![]()
વડોદરા સેન્ટ્રલ બસ ડેપો પર બનેલો બનાવ
વડોદરાઃ બસમાં એકલી જાણીને સગીરાને અડપલાં કરનાર એક આધેડને સગીરાએ પાઠ ભણાવતાં પોલીસ કેસ નહિ કરવા માટે આજીજી કરીને તે પગમાં પડી ગયો હતો.
સારંગપુરથી વલસાડ મામાને ત્યાં વેકેસન માણવા જઇ રહેલી સગીરા બસમાં સીટ શોધતી હતી ત્યારે એક આધેડની પાસે સીટ ખાલી હોવાથી તે ત્યાં બેઠી હતી.જ્યારે સગીરાના પરિવારજનો થોડે દૂર બીજી સીટ પર બેઠા હતા.
સગીરાને એકલી જાણીને આધેડે અડપલાં કરવા માંડતા સગીરાએ વિરોધ કર્યો હતો. આમ છતાં તેણે હરકતો ચાલુ રાખતાં સગીરાએ તેના માતા-પિતાને જાણ કરી હતી. ત્યારબાદ તેણે અભયમને પણ કોલ કર્યો હતો. જેથી વડોદરા ડેપો પાસે અભયમની ટીમે આધેડને અટકમાં લીધો હતો.
પહેલાં તો આધેડે ઊંઘમાં હાથ અડી ગયો હશે તેમ કહીને માફી માગવાનો ઇનકાર કર્યો હતો.પરંતુ ત્યારબાદ અન્ય પેસેન્જરોએ પણ સગીરા સાચી હોવાનું કહેતાં આખરે આધેડે પોલીસ ફરિયાદ નહિ કરવા હાથ જોડીને માફી માગી લેતાં પરિવારે સમાધાન કરી લીધું હતું.










