gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના 15,666 બાળકોએ ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના 315 શ્લોકના મુખપાઠ કરી રચ્યો ઈતિ…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના 15,666 બાળકોએ ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના 315 શ્લોકના મુખપાઠ કરી રચ્યો ઈતિ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

BAPS Swaminarayan Sanstha: આધુનિક ટેક્નોલોજીના યુગમાં જ્યાં બાળકો ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ તરફ આકર્ષાઈ રહ્યા છે, ત્યાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ‘મુખપાઠ’ પરંપરાને પુનર્જીવિત કરતો એક અનોખો સંકલ્પ પૂર્ણ કર્યો છે. મહંત સ્વામી મહારાજના સંકલ્પને પગલે સંસ્થાના 15,666 બાળકો અને બાળકીઓ માત્ર એક વર્ષમાં સંસ્કૃત ભાષામાં રચાયેલા ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના 315 શ્લોકોનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરીને એક અભૂતપૂર્વ સિદ્ધિ અને સંભવિત વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો છે.

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના 15,666 બાળકોએ ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના 315 શ્લોકના મુખપાઠ કરી રચ્યો ઈતિહાસ 2 - image

મુખપાઠના સંકલ્પની પૂર્તિ

ગત વર્ષે દિવાળી દરમિયાન મહંત સ્વામી મહારાજે સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે આવતી દિવાળી સુધીમાં BAPS બાળસંસ્કાર પ્રવૃત્તિનાં 10,000થી વધુ બાળકો સંસ્કૃતમાં ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથનો મુખપાઠ કરે. આ સંકલ્પને સફળ બનાવવા માટે સંસ્થાની બાળપ્રવૃત્તિ દ્વારા 8500થી વધુ બાળ બાલિકા સેન્ટરો અને 17,500થી વધુ કાર્યકર્તાઓએ એક અભિયાન શરૂ કર્યું હતું. એક વર્ષની મહેનત બાદ સંકલ્પના લક્ષ્યાંક (10,000) કરતાં પણ વધુ એટલે કે કુલ 15,666 બાળ-બાલિકાઓએ આ મુખપાઠ પૂર્ણ કર્યો છે. આ સિદ્ધિ બદલ દિલ્હી સ્થિત ભારતીય કેન્દ્રીય સંસ્કૃત વિશ્વ વિદ્યાલયના કુલપતિએ મહંત સ્વામી મહારાજને અભિનંદન પાઠવ્યા છે.

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના 15,666 બાળકોએ ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના 315 શ્લોકના મુખપાઠ કરી રચ્યો ઈતિહાસ 3 - image

સત્સંગ દીક્ષા ગ્રંથનું મહત્ત્વ

‘સત્સંગ દીક્ષા’ એક અભિનવ સંસ્કૃત-ગુજરાતી ગ્રંથ છે, જેમાં મહંત સ્વામી મહારાજે સનાતન શાસ્ત્રોનો સાર 315 શ્લોકોમાં રજૂ કર્યો છે. આ ગ્રંથ દ્વારા સદાચાર, વ્યસનમુક્તિ, પ્રામાણિકતા, ચારિત્ર્ય, ભક્તિ, સર્વધર્મ સમ-આદર અને રાષ્ટ્રીય ભાવના જેવા નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન જનસમાજમાં કરવામાં આવી રહ્યું છે. લાખો લોકો દરરોજ પોતાના પ્રાતઃક્રમમાં આ ગ્રંથનો પાઠ કરે છે.

આ મુખપાઠ અભિયાનમાં 3 વર્ષથી લઈને 13 વર્ષ સુધીનાં બાળકો અને બાલિકાઓ જોડાયા હતાં. ખાસ કરીને ઘણાં એવાં નાના બાળકો પણ હતાં જેઓ લખી-વાંચી શકતા નહોતા, છતાં પણ તેમણે પોતાની માતાના સહયોગથી માત્ર સાંભળીને શ્લોકો યાદ રાખીને મુખપાઠ પૂર્ણ કર્યો હતો. બાળકોની આ ધગશ બદલ કાર્યકરો અને વાલીઓએ તેમના પગલાં પોતાના હથેળી અને સુશોભિત વસ્ત્રો પર પડાવીને તેમનું અભિવાદન કર્યું હતું.

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના 15,666 બાળકોએ ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના 315 શ્લોકના મુખપાઠ કરી રચ્યો ઈતિહાસ 4 - image

તાલીમ અને પ્રેરણાનું આયોજન

આ યજ્ઞને સફળ બનાવવા માટે સંસ્થાના સંતો અને કાર્યકરોની ટીમે વાલીઓ અને બાળકો માટે નિયમિત પ્રેરણા સભાઓ યોજી હતી. સ્વયંસેવકોને મુખપાઠ કરાવવાની પદ્ધતિ, રિવિઝન ક્યારે અને કેવી રીતે લેવું તેની વિસ્તૃત તાલીમ ઓનલાઈન મિટિંગો દ્વારા આપવામાં આવી હતી.

