુધારવામાં મદદરૃપ થાય તેવું એનવીપ્લે વિડીયો એનાલિસિસ સોફ્ટવેર પણ અપનાવ્યું છે. જે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ પણ ઉપયોગમાં લે છે. સિનિયર સિલેક્ટર ઉમંગ પટેલે રાજીનામું આપતા તેમના સ્થાને શશાંક જુનેરકર આવશે. ભૂતપૂર્વ રણજી ખેલાડી શેખર જોશી હવે સબ-જુનિયર બોયઝ કેટેગરીની સિલેકશન પેનલમાં જોડાશે.










