
– એલએસીથી એક હજાર કિલો સોનું ગેરકાયદે ઘૂસાડાયું
– ચીન-ભારતના બે નાગરિક માસ્ટરમાઇન્ડ, 10ની અટકાયત ચીનથી ઘૂસાડેલું સોનું લદ્દાખથી દિલ્હી લવાતું હતું
નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચેની સરહદ એલએસી પર સોનાની તસ્કરીના રેકેટનો ખુલાસો થયો છે. આ રેકેટની તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સી ઇડીએ કહ્યું છે કે વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ દરમિયાન ચીન, તિબેટના નાગરિકો અને કેટલાક સ્થાનિક લોકોએ રૂપિયા ૮૦૦ કરોડના એક હજાર કિલો સોનાની તસ્કરી કરી છે.
કેન્દ્રીય એજન્સી ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તે આ ક્રિમિનલ પ્રવૃત્તિમાં ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ કાયદો એટલે કે ફેમા હેઠળ કાર્યવાહી કરી રહી છે.