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના 15,666 બાળકોએ ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના 315 શ્લોકના મુખપાઠ કરી રચ્યો ઈતિહાસ 5 - image

મુખપાઠ યજ્ઞની પૂર્ણાહુતિ

આ મુખપાઠ અભિયાનની પૂર્ણાહુતિ નિમિત્તે મંગળવારે (28મી ઓક્ટોબર) BAPS સ્વામિનારાયણ મંદિર, અમદાવાદ ખાતે BAPS બાળપ્રવૃત્તિ દ્વારા સંતોના માર્ગદર્શન હેઠળ ‘સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાચીન પરંપરાને સજીવન કરનારા કુલ 1500 જેટલા બાળ-બાલિકાઓ આ વૈદિક યજ્ઞમાં જોડાયાં હતાં. BAPS સંસ્થા આજે આત્મ-અનુશાસન અને આધ્યાત્મિક અધ્યયન દ્વારા એવા બાળ-બાલિકાઓને તૈયાર કરી રહી છે, જેઓ માત્ર સમય સાથે આગળ વધતા નથી પણ પોતે સમયને બદલી શકે તેવી ક્ષમતા ધરાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Audience and Critics Hail Debut Director Haris Imtiyaz Khan as the “Biggest Achievement” of Kaali Kh…
GUJARAT

Audience and Critics Hail Debut Director Haris Imtiyaz Khan as the “Biggest Achievement” of Kaali Kh…

November 23, 2026
Amruta’s Saree Brand ‘Amulya By Amruta’ Chosen For The Buzzing Movie – Shraddha Kapoor’s Eetha !
GUJARAT

Amruta’s Saree Brand ‘Amulya By Amruta’ Chosen For The Buzzing Movie – Shraddha Kapoor’s Eetha !

November 23, 2026
Pitch To Get Rich Season 2 teaser crosses 30 million views in 24 hours
GUJARAT

Pitch To Get Rich Season 2 teaser crosses 30 million views in 24 hours

November 23, 2026
Next Post
ભાયલીમાં કોમ્પ્લેક્સના પાર્કિંગમાં કાર નીચેથી 5 ફૂટના મગરનું રેસ્ક્યુ | 5 foot crocodile rescued fro…

ભાયલીમાં કોમ્પ્લેક્સના પાર્કિંગમાં કાર નીચેથી 5 ફૂટના મગરનું રેસ્ક્યુ | 5 foot crocodile rescued fro...

રાજુલા, મહુવા, સુત્રાપાડા જળબંબાકાર; ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ, જાણો ક્યાં કેવા હાલ | Rajula Mah…

રાજુલા, મહુવા, સુત્રાપાડા જળબંબાકાર; ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ, જાણો ક્યાં કેવા હાલ | Rajula Mah...

ઈરાનમાં બંધક બનાવાયેલા 4 ગુજરાતીઓ આખરે મુક્ત થયા, વતન આવવા રવાના | Four Gujarati Kidnapped in Iran 2…

ઈરાનમાં બંધક બનાવાયેલા 4 ગુજરાતીઓ આખરે મુક્ત થયા, વતન આવવા રવાના | Four Gujarati Kidnapped in Iran 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારમાં નીચા મથાળે ખરીદી વધી, સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી પાંચ દિવસ બાદ ફરી 25000 | sense…

શેરબજારમાં નીચા મથાળે ખરીદી વધી, સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી પાંચ દિવસ બાદ ફરી 25000 | sense…

1 year ago
અમદાવાદના શીલજ સર્કલ પાસે ટ્રકે એક્ટિવાને મારી ટક્કર, વિદ્યાર્થીનું ગમખ્વાર અકસ્માતમાં કરૂણ મોત | ah…

અમદાવાદના શીલજ સર્કલ પાસે ટ્રકે એક્ટિવાને મારી ટક્કર, વિદ્યાર્થીનું ગમખ્વાર અકસ્માતમાં કરૂણ મોત | ah…

1 year ago
‘સોનિયા ગાંધી દેશના નાગરિક નહોતા, તો પણ મતદાર યાદીમાં નામ હતું’ ભાજપ નેતાએ શેર કર્યા પુરાવા | Amit M…

‘સોનિયા ગાંધી દેશના નાગરિક નહોતા, તો પણ મતદાર યાદીમાં નામ હતું’ ભાજપ નેતાએ શેર કર્યા પુરાવા | Amit M…

1 year ago
સાબરમતીમાં 1,07,248 ક્યૂસેક પાણી છોડાતા આણંદના 13 ગામને એલર્ટ | Alert issued to 13 villages of Anand…

સાબરમતીમાં 1,07,248 ક્યૂસેક પાણી છોડાતા આણંદના 13 ગામને એલર્ટ | Alert issued to 13 villages of Anand…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News