![]()
મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ટેરિફ યુદ્વ ફરી વકરતાં અને ટ્રમ્પ એક પછી એક દેશોને નિશાન બનાવીને મિત્ર, મિત્ર, મિત્ર દેશ કહીને આકરાં ટેરિફ લાદવાનું જાહેર કરતાં રહેતાં વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ ફરી ડહોળાયું છે. બ્રિક્સ દેશો પર વધારાના ૧૦ ટકા ટેરિફ લાદવાનું અને ત્યાર બાદ બ્રાઝિલ પર ૫૦ ટકા ટેરિફ અને તાંબા-કોપરની અમેરિકામાં થતી આયાત પર ૫૦ ટકા ટેરિફ ઝિંકવાનું જાહેર કરનારા ટ્રમ્પે હવે ચાઈના પ્લસ ૧ની પોલિસીને આડેહાથ લઈ વિયેતનામ પર આકરાં ટેરિફ લાદવાનું જાહેર કરતાં અને ભારત સાથેની ટ્રેડ ડિલ ઘોંચમાં પડતાં ભારતીય સરકારી પ્રતિનિધિ મંડળ ફરી વોશિંગ્ટનની મુલાકાત પર જવાના અહેવાલ અને ભારત પર પણ ૩૫ ટકા ટેરિફની અટકળો વચ્ચે આજે સપ્તાહના અંતિમ દિવસે શેરોમાં સાર્વત્રિક ગાબડાં પડયા હતા. ટીસીએસના પરિણામમાં પડકારોને લઈ ચિંતા વ્યક્ત કરાતાં આઈટી શેરોમાં કડાકો બોલાયો હતો. એફએમસીજી, ફાર્મા શેરોમાં પસંદગીની તેજી સિવાય કેપિટલ ગુડઝ-પાવર, ઓઈલ-ગેસ, ઓટોમોબાઈલ શેરોમાં ઓફલોડિંગ થયું હતું. ફોરેન ફંડોની આજે રૂ.૫૧૦૪ કરોડની જગી ચોખ્ખી વેચવાલી થઈ હતી. જેથી સેન્સેક્સ ૬૮૯.૮૧ પોઈન્ટ તૂટીને ૮૨૫૦૦.૪૭ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૦૫.૪૦ પોઈન્ટ ખાબકીને ૨૫૧૪૯.૮૫ બંધ રહ્યો હતો.
ટીસીએસના પરિણામ પાછળ આઈટી શેરોમાં કડાકો : ઝેનસાર, વિપ્રો, ૬૩ મૂન્સ ટેકનોલોજી, રામકો ઘટયા
આઈટી જાયન્ટ ટીસીએસના ગઈકાલે અપેક્ષાથી સારા પરિણામ નફામાં ૬ ટકાની વૃદ્વિ જાહેર થયા છતાં કંપનીએ વૈશ્વિક અનિશ્ચિતતા, જીઓપોલિટીકલ ટેન્શનને લઈ ચિંતા વ્યક્ત કરતાં પડકારોની સ્થિતિએ આજે શેરમાં ફંડોએ મોટું હેમરિંગ કર્યું હતું. શેર રૂ.૧૧૬.૯૦ તૂટીને રૂ.૩૨૬૫.૪૦ રહ્યો હતો. ઝેનસાર ટેકનોલોજી રૂ.૩૦.૪૫ તૂટીને રૂ.૮૧૭.૫૦, વિપ્રો રૂ.૭.૦૫ ઘટીને રૂ.૨૫૮.૦૫, રેટ ગેઈન રૂ.૧૨.૪૫ ઘટીને રૂ.૪૭૦.૬૦, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૨૨.૦૫ ઘટીને રૂ.૧૦૭૮.૯૦, રામકો સિસ્ટમ રૂ.૭.૭૦ ઘટીને રૂ.૩૮૩.૦૫, બ્લેક બોક્સ રૂ.૧૨.૭૫ ઘટીને રૂ.૫૨૧.૧૫, પર્સિસ્ટન્ટ રૂ.૧૦૮.૮૦ તૂટીને રૂ.૫૫૭૨.૪૦, ન્યુક્લિયસ રૂ.૨૪.૧૦ ઘટીને રૂ.૧૧૫૭.૯૦, બિરલા સોફ્ટ રૂ.૮.૧૫ ઘટીને રૂ.૪૧૯.૪૦, ઝેગલ પ્રિપેઈડ રૂ.૭.૦૫ ઘટીને રૂ.૪૧૩.૬૦, લેટેન્ટ વ્યુ રૂ.૭.૨૫ ઘટીને રૂ.૪૩૧.૯૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૬૨૦.૮૧ પોઈન્ટ ગબડીને ૩૭૦૨૮.૪૩ બંધ રહ્યો હતો.
