gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ: વલ્લવપુરના ખેડૂતે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતીથી સોનું પકવ્યું, ખર્ચ ઘટ્યો અને ઉત્પાદન…

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
પંચમહાલ: વલ્લવપુરના ખેડૂતે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતીથી સોનું પકવ્યું, ખર્ચ ઘટ્યો અને ઉત્પાદન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal Farmer Natural Farming: આજના સમયમાં જ્યારે રાસાયણિક ખાતરો અને દવાઓના આડેધડ ઉપયોગથી જમીનનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે અને ખેતી ખર્ચાળ બની રહી છે, ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લવપુર ગામના એક ખેડૂતે નવી રાહ ચીંધી છે. ખેડૂત નરેન્દ્રસિંહ સોલંકીએ ‘ગાય આધારિત પ્રાકૃતિક ખેતી’ અપનાવીને ન માત્ર જમીનની ફળદ્રુપતા વધારી છે, પરંતુ ખર્ચ ઘટાડી આર્થિક રીતે સદ્ધરતા પણ મેળવી છે.

કેવી રીતે થઈ શરૂઆત?

ખેડૂત નરેન્દ્રસિંહ સોલંકી છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અગાઉ તે રાસાયણિક ખેતી કરતા હતા, જેમાં ખાતર અને મોંઘી જંતુનાશક દવાઓ પાછળ મોટો ખર્ચ થતો હતો. રાસાયણિક ખેતીથી જમીન સખત થઈ જતી હતી અને ટ્રેક્ટરથી ખેડ કરવામાં પણ મુશ્કેલી પડતી હતી. આ પરિસ્થિતિથી કંટાળીને તેમણે ‘આત્મા પ્રોજેક્ટ’ હેઠળ પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધી અને ગાય આધારિત ખેતી તરફ વળ્યા.

આ પણ વાંચો: 10 વર્ષમાં જામનગરના સાંસદની મિલકત 130 કરોડ વધી તો પાટિલની ઘટી, વિનોદ ચાવડા ટકાવારીની દ્રષ્ટિએ પ્રથમ : ADR રિપોર્ટ

ઘરઆંગણે તૈયાર કરે છે કુદરતી રસાયણો

દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર સાથે વિવિધ પદાર્થો અને વનસ્પતિ ભેગી કરી નરેન્દ્રસિંહ સોલંકી જીવામૃત, બીજમૃત અને ઘનામૃત જેવા કુદરતી રસાયણો બનાવી ખેતીમાં મબલક ઉત્પાદન અને નફો મેળવી રહ્યાં છે. આ પ્રાકૃતિક ખેતીથી ઘણાં ફાયદા થયા છે, જેમકે જમીનની ફળદ્રુપતામાં વધારો થયો છે. જમીનને પોષક તત્ત્વો ખૂબ સારા મળે છે. ખેતી ઉત્પાદન મળે છે તે સામાન્ય કરતા વધુ અને ગુણવત્તા યુક્ત મળે છે. ઓછા એટલે કે નજીવા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે જેથી આર્થીક સદ્ધરતા વધે છે. 

ખેડૂત નરેન્દ્રસિંહ દ્વારા પોતાના ખેતરોમાં પ્રાકૃતિક કૃષિ હેઠળ ઘઉં, મકાઈ, બાજરી, ટામેટા, મરચી, હળદર, બીટ, ચણા, મેથી, પાલક, રીંગણ, ડુંગળી, સહિતની અલગ અલગ જાતની શાકભાજી અને પશુઓ માટે ઘાસચારાની ખેતી કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં ધીમેધીમે સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી પ્રાકૃતિક કૃષિ માટેની યોજનાઓ વિષે પણ માહિતી મેળવી સંબંધિત આત્મા પ્રોજેક્ટ હેઠળ સાધન સહાય પછી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે.  

પ્રાકૃતિક ખેતીના ફાયદા

•ખર્ચમાં ઘટાડો: બિયારણ અને ખાતરનો ખર્ચ શૂન્ય થયો.

•જમીનમાં સુધારો: અળસિયાનું પ્રમાણ વધતા જમીન પોચી અને ફળદ્રુપ બની છે.

•ગુણવત્તાયુક્ત ઉત્પાદન: રાસાયણિક મુક્ત પાક મળવાથી બજારમાં સારી માંગ રહે છે.

