
મુંબઈ : મુખ્ય ક્રિપ્ટોકરન્સી બિટકોઈનમાં અચાનક આવેલી તેજીને પરિણામે ક્રિપ્ટોમાં મંદીવાળા ઉંઘતા ઝડપાઈ ગયા છે અને જંગી નુકસાની વેઠવી પડી છે. છેલ્લા ૨૪ કલાકમાં મુખ્ય ક્રિપ્ટો બિટકોઈનમાં ૭૫૦૦ ડોલરના ઉછાળા સાથે ભાવ ૧૧૮૦૦૦ ડોલરની સપાટી કુદાવીને નવી ઊંચી સપાટીએ જોવા મળ્યો હતો.
ક્રિપ્ટોકરન્સીમાં હાલમાં કોઈ પોઝિટિવ પરિબળો કરતા અમેરિકન ચલણ ડોલરમાં નબળાઈ ક્રિપ્ટો કરન્સીની વર્તમાન તેજી માટે જવાબદાર હોવાનું એનાલિસ્ટો માની રહ્યા છે. બિટકોઈનમાં એક જ દિવસમાં જંગી ઉછાળાને પરિણામે ક્રિપ્ટોસમાં મંદી વાળા ઝડપાઈ ગયા હતા અને અંદાજે ૧.૧૩ અબજ ડોલરની પોઝિશનને ફરજિયાત લિક્વિડેટ કરવાનો વારો આવ્યો હતો.