અપોલો ટાયર રૂ.૧૩, મહિન્દ્રા રૂ.૮૭, બજાજ ઓટો રૂ.૨૨૦ તૂટયા : ઓટો ઈન્ડેક્સ ૯૨૧ પોઈન્ટ તૂટયો
ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોએ આજે ફરી મોટું હેમરિંગ કરતાં અનેક શેરોમાં ગાબડાં પડયા હતા. અપોલો ટાયર રૂ.૧૩.૪૫ તૂટીને રૂ.૪૫૮.૭૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૮૬.૮૦ તૂટીને રૂ.૩૦૭૪.૯૫, ટીવીએસ મોટર રૂ.૭૭.૪૦ તૂટીને રૂ.૨૭૫૨.૯૫, બજાજ ઓટો રૂ.૨૧૯.૫૦ તૂટીને રૂ.૮૦૬૦.૩૫, હીરો મોટોકોર્પ રૂ.૧૦૯.૨૪ તૂટીને રૂ.૪૨૧૧.૧૫, ટાટા મોટર્સ રૂ.૧૩.૯૦ ઘટીને રૂ.૬૮૧.૬૦, ભારત ફોર્જ રૂ.૧૯.૯૦ ઘટીને રૂ.૧૨૧૪.૦૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૯૨૧.૪૩ પોઈન્ટ તૂટીને ૫૨૫૬૧.૭૮ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં સતત ધોવાણ : પાવર ઈન્ડિયા રૂ.૮૮૮ તૂટયો : કેઈન્સ, કાર્બોરેન્ડમ, મઝગાંવ તૂટયા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ સતત ધોવાણ વધતું જોવાયું હતું. પાવર ઈન્ડિયા રૂ.૮૮૮.૧૦ તૂટીને રૂ.૧૮,૫૮૧.૦૫, કેઈન્સ રૂ.૧૭૩ તૂટીને રૂ.૫૯૯૪.૩૫, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૨૭.૪૦ તૂટીને રૂ.૯૭૦.૨૫, મઝગાંવ ડોક રૂ.૮૯.૦૫ ઘટીને રૂ.૩૧૭૩.૪૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૩૩.૪૫ તૂટીને રૂ.૮૬૬૪.૧૦, સિમેન્સ રૂ.૭૭.૩૫ ઘટીને રૂ.૩૧૧૫.૧૫, એબીબી ઈન્ડિયા રૂ.૧૩૯.૪૫ ઘટીને રૂ.૫૭૫૧.૮૫, ટીટાગ્રહ રૂ.૨૦.૨૦ ઘટીને રૂ.૯૨૯.૬૦, કેઈઆઈ રૂ.૮૭.૨૫ ઘટીને રૂ.૩૬૧૧.૩૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૬૮.૪૮ પોઈન્ટ ગબડીને ૭૦૯૬૭.૦૪ બંધ રહ્યો હતો.
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ શેરોમાં ફંડો વેચવાલ : ગેઈલ, પેટ્રોનેટ એલએનજી, બીપીસીએલ ઘટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ફરી મજબૂતી અને બીજી તરફ ટ્રમ્પ ટેરિફ યુદ્વના પરિણામે ભારતની રશીયા, ઈરાન સહિતના દેશોથી થતી ક્રુડની આયાત અંકુશિત બનવાની શકયતાએ ફંડોએ ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી કરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જિયોની લિસ્ટિંગ યોજના પાછી ઠેલાયાના અહેવાલોની સતત નેગેટીવ અસરે શેર રૂ.૨૨.૩૫ ઘટીને રૂ.૧૪૯૪.૮૫ રહ્યો હતો. ગેઈલ ઈન્ડિયા રૂ.૩.૭૫ ઘટીને રૂ.૧૮૧.૯૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૫.૪૫ ઘટીને રૂ.૨૯૯.૮૫, બીપીસીએલ રૂ.૫.૮૫ ઘટીને રૂ.૩૪૪.૮૫,એચપીસીએલ રૂ.૫.૪૫ ઘટીને રૂ.૪૩૫.૭૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૫૯.૯૫ પોઈન્ટ ગબડીને ૨૭૮૦૨.૯૬ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર શેરોમાં તેજીનો વેપાર ખંખેરાયો : અંબર રૂ.૨૮૦ તૂટી રૂ.૭૪૬૫ : ક્રોમ્પ્ટન, બાટા ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ સતત તેજીનો વેપાર ખંખેરાતાં નરમાઈ જોવાઈ હતી. અંબર રૂ.૨૮૦.૮૦ તૂટીને રૂ.૭૪૬૫.૩૦, ક્રોમ્પ્ટન રૂ.૮.૩૫ ઘટીને રૂ.૩૩૫.૪૫, બાટા ઈન્ડિયા રૂ.૨૩.૪૦ ઘટીને રૂ.૧૨૩૮.૧૦, ટાઈટન કંપની રૂ.૫૯.૧૦ ઘટીને રૂ.૩૩૫૮.૯૫, કલ્યાણ જવેલર્સ રૂ.૫.૩૦ ઘટીને રૂ.૫૮૨.૨૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૭૦.૭૫ ઘટીને રૂ.૧૫,૭૭૬.૧૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૫૪૬.૦૫ પોઈન્ટ ઘટીને ૫૯૪૯૧.૦૮ બંધ રહ્યો હતો.
