
– 500 જેટલા બાંગ્લાદેશીઓને સરહદે પકડવામાં આવ્યા
– વિશ્વ હિન્દુ પરિષદના બંધના એલાન પછી ઓડિશાના પાંચ જિલ્લામાં બાંગ્લાદેશીઓ પર પોલીસ ત્રાટકી, 20ની અટકાયત
કોલકાતા : કહેવાય છે કે જે કામ બંદૂક કરી શકતી નથી તે કામ કલમ કરી શકે છે. હાલમાં ચૂંટણીપંચે મતદારયાદી સુધારણા (સર) કાર્યવાહી શરુ કરી તે આ કિસ્સામાં સાચી ઠરી છે. તેના કારણે બંગાળમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરો પલાયન થવા માંડયા છે. બીએસએફે જણાવ્યું હતું કે તેણે પરત જઈ રહેલા આવા ૫૦૦ ઘૂસણખોરો તો પકડયા હતા.










