gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહાર ચૂંટણી વચ્ચે લાલુ-તેજસ્વી અને રાબડી દેવી સામે કલમ 420 હેઠળ આરોપો ઘડાયા | lalu yadav tejashwi y…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in INDIA
0 0
0
બિહાર ચૂંટણી વચ્ચે લાલુ-તેજસ્વી અને રાબડી દેવી સામે કલમ 420 હેઠળ આરોપો ઘડાયા | lalu yadav tejashwi y…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Land For Job Case and Lalu Family News: બિહારમાં ચૂંટણીનો માહોલ છે અને પહેલા-બીજા તબક્કા માટે નોમિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે વિપક્ષના મહાગઠબંધનના આગેવાન રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેમનો પરિવાર કાનૂની પ્રક્રિયામાં ગુંચવાઈ ગયો છે. લાલુ યાદવ, તેજસ્વી યાદવ અને રાબડી દેવી દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ પહોંચ્યા હતા અને આજે લેન્ડ ફોર જોબ કેસ અને આઈઆરસીટીસી કૌભાંડ મામલે આરોપો નક્કી કરવા મામલે કોર્ટે ચુકાદો સંભળાવ્યો. કોર્ટે લાલુ યાદવના પરિવારને મોટો ઝટકો આપતા કલમ 420 હેઠળ લાલુ, તેજસ્વી અને રાબડી દેવી સામે આરોપો ઘડ્યા છે.

લેન્ડર ફોર જોબ કેસમાં આરોપો નિશ્ચિત કરતાં ચુકાદો 25 ઓગસ્ટના રોજ આપશે. આઈઆરસીટી કૌભાંડમાં પણ આરોપો નિશ્ચિત કરવા પર આજે ચુકાદો આપશે. રાઉજ એવન્યુ કોર્ટની વિશેષ સીબીઆઈ કોર્ટે કહ્યું કે, લાલુ યાદવે ટેન્ડર પ્રક્રિયામાં દખલગીરી કરી હતી. ટેન્ડર પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો હતો. સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે લાલુ યાદવ વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. રાબડી દેવી અને તેજસ્વી યાદવ વિરૂદ્ધ છેતરપિંડી, ભ્રષ્ટાચાર સહિત અનેક કલમો હેઠળ આરોપો નિશ્ચિત થયા છે. કોર્ટે ષડયંત્ર, પદનો દુરૂપયોગ, ટેન્ડર પ્રક્રિયામાં છેતરપિંડીના આરોપોસર લાલુ યાદવ અને તેમના પત્નીને દોષિત ઠેરવ્યા છે.

લેન્ડ ફોર જોબ કૌભાંડ શું છે?

આ કૌભાંડનો સંબંધ લાલુ પ્રસાદ યાદવના 2004 થી 2009 સુધીના કેન્દ્રીય રેલવે મંત્રી તરીકેના કાર્યકાળ સાથે છે. મુખ્ય આરોપ એ છે કે લાલુ યાદવે રેલવે મંત્રી તરીકે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગ્રુપ ‘ડી’ (Group ‘D’) પોસ્ટ પર અમુક વ્યક્તિઓને રેલવેમાં નોકરીઓ આપી હતી. આ નોકરીઓ આપવાના બદલામાં, ઉમેદવારોએ અથવા તેમના પરિવારોના સભ્યોએ તેમની જમીન અથવા સંપત્તિ લાલુ યાદવના પરિવારના સભ્યો (જેમ કે રાબડી દેવી, તેજસ્વી યાદવ, મીસા ભારતી, હેમા યાદવ) અને તેમની સાથે જોડાયેલી કંપનીઓના નામે બજાર કિંમત કરતાં ઘણા ઓછા ભાવે વેચી દીધી અથવા ભેટ (Gift) તરીકે આપી દીધી.

સીબીઆઈ શું કહે છે લેન્ડ ફોર જોબ મામલે?

CBIના જણાવ્યા મુજબ, પહેલા ઉમેદવારોને રેલવેના વિવિધ ઝોનમાં (જેમ કે મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર, હાજીપુર) અવેજી (Substitute) તરીકે ગેરકાયદેસર રીતે ભરતી કરવામાં આવ્યા, અને જ્યારે તેમના પરિવારોએ જમીનના સોદા કર્યા, ત્યારે તેમને પાછળથી નિયમિત કરવામાં આવ્યા હતા. CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આ મામલાની તપાસ કરી રહી છે. EDએ આ કેસમાં મની લોન્ડરિંગના આરોપ હેઠળ લાલુ પરિવારની કરોડોની સંપત્તિ પણ જપ્ત કરી છે.

આઈઆરસીટીસી કૌભાંડ

આ કૌભાંડ પણ લાલુ પ્રસાદ યાદવના રેલવે મંત્રી તરીકેના કાર્યકાળ (2004-2009) સાથે સંબંધિત છે. મુખ્ય આરોપ એ છે કે રેલવેના બે હોટલો (બિહારના રાંચી અને પુરી) ના મેન્ટેનન્સ અને સંચાલનનો ટેન્ડર ખાનગી કંપનીઓને આપવા બદલ ગેરરીતિઓ આચરવામાં આવી હતી. કથિત રીતે, ટેન્ડરની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા જેથી એક ચોક્કસ ખાનગી કંપનીને ફાયદો થાય. આના બદલામાં, લાલુ યાદવના પરિવારને જમીન અથવા અન્ય આર્થિક લાભોના રૂપમાં લાંચ મળી હતી. CBIએ આ મામલે લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવ સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ગુનાહિત કાવતરાના આરોપો હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે.

બિહાર ચૂંટણી વચ્ચે લાલુ-તેજસ્વી અને રાબડી દેવી સામે કલમ 420 હેઠળ આરોપો ઘડાયા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …
INDIA

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …

March 30, 2026
VIDEO: ‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ | CM Yogi Bre…
INDIA

VIDEO: ‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ | CM Yogi Bre…

March 30, 2026
ભારતમાં ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મૂકાશે પ્રતિબંધ? સરકાર લેશે મોટો નિર્ણય | India’s C…
INDIA

ભારતમાં ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મૂકાશે પ્રતિબંધ? સરકાર લેશે મોટો નિર્ણય | India’s C…

March 30, 2026
Next Post
કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં RSS પર પ્રતિબંધ મૂકવાની તૈયારી? કદાવર નેતાના દીકરાના પત્રથી મળ્યા સંકેત | …

કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં RSS પર પ્રતિબંધ મૂકવાની તૈયારી? કદાવર નેતાના દીકરાના પત્રથી મળ્યા સંકેત | ...

દિગ્ગજ નેતાની પ્રેશર પોલિટિક્સ નિષ્ફળ રહી, NDA સીટ વહેંચણીમાં ફક્ત 6 બેઠક મળતા ઝટકો | nda seat shari…

દિગ્ગજ નેતાની પ્રેશર પોલિટિક્સ નિષ્ફળ રહી, NDA સીટ વહેંચણીમાં ફક્ત 6 બેઠક મળતા ઝટકો | nda seat shari...

આવતીકાલે સફાઈકર્મીઓ કરશે હડતાળ, આઉટસોર્સિંગ બંધ કરવા સહિત વિવિધ માગણી | Ahmedabad Sanitation Workers…

આવતીકાલે સફાઈકર્મીઓ કરશે હડતાળ, આઉટસોર્સિંગ બંધ કરવા સહિત વિવિધ માગણી | Ahmedabad Sanitation Workers...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક સિક્કામાં સર્વોદય સોસાયટીમાં પોલીસનો જુગાર અંગે દરોડો : ચાર જુગારીઓ પકડાયા | Police raid…

જામનગર નજીક સિક્કામાં સર્વોદય સોસાયટીમાં પોલીસનો જુગાર અંગે દરોડો : ચાર જુગારીઓ પકડાયા | Police raid…

4 months ago
કેન્દ્ર સરકારનો અન્યાય, ગુજરાત કરતાં અન્ય રાજ્યોને સરકારી ગ્રાન્ટની ધૂમ લહાણી | central government i…

કેન્દ્ર સરકારનો અન્યાય, ગુજરાત કરતાં અન્ય રાજ્યોને સરકારી ગ્રાન્ટની ધૂમ લહાણી | central government i…

7 months ago
રાજકોટમાં માત્ર એક વર્ષમાં એકાદ કરોડનું ડ્રગ્સ પકડાયું | Drugs worth Rs 1 crore seized in Rajkot in …

રાજકોટમાં માત્ર એક વર્ષમાં એકાદ કરોડનું ડ્રગ્સ પકડાયું | Drugs worth Rs 1 crore seized in Rajkot in …

2 months ago
ગુજરાતમાં બે વર્ષમાં 258 સિંહોના કુદરતી અને 64ના અકુદરતી મોત, એક વર્ષમાં 148 ગુમાવ્યાં | Gujarat Rep…

ગુજરાતમાં બે વર્ષમાં 258 સિંહોના કુદરતી અને 64ના અકુદરતી મોત, એક વર્ષમાં 148 ગુમાવ્યાં | Gujarat Rep…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News