આઈડીએફસી ફર્સ્ટ બેંક, ફેડરલ, એચડીએફસી બેંકમાં પ્રોફિટ બુકિંગ : ઈરેડા, જીઓજીત, નોર્થન આર્ક ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ થયું હતું. આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૪૭ ઘટીને રૂ.૭૫.૧૭, ફેડરલ બેંક રૂ.૩.૪૫ ઘટીને રૂ.૨૦૭.૩૫, એચડીએફસી બેંક રૂ.૨૨.૯૦ ઘટીને રૂ.૧૯૮૩.૫૫ રહ્યા હતા. ફાઈનાન્શિયલ સર્વિસિઝ, અન્ય બેંકિંગ સેરોમાં ઈરેડા રૂ.૯.૬૫ ઘટીને રૂ.૧૬૦, જીઓજીત ફાઈનાન્સ રૂ.૩.૩૨ ઘટીને રૂ.૮૧.૯૭, નોર્થન આર્ક રૂ.૯.૨૫ ઘટીને રૂ.૨૪૭.૫૫, એમસીએક્સ રૂ.૨૮૧.૪૫ ઘટીને રૂ.૮૦૪૬.૮૫, કેમ્સ રૂ.૧૧૮.૪૫ ઘટીને રૂ.૪૦૬૯.૪૫, ફાઈવપૈસા રૂ.૧૦.૯૦ ઘટીને રૂ.૩૯૮.૯૫, પૂનાવાલા ફિન રૂ.૧૨.૩૦ ઘટીને રૂ.૪૫૪.૯૫, એસબીઆઈ કાર્ડ રૂ.૨૩.૧૦ ઘટીને રૂ.૯૧૨.૯૦, પ્રુડેન્ટ રૂ.૫૭.૭૦ ઘટીને રૂ.૨૬૪૧.૮૦ રહ્યા હતા.
ગ્લેનમાર્ક રૂ.૨૭૬ વધીને રૂ.૨૧૮૧ : વોખાર્ટ, ન્યુલેન્ડ લેબ, કોહાન્સ, સોલારા, જીપીટી હેલ્થમાં આકર્ષણ
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે પસંદગીની ખરીદી રહી હતી. ગ્લેનમાર્ક રૂ.૨૭૬.૪૦ વધીને રૂ.૨૧૮૧.૫૫, જીપીટી હેલ્થ રૂ.૧૨.૯૦ વધીને રૂ.૧૭૫.૮૦, સોલારા રૂ.૪૧.૩૫ વધીને રૂ.૬૬૩.૮૫, સેનોરેસ રૂ.૨૧.૧૦ વધીને રૂ.૬૦૯.૮૫, વોખાર્ટ રૂ.૫૯.૫૫ વધીને રૂ.૧૭૫૬.૭૫, ન્યુલેન્ડ લેબ રૂ.૪૦૩.૯૫ વધીને રૂ.૧૨,૩૦૬, કોહાન્સ રૂ.૨૬.૪૦ વધીને રૂ.૧૦૨૧.૯૦, સન ફાર્મા એડવાન્સ રૂ.૩.૫૦ વધીને રૂ.૧૫૯.૪૫ રહ્યા હતા.
હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૧૧૧ ઉછળી રૂ.૨૫૨૦ : કયુપિડ, વીએસટી, ગ્લોબસ સ્પિરીટ, ઈઆઈડી વધ્યા
સારા ચોમાસાની પોઝિટીવ અસરે એફએમસીજી શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૧૧૧.૦૫ વધીને રૂ.૨૫૨૦.૧૦, વીએસટી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૭.૩૦ વદીને રૂ.૨૯૮.૨૫, ઈઆઈડી પેરી રૂ.૪૧.૩૦ વદીને રૂ.૧૧૫૨.૦૫, ગ્લોબસ સ્પિરીટ રૂ.૪૬.૬૫ વધીને રૂ.૧૦૦૭.૨૫, દાલમિયા સુગર રૂ.૭.૪૫ વધીને રૂ.૪૦૨.૬૦, ગોદરેજ એગ્રો રૂ.૧૧.૫૦ વધીને રૂ.૭૮૦.૪૫, અવધ સુગર રૂ.૬.૦૫ વધીને રૂ.૫૦૨.૩૫ રહ્યા હતા.
ફંડો, ખેલંદાઓની ધૂમ વેચવાલીએ સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક કડાકો બોલાયો : ૨૫૧૬ શેરો નેગેટીવ
ફંડો, ઓપરેટરો, ખેલંદાઓ સાથે હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક વેચવાલ બનતાં કડાકો બોલાઈ ગયો હતો. જેથી માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૬૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૧૬ અને વધનારની સંખ્યા ૧૫૦૩ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૫૬ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૬.૬૯ લાખ કરોડ
શેરોમાં આજે વ્યાપક વેચવાલીએ મોટા ગાબડાં પડતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૫૬ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૬.૬૯ લાખ કરોડ રહ્યું હતું.
FPIs/FIIની કેશમાં રૂ.૫૧૦૪ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૩૫૫૮ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે શુક્રવારે શેરોમાં કેશમાં રૂ.૫૧૦૪.૨૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૧,૯૯૮.૫૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૧૦૨.૭૮ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૩૫૫૮.૬૩ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી.










