gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘બ્રહ્મોસ’ ડિપ્લોમસીથી ચીન અને તુર્કીમાં ફફડાટ! જાણો કેવી રીતે ભારત બદલી રહ્યું છે વૈશ્વિક સમીકરણ | …

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in INDIA
0 0
0
‘બ્રહ્મોસ’ ડિપ્લોમસીથી ચીન અને તુર્કીમાં ફફડાટ! જાણો કેવી રીતે ભારત બદલી રહ્યું છે વૈશ્વિક સમીકરણ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Aggressive Defense Diplomacy Shock For China And Turkey : છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની સંરક્ષણ નીતિ અને કૂટનીતિમાં એક મોટો અને આક્રમક બદલાવ આવ્યો છે. ભારતની બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ અને સતત વધી રહેલા સંરક્ષણ નિકાસે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી ચર્ચા જગાવી છે. ચીની સંરક્ષણ નિષ્ણાતોએ ભારતની બ્રહ્મોસ મિસાઇલને ‘આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે ટ્રબલમેકર’  ગણાવી દીધી છે, જ્યારે તુર્કીના મીડિયામાં પણ ભારત