•આર્થિક સદ્ધરતા: ઓછો ખર્ચ અને વધુ ઉત્પાદન મળવાથી નફામાં મોટો વધારો થયો છે.

અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત

વલ્લવપુર ગામના ખેડૂત નરેન્દ્રસિંહ માત્ર પોતે જ નહીં, પરંતુ આજુબાજુના ગામના અન્ય ખેડૂતોને પણ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને ‘આત્મા પ્રોજેક્ટ’ની સાધન સહાયનો લાભ લઈને તેઓ આજે એક સફળ ખેડૂત તરીકે ઉભરી આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાસાયણિક ખેતી જમીન અને સ્વાસ્થ્ય બંને બગાડે છે. ગાય આધારિત ખેતી કરવાથી જમીનનું પોષણ જળવાય છે અને ખેડૂત દેવામાંથી મુક્ત થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદેશી દારૂની ૩૪૫૬ બોટલ કિ.રૂ.૬,૨૨,૦૮૦/-સહિત કુલ રૂ.૧૨,૭૨,૦૮૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી…
GUJARAT

વિદેશી દારૂની ૩૪૫૬ બોટલ કિ.રૂ.૬,૨૨,૦૮૦/-સહિત કુલ રૂ.૧૨,૭૨,૦૮૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી…

May 18, 2026
વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશી સામે ખોટા પોલીસ કેસ મુદ્દે કોંગ્રેસનો હોબાળો | Congress creates rucku…
GUJARAT

વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશી સામે ખોટા પોલીસ કેસ મુદ્દે કોંગ્રેસનો હોબાળો | Congress creates rucku…

May 18, 2026
વડોદરાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન | vadodara delhi i…
GUJARAT

વડોદરાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન | vadodara delhi i…

May 18, 2026
Next Post
પોલીસ બેડામાં ફેરફાર: અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા 19 PI અને 41 PSIની આંતરિક બદલી, SPનો હુકમ | 19 P…

પોલીસ બેડામાં ફેરફાર: અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા 19 PI અને 41 PSIની આંતરિક બદલી, SPનો હુકમ | 19 P...

10 વર્ષમાં જામનગરના સાંસદની મિલકત 130 કરોડ વધી તો પાટીલની ઘટી, વિનોદ ચાવડા ટકાવારીની દ્રષ્ટિએ પ્રથમ …

10 વર્ષમાં જામનગરના સાંસદની મિલકત 130 કરોડ વધી તો પાટીલની ઘટી, વિનોદ ચાવડા ટકાવારીની દ્રષ્ટિએ પ્રથમ ...

અમદાવાદમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે ‘સારથી’ હેલ્પલાઇન શરૂ, માત્ર એક મેસેજ પર મળશે મૂંઝવણનો ઉકેલ | Ah…

અમદાવાદમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે 'સારથી' હેલ્પલાઇન શરૂ, માત્ર એક મેસેજ પર મળશે મૂંઝવણનો ઉકેલ | Ah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લીંબાસીની રાઈસ મીલમાં 80 લાખની ઉચાપતમાં 2 આરોપીની ધરપકડ | 2 accused arrested in embezzlement of Rs 8…

લીંબાસીની રાઈસ મીલમાં 80 લાખની ઉચાપતમાં 2 આરોપીની ધરપકડ | 2 accused arrested in embezzlement of Rs 8…

8 months ago
નર્મદા ડેમની જળસપાટીમાં દર કલાકે ૪ સે.મી.નો વધારો | Narmada Dam level increases by 4 cm every hour

નર્મદા ડેમની જળસપાટીમાં દર કલાકે ૪ સે.મી.નો વધારો | Narmada Dam level increases by 4 cm every hour

9 months ago
‘શરિયત વિરોધી કાયદો નામંજૂર’, અમદાવાદમાં AIMIM દ્વારા યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ | AIMIM Protests U…

‘શરિયત વિરોધી કાયદો નામંજૂર’, અમદાવાદમાં AIMIM દ્વારા યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ | AIMIM Protests U…

2 months ago
‘ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો ઇઝરાયલનો ટાર્ગેટ’, NITI આયોગના પૂર્વ CEOનું મોટું નિવેદન | israel tar…

‘ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો ઇઝરાયલનો ટાર્ગેટ’, NITI આયોગના પૂર્વ CEOનું મોટું નિવેદન | israel tar…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News