gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટ્રાફિક મેનેજમેન્ટની સમસ્યા માથાનો દુઃખાવો | Traffic management problem …

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
બીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટ્રાફિક મેનેજમેન્ટની સમસ્યા માથાનો દુઃખાવો | Traffic management problem …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આગામી જાન્યુઆરી મહિનામાં બીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મહિલા પ્રીમિયર લીગ તથા આંતરરાષ્ટ્રીય મેન્સ ઇન્ડિયા-ન્યૂઝિલેન્ડવચ્ચે વનડે મેચ રમાશે ત્યારે વડોદરા – હાલોલ હાઇવે પરથી સ્ટેડિયમ સુધી પહોંચવામાં વાહનચાલકોને સુગમતા માટેનો પ્રશ્ન ચિંતાનો વિષય બન્યો છે. હાલોલ હાઈવે પર વડોદરાના ટોલના કાથી ૮ કિલોમીટરના અંતરે કોટંબી ગામ પાસે આવેલ બીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ૩૫ હજાર પ્રેક્ષકોની ક્ષમતા ધરાવે છે. ઇન્ડિયા-વેસ્ટ ઈન્ડિઝ મહિલા વન-ડે સિરીઝની ૩ મેચમાં ૧૨ હજારથી વધુ પ્રેક્ષકો, ડબલ્યુ.પી.એલ.ની ૬ મેચમાં ૨૨ હજારથી વધુ પ્રેક્ષકો અને ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની ૬ મેચમાં ૨૩હજારથી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

વર્ષ ૨૦૨૬ની મહિલા પ્રીમિયર લીગની તા. ૧૯ જાન્યુઆરીથી પ ફેબ્રુઆરી વચ્ચે કુલ ૧૧ મેચો અહીં યોજાશે. તા.૩ ફેબ્રુઆરીએ એલિમિનેટર અને તા.૫ ફેબ્રુઆરીએ ફાઇનલ પણ અહીં રમાશે. આ મહત્ત્વપૂર્ણ મેચોને લઈ ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અંદાજે ૩૦ હજારથી વધુ પ્રેક્ષકો ઊમટી પડે તેવી શક્યતા છે..

સ્ટેડિયમ ખાતે ૩૦ મીટરનો આરસીસી રોડ હાલમાં પ્રગતિ હેઠળ છે અને ડબલ્યુ. પી.એલ.પહેલાં તૈયાર થઈ જાય તો મોટી રાહત મળશે. જો કે સ્ટેડિયમ સુધી પહોંચવાના માર્ગની સમસ્યા ક્રિકેટ રસિકોમાં ચિંતાનો વિષય બની છે. અગાઉની મેચો દરમિયાન હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાતા અનેક ક્રિકેટ રસિકો મેચમાં મોડા પહોંચ્યા હતા. હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

બીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટ્રાફિક મેનેજમેન્ટની સમસ્યા માથાનો દુઃખાવો 2 - image

મેચ દરમિયાન હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા

બીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની મેચો દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો આવતા હોય છે, પરંતુ વાહનચાલકોને હાઈવેથી સ્ટેડિયમના પ્રવેશદ્વાર તરફ સીધો રસ્તો ન મળતા ૨ કિ.મી. આગળ જઈને યુ-ટર્ન લેવો પડે છે. મેચ દરમિયાન મોટી લાઈનમાં વાહનો આ યુ-ટર્ન લેતા હાઇવે પર બે થી પાંચ કિ.મી. સુધીનો ટ્રાફિક જામ સર્જાય છે.

બીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટ્રાફિક મેનેજમેન્ટની સમસ્યા માથાનો દુઃખાવો 3 - image

સ્ટેડિયમ પહોંચવા રોંગ સાઈડ દોડતા વાહનો

લાંબા ચકરાવાથી બચવા માટે કેટલાક વાહનચાલકો જોખમ ખેડી રોંગ સાઈડ વાહન હંકારે છે. વડોદરા તરફથી લોકો ભણિયારા ગામના અંડરપાસ થઈને સર્વિસ રોડ પર લગભગ ૩ કિ.મી. સુધી રોંગ સાઈડ વાહનો દોડાવે છે. જ્યારે સ્ટેડિયમથી હાલોલ તરફ જતા વાહનો ભણિયારા અંડરપાસનો ઉપયોગ કરવાના બદલે ૨ કિ.મી. સુધી રોંગ સાઈડ વાહના દોડાવીને સામેથી સાચા ટ્રેક પર આવી રહેલા સેંકડો વાહનચાલકોની સુરક્ષા સામે જોખમ ઊભું કરે છે.

બીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટ્રાફિક મેનેજમેન્ટની સમસ્યા માથાનો દુઃખાવો 4 - image

૩૦ મીટર આરસીસી રોડની કામગીરી પૂર્ણતાના આરે

બીસીએ ક્રિકેટ સ્ટેડિયમ સુધી પહોંચવા માટે અગાઉ મછલીપુરા ગામની સામેના ભાગ તરફથી સ્ટેડિયમસુધી જતો ૧ કિ. મી.નો માર્ગ સાંકડો હોવાથી મેચ દરમિયાન ભારે ટ્રાફિક જામસર્જતો હતો. સરકારના નિયમ મુજબ સ્ટેડિયમ માટે ૩૦ મીટર પહોળો માર્ગ ફરજિયાત છે. હાલ હાઈવેથી સ્ટેડિયમતરફનો ૩૦ મીટર આરસીસી રોડની કામગીરી પૂર્ણતાના આરે છે.

પ્રેક્ષકો માટે હંગામી પાર્કિંગની વ્યવસ્થા

સ્ટેડિયમમાં મેમ્બરો સહિતના લોકોની ૫૦૦ જેટલી ગાડીઓ પાર્ક થતા જ પાર્કિંગ ફુલ થઈ જાય છે. પ્રેક્ષકો માટે આઈપીસીએલ સ્ટેડિયમની માફક હંગામી પેઈડપાર્કિંગ વ્યવસ્થા ઊભી કરાય છે. વર્ષ ૨૦૨૪માં ભારત-વેસ્ટઈન્ડિઝ વચ્ચે પ્રથમ ઈન્ટરનેશનલ વિમેન્સ મેચ રમાઈ હતી. તે સમયે મેદાન પાસે ૨.૫૦લાખ ચોરસ ફૂટ જગ્યા પર એક હજાર વાહનો પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…
GUJARAT

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…

May 11, 2026
ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન
GUJARAT

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

May 11, 2026
મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ
GUJARAT

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

May 11, 2026
Next Post
VIDEO: રાજકોટમાં વાયુસેનાનો રોમાંચક એર શો, 8000 ફૂટની ઊંચાઈથી કૂદ્યા જવાનો, શૌર્ય-સ્ટંટ જોઈ લોકો દંગ…

VIDEO: રાજકોટમાં વાયુસેનાનો રોમાંચક એર શો, 8000 ફૂટની ઊંચાઈથી કૂદ્યા જવાનો, શૌર્ય-સ્ટંટ જોઈ લોકો દંગ...

અમદાવાદના સોલામાં ચોંકાવનારી ઘટના: લાવારિસ હાલતમાં 2 ક્લોરિનની બોટલ મળી, લોકોને શ્વાસ લેવામાં તકલીફ …

અમદાવાદના સોલામાં ચોંકાવનારી ઘટના: લાવારિસ હાલતમાં 2 ક્લોરિનની બોટલ મળી, લોકોને શ્વાસ લેવામાં તકલીફ ...

ગેનીબેન ઠાકોરનું દશામાના વ્રતને લઈને ચોંકાવનારું નિવેદન, ઠાકોર સમાજની દીકરીઓને કરી હાંકલ | Banaskant…

ગેનીબેન ઠાકોરનું દશામાના વ્રતને લઈને ચોંકાવનારું નિવેદન, ઠાકોર સમાજની દીકરીઓને કરી હાંકલ | Banaskant...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Budget 2026: શિક્ષણ માટે વિદેશ ગયેલા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ! પૈસા મોકલવા પર લાગતાં ટેક્સમાં ઘટાડ…

Budget 2026: શિક્ષણ માટે વિદેશ ગયેલા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ! પૈસા મોકલવા પર લાગતાં ટેક્સમાં ઘટાડ…

3 months ago
નકલી વિઝા પર લક્ઝમબર્ગ જતાં ગુજરાતના સાત મુસાફરો દુબઈથી ડિપોર્ટ, મુંબઈમાં લેન્ડ થતાં ધરપકડ | seven g…

નકલી વિઝા પર લક્ઝમબર્ગ જતાં ગુજરાતના સાત મુસાફરો દુબઈથી ડિપોર્ટ, મુંબઈમાં લેન્ડ થતાં ધરપકડ | seven g…

10 months ago
ભાવનગર-રાજકોટ ધોરીમાર્ગ પર પડેલા ખાડા અકસ્માત નોતરશે | Potholes on Bhavnagar Rajkot highway will cau…

ભાવનગર-રાજકોટ ધોરીમાર્ગ પર પડેલા ખાડા અકસ્માત નોતરશે | Potholes on Bhavnagar Rajkot highway will cau…

9 months ago
અમદાવાદ ગ્રામ્ય-શહેરમાં ૩૧૦૦ ગુનેગારના ડોઝીયર તૈયાર કરાયા | ahmedabad rural and city police set up d…

અમદાવાદ ગ્રામ્ય-શહેરમાં ૩૧૦૦ ગુનેગારના ડોઝીયર તૈયાર કરાયા | ahmedabad rural and city police set up d…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News