![]()
90% Of Elected MLAs in Bihar Are Crorepatis: બિહાર વિકસિત રાજ્ય બનવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. તે ત્યારે જ શક્ય બનશે જ્યારે બિહારની સામાન્ય જનતાની સ્થિતિ સુધરશે. તેમાં કેટલા વર્ષો લાગશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ આ વખતે ચૂંટાયેલા 90% ધારાસભ્યો કરોડપતિ છે. તેમની સંખ્યા 218 છે. 2010ની ચૂંટણી બાદ રાજ્યમાં માત્ર 20% ધારાસભ્યો જ કરોડપતિ હતા. 2015ની ચૂંટણી પછી આ સંખ્યા વધીને 67% થઈ ગઈ અને 2020ની ચૂંટણી પછી આ સંખ્યા વધીને 81% થઈ ગઈ હતી.
રાજ્યના તમામ 243 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 9.02 કરોડ છે, જ્યારે 2020માં ચૂંટાયેલા ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 4.32 કરોડ હતી. આ વર્ષે ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી 50% ગ્રેજ્યુએટ છે. ADR અને બિહાર ઈલેક્શન વોચના પ્રતિનિધિ રાજીવ કુમારે શનિવારે આ રિપોર્ટ જારી કર્યો હતો. તેમાં તમામ 243 નવા ચૂંટાયેલા ધારાસભ્યોના સોગંદનામા પર વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
રિપોર્ટ પ્રમાણે 35% ધારાસભ્યો પાસે 5મા ધોરણથી લઈને 12મા ધોરણ વચ્ચેની શૈક્ષણિક લાયકાત છે, જ્યારે 50% ગ્રેજ્યુએટ છે. 5 ધારાસભ્યોએ પોતાની લાયકાત ડિપ્લોમા તરીકે જાહેર કરી છે, જ્યારે સાત વિજેતા ઉમેદવારો સાક્ષર છે. મહત્તમ 59 % (143) ધારાસભ્યો 41-60 વર્ષની વયના છે, જ્યારે 16% (38) ધારાસભ્યો 25-40 વર્ષની વયના છે.
26 % (62) ધારાસભ્યોની ઉંમર 62-80 વર્ષ છે. 243 ધારાસભ્યોમાંથી 12% (29) મહિલા ધારાસભ્ય છે. ગત વિધાનસભામાં તેમની સંખ્યા 11% હતી. રિપોર્ટ પ્રમાણે 243 ધારાસભ્યોમાંથી 130 (53%) ધારાસભ્યોએ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે. 2020માં 241માંથી 163 (68%) ધારાસભ્યોએ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા હતા. નવા ધારાસભ્યોમાં ફોજદારી કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. 102( 42%) ધારાસભ્યોએ પોતાની વિરુદ્ધ ગંભીર ફોજદારી કેસ જાહેર કર્યા છે.
AIMIMના 5 ધારાસભ્યોમાંથી 4 પર ગંભીર ગુનાઓના કેસ
રિપોર્ટ પ્રમાણે ભાજપના 89માંથી 43 (48%), જેડીયુના 85માંથી 23 (27%), આરજેડીના 25માંથી 14 ( 56 %), એલજેપી (રામવિલાસ)ના 19માંથી 10 (53%), કોંગ્રેસના 6માંથી 3 (50%), AIMIMના 5માંથી 4 (80%), રાષ્ટ્રીય લોક મોરચાના 4માંથી 1 (25%) ઉમેદવારોએ પોતાની સામે ગંભીર કેસ જાહેર કર્યા છે.
ધારાસભ્ય કુમાર પ્રણય પાસે સૌથી વધુ સંપત્તિ
ADRના રિપોર્ટ પ્રમાણે મુંગેરના ભાજપના ધારાસભ્ય કુમાર પ્રણય પાસે સૌથી વધુ 1,70,81,95,842 ચલ-અચલ સંપત્તિ છે. બીજી તરફ બીજા નંબર પર મોકામાના JDU ધારાસભ્ય અનંત સિંહ છે, જેમની કુલ સંપત્તિ 1,00,61,73,708 રૂપિયાની ચલ-અચલ સંપત્તિ છે. જ્યારે બરબીઘાના JDU ધારાસભ્ય ડૉ. કુમાર પુષ્પંજય પાસે પાસે 94,53,02,587 રૂપિયાની ચલ-અચલ સંપત્તિ છે.










