gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બેન્કિંગ ક્ષેત્રે થાપણથી ધિરાણનું પ્રમાણ નવી ઊંચી સપાટીએ | Deposit to credit ratio in banking sector…

G METRO NEWS by G METRO NEWS
January 17, 2026
in Business
0 0
0
બેન્કિંગ ક્ષેત્રે થાપણથી ધિરાણનું પ્રમાણ નવી ઊંચી સપાટીએ | Deposit to credit ratio in banking sector…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના અંતે   દેશના બેન્કિંગ ક્ષેત્રમાં થાપણથી ધિરાણની માત્રા વધી ૮૧.૭૫ ટકા સાથે અત્યારસુધીની   ઊંચી સપાટીએ પહોંચી છે.  થાપણની સરખામણીએ ધિરાણ માગમાં વધારો થતાં થાપણ ઊભી કરવા બેન્કો પર દબાણ આવી ગયાનું માનવામાં આવે છે.

થાપણ સામે ધિરાણ પૂરુ પાડવા પર બેન્કો માટે કોઈ નિયમન નથી આમછતાં કોઈપણ અનપેક્ષિત સ્થિતિને પહોંચી વળાય તેટલા પ્રમાણમાં લિક્વિડિટી જાળવી રાખવા આરબીઆઈ બેન્કોને સૂચના આપતી રહે છે.થાપણની સામે ધિરાણના રેશિઓની ગણતરી કરવામાં થાપણો ઉપરાંત સર્ટિફિકેટસ ઓફ ડિપોઝિટસને ધ્યાનમાં લેવામાં આવે છે. બોન્ડ મારફત ઊભા કરાતા નાણાંને આ ગણતરીમાં લેવાતા નથી. 

બોન્ડસ મારફત ઊભા કરાતા નાણાંને થાપણમાં આવરી લેવામાં આવે તો થાપણથી ધિરાણનું પ્રમાણ નીચું રાખવામાં મદદ મળી શકે છે, એમ એક બેન્કરે જણાવ્યું હતું.બેન્ક થાપણ કરતા અન્ય સાધનોમાં વધુ વળતર મળી રહેતા હોવાથી બચતકારો પોતાની બચત આ સાધનો તરફ વાળી રહ્યા છે. ખાસ કરીને ઈક્વિટીસમાં રોકાણમાં વધારો જોવા મળે છે. સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં પણ બેન્ક થાપણ કરતા વધુ વ્યાજ પ્રાપ્ત થતું હોવાનું જોવા મળે છે.

છેલ્લા એક કરતા ઓછા વર્ષના ગાળામાં રિઝર્વ બેન્કે રેપો રેટ ૧.૨૫ ટકા જેટલો ઘટાડતા ધિરાણ માગમાં વધારો થયો છે. લોન પરના દર નીચે જતા બેન્કોએ પોતાના વ્યાજ માર્જિનને જાળવી રાખવા થાપણ દરમાં ઘટાડો કરવાની ફરજ પડી રહી છે. 

સમાપ્ત થયેલા ૨૦૨૫ના વર્ષમાં બેન્કોની ધિરાણમાં ૧૧.૪૦ ટકા વધારો થયો છે અને થાપણમાં ૧૦.૧૦ ટકા વૃદ્ધિ થવા પામી છે. ૩૧ ડિસેમ્બરના અંતે બાકી પડેલા ધિરાણની રકમ રૂપિયા ૨૦૨ લાખ કરોડ હતી જ્યારે થાપણનો આંક રૂપિયા ૨૪૮.૫૦ લાખ કરોડ રહ્યો હતો. ધિરાણ માગને પહોંચી વળવા બેન્કોએ નાણાં ઊભા કરવા બોન્ડ સહિતના અન્ય ઋણ સાધનો જારી કરવાની ફરજ પડી રહી છે. બેન્કોમાં લિક્વિડિટી પૂરી પાડવા રિઝર્વ બેન્કે તાજેતરમાં વિવિધ પગલાં હાથ ધર્યા હોવાનું જોવા મળ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …
Business

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

March 31, 2026
ભારતીય મસાલાની નિકાસમાં 74 ટકાનો મોટો કડાકો! ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં | india spice expor…
Business

ભારતીય મસાલાની નિકાસમાં 74 ટકાનો મોટો કડાકો! ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં | india spice expor…

March 31, 2026
રૂપિયો vs ડૉલર: કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ | Indian Rupee Hits Al…
Business

રૂપિયો vs ડૉલર: કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ | Indian Rupee Hits Al…

March 31, 2026
Next Post
નડિયાદના મોટા કુંભનાથ, સલુણના અંબે માતા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો | Theft at Mota Kumbhanath…

નડિયાદના મોટા કુંભનાથ, સલુણના અંબે માતા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો | Theft at Mota Kumbhanath...

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ ક્ષેત્રના જે સ્ટાર્ટઅપ્સ આગળ હતા તે હવે પાછળ રહી ગયા | The startups that were…

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ ક્ષેત્રના જે સ્ટાર્ટઅપ્સ આગળ હતા તે હવે પાછળ રહી ગયા | The startups that were...

ભાજપે મુંબઈમાં કેવી રીતે કમાલ કરી બતાવી? જાણો મહાયુતિની જીતના 5 કારણો | how bjp won mumbai 5 reasons…

ભાજપે મુંબઈમાં કેવી રીતે કમાલ કરી બતાવી? જાણો મહાયુતિની જીતના 5 કારણો | how bjp won mumbai 5 reasons...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૈસાની લેતી દેતી મામલે 4 મિત્રોએ મિત્રની હત્યા કરી | 4 friends killed friend over money dispute

પૈસાની લેતી દેતી મામલે 4 મિત્રોએ મિત્રની હત્યા કરી | 4 friends killed friend over money dispute

4 months ago
ટ્યુશન ફી મુદ્દે શાળાઓ મનફાવે ઉઘરાણી કરે છે, પરિપત્ર કરો: ફી કમિટીએ જ સરકારને પત્ર લખવો પડ્યો | Scho…

ટ્યુશન ફી મુદ્દે શાળાઓ મનફાવે ઉઘરાણી કરે છે, પરિપત્ર કરો: ફી કમિટીએ જ સરકારને પત્ર લખવો પડ્યો | Scho…

6 months ago
કચ્છના મુન્દ્રામાં કરૂણ ઘટના: કેનાલમાં ડૂબી જતાં ત્રણ બાળકોના મોત, માતાનો બચાવ | Three children drow…

કચ્છના મુન્દ્રામાં કરૂણ ઘટના: કેનાલમાં ડૂબી જતાં ત્રણ બાળકોના મોત, માતાનો બચાવ | Three children drow…

7 months ago
ઝાલાવાડમાં ૧૫૧ કરોડનું બાકી વીજ બિલ વસૂલવા પીજીવીસીએલ 88 હજાર જોડાણ કાપવાની શરૃઆત | PGVCL starts dis…

ઝાલાવાડમાં ૧૫૧ કરોડનું બાકી વીજ બિલ વસૂલવા પીજીવીસીએલ 88 હજાર જોડાણ કાપવાની શરૃઆત | PGVCL starts dis…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News