અમદાવાદ, ગુરુવાર
ઇસનપુરમાં રહેતી મહિલાને ત્રીજા લગ્ન બાદ પણ સુખ પ્રાપ્ત ન થયું અને સહ કર્મચારી સાથે લગ્ન કર્યા પછી પણ મહિલાના જીવનમાં હેરાનગતિ થઇ હતી. જેમાં લગ્નના નવ મહિનામાં મહિલાએ પુત્રને જન્મ આપતા પતિ સહિત સાસરિયા આ આળક મારુ નથી કહીને તકરાર કરીને માર માર્યો હતો. એટલું જ નહી મહિલાએે સાબિત કરવા માટે ડીએનએ ટેસ્ટ કરાવતા બાળકનો પિતાનું હોવાનો રિપોર્ટ આવ્યો હતો તેમ છતાં માનવા તૈયાર થયા ન હતા અને મારઝૂડ કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપીને ૧૧ મહિના પહેલા તગેડી મૂકી હતી. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે પતિ સહિત સાસરીના ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા સાથે નોકરી કરતા યુવક સાથે ત્રીજા લગ્ન કર્યા બાદ પણ હેરાનગતિ પિયરમાં સમધાન કરવા જઇ પિતા અને દિકરી સાથે મારા મારી કરી
નિકોલમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી ૩૨ વર્ષની મહિલાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં નિકોલમાં રહેતા પતિ સહિત સાસરીના ચાર સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિના પ્રથમ લગ્નમાં છૂટાછેડા લીધા હતા બાદમાં બીજા લગ્ન કર્યા પણ પતિનું અવસાન થયું હતું. ત્યારબાદ અઢી વર્ષ પહેલા કંપનીમાં સાથે નોકરી કરતા યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી નિકોલ ખાતે સાસરીમાં રહેવા ગઇ હતી. ત્યારે લગ્નના નવ મહિનામાં જ પુત્રને જન્મ આપ્યો હતો.
જેને લઇને સાસરિયા અને પતિ પત્ની ઉપર શંકા રાખીને આ બાળક અમારુ નથી કહીને માર મારતા હતા. જેથી સાબિત કરવા માટે બાળકનો ડીએનએ ટેસ્ટ પણ કરાવતા રિપોર્ટમાં પણ બાળક તેના પતિનું જ હોવાનું સામે આવ્યું હતું. તેમ છતાં પણ માનવા તૈયાર ન હતા અને બધા ભેગા મળીને ત્રાસ આપવા લાગ્યા હતા. બાદમાં દહેજ બાબતે મેણા-ટોણા મારીને ત્રાસ આપતા હતા અને ૧૧ મહિના પહેલા પિયરમાં મૂકી આવ્યા હતા. જ્યાં સમાધાન માટે ગયા બાદ મહિલા અને તેના પિતા સાથે મારા મારી કરી હતી.










