![]()
વડોદરાઃ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલે કરેલા રૃ.૨૬.૬૬લાખના દારૃના કેસમાં ફરાર થઇ ગયેલા આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
બોડેલી ખાતે ઓક્ટોબર-૨૦૨૫માં પોલીસે દરોડો પાડી રૃ.૧૪.૪૧ લાખની દારૃની ૬૩૬૪ નંગ બોટલ,૧૫ મોબાઇલ અને ૧૫ બાઇક કબજે કરી કુલ ૨૭ આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો.
ઉપરોક્ત બનાવમાં પૂનમ મનહરભાઇ ભાલીયા(ભાથુજી મહરાજવાળું ફળિયું, સિકંદરપુરા,વાઘોડિયા)ફરાર થઇ ગયો હોવાથી તેની શોધખોળ કરવામાં આવી રહી હતી.આરોપી આજવારોડ પર હોવાની વિગતો મળતાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસને જાણ કરી હતી.










