gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બિન ખેતી (NA)ની મંજૂરી વખતે કલેક્ટર જમીનના ટાઈટલની તપાસ ના કરી શકેઃ ગુજરાત હાઈકોર્ટ | Gujarat High C…

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
બિન ખેતી (NA)ની મંજૂરી વખતે કલેક્ટર જમીનના ટાઈટલની તપાસ ના કરી શકેઃ ગુજરાત હાઈકોર્ટ | Gujarat High C…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat High Court on Land NA: ગુજરાત હાઈકોર્ટે જમીનના બિન ખેતી (NA) ઉપયોગ માટે પરવાનગી આપવા સંબંધિત એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે જમીન રેવન્યુ કોડની કલમ 65 હેઠળ એનએ પરવાનગી માટે અરજીનું મૂલ્યાંકન કરતી વખતે સંયુક્ત અધિકારી (સંબંધિત કલેક્ટર)ને અરજદારના જમીનના માલિકી હક્ક (ટાઈટલ)ની તપાસ કરવાનો કોઈ અધિકારક્ષેત્ર નથી. આદેશ મુજબ, ફક્ત જમીન પર કબજો (ઓક્યુપન્સી) હોવું જ પરવાનગી માટે પર્યાપ્ત ગણાય છે.

શું છે કેસ?

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભયાવદર ગામમાં સર્વે નં. 1332/પૈકી 1/પૈકી 1, કુલ 1-19-96 ચો. મી. જમીન ખરીદીને પેટ્રીશનર્સ (અરજદારો)ને રહેણાંક ઉપયોગ માટે NA પરવાનગીની અરજી કરી હતી. તેમના નામે રજિસ્ટર્ડ સેલ ડીડ અને રેવન્યુ રેકોર્ડમાં મ્યુટેશન એન્ટ્રી પણ થયેલી હતી. જો કે, ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર તથા રેવન્યુ વિભાગના સ્પેશિયલ સેક્રેટરી (અપીલ્સ)એ જમીનનો માલિકી હક્ક સ્પષ્ટ ન હોવાના કારણે આ અરજી નકારી હતી. જે બાદ અરજીદારે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

હાઈકોર્ટનો તર્ક

ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે કોર્ટના પૂર્વના નિર્ણયોનો સંદર્ભ આપીને સ્પષ્ટ કર્યું કે, કલમ 65 ફક્ત જમીનના ‘કબજેદાર’ (ઓક્યુપન્ટ) વિશે છે, ‘માલિક’ (ઓનર) વિશે નહીં. પરવાનગી અરજીની તપાસ દરમિયાન અધિકારીની ફરજ માત્ર એ ચકાસવાની છે કે, અરજદાર જમીનનો કાયમી કબજેદાર છે કે નહીં? માલિકી હક્કના જટિલ પ્રશ્નોનું નિરાકરણ સિવિલ કોર્ટની અધિકારક્ષેત્ર હેઠળ આવે છે, રેવન્યુ અધિકારીની નહીં. કોર્ટે નોંધ્યું કે આ જ જમીન માટે પહેલાં (વર્ષ 2008માં) એનએ પરવાનગી મંજૂર થઈ હતી, રાજકોટ શહેરી વિકાસ પ્રાધિકરણ (આરયુડીએ) દ્વારા લેઆઉટ પ્લાન મંજૂર કરવામાં પણ અરજદારોનો માલિકી હક્ક પ્રશ્નાર્થ લેવામાં નહોતો આવ્યો.

જૂના આદેશો રદ કર્યા

ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપતા ડેપ્યુટી કલેક્ટર, ધોરાજી તારીખ 30.05.2015 અને સ્પેશિયલ સેક્રેટરી (અપીલ્સ) તારીખ 05.04.2016ના આદેશો રદ કરી દીધા છે, કારણ કે તેમણે કલમ 65ની મર્યાદા ઓળંગી અધિકારક્ષેત્રનો અતિક્રમણ કર્યો હતો. કોર્ટે સક્ષમ અધિકારીને નિર્દેશ આપ્યો છે કે તેઓ હવે અરજદારોની એનએ પરવાનગીની અરજી પર આ ચુકાદાની પ્રાપ્તિના છ અઠવાડિયા અંદર, કાયદાની મર્યાદામાં રહીને નવો ચુકાદો આપે.

શું થશે લાભ?

આ ચુકાદાથી હજારો નાગરિકોને લાભ થશે જેમણે જમીન ખરીદી છે, પરંતુ માલિકી હકની ઔપચારિકતાઓ અધૂરી રહેવા કે તકરાર હોવાના કારણે N.A. પરવાનગીથી વંચિત રહ્યા છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રેવન્યુ અધિકારીઓએ એનએ અરજીની તપાસ દરમિયાન માત્ર ‘કબજો’ એ જ કસોટી માનવી જોઈએ, માલિકી નહીં. આ ચુકાદો ભૂમિ-વહીવટમાં વધુ પારદર્શિતા અને નાગરિક-હિતૈષી અભિગમને પ્રોત્સાહન મળશે.

આ પણ વાંચો: પોલીસ બેડામાં ફેરફાર: અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા 19 PI અને 41 PSIની આંતરિક બદલી, SPનો હુકમ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
GUJARAT

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

September 24, 2026
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …
GUJARAT

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

September 24, 2026
Next Post
નાણાકીય વર્ષ 2025-26માં ભારત 7.4 ટકાના દરે આગળ વધશે, સરકારી આંકડા જાહેર | India’s GDP estimated to g…

નાણાકીય વર્ષ 2025-26માં ભારત 7.4 ટકાના દરે આગળ વધશે, સરકારી આંકડા જાહેર | India’s GDP estimated to g...

પંચમહાલ: વલ્લવપુરના ખેડૂતે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતીથી સોનું પકવ્યું, ખર્ચ ઘટ્યો અને ઉત્પાદન…

પંચમહાલ: વલ્લવપુરના ખેડૂતે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતીથી સોનું પકવ્યું, ખર્ચ ઘટ્યો અને ઉત્પાદન...

પોલીસ બેડામાં ફેરફાર: અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા 19 PI અને 41 PSIની આંતરિક બદલી, SPનો હુકમ | 19 P…

પોલીસ બેડામાં ફેરફાર: અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા 19 PI અને 41 PSIની આંતરિક બદલી, SPનો હુકમ | 19 P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાંસ ડાઇવર્ટ કરાશે તો વિપક્ષની આંદોલનની ચીમકી | Opposition threatens agitation if Kans is diverted

કાંસ ડાઇવર્ટ કરાશે તો વિપક્ષની આંદોલનની ચીમકી | Opposition threatens agitation if Kans is diverted

1 year ago
ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટની માનવતાભરી પહેલ

ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટની માનવતાભરી પહેલ

8 months ago
જામનગરમાં લાલવાડી વિસ્તારમાં આજે સવારે અકસ્માતે બે ઝુંપડાઓમાં આગ લાગતાં ભારે દોડધામ | Huge stampede …

જામનગરમાં લાલવાડી વિસ્તારમાં આજે સવારે અકસ્માતે બે ઝુંપડાઓમાં આગ લાગતાં ભારે દોડધામ | Huge stampede …

9 months ago
વૃદ્ધાની હત્યામાં પોલીસને હત્યારાનું પગેરૂ મળતું નથી

વૃદ્ધાની હત્યામાં પોલીસને હત્યારાનું પગેરૂ મળતું નથી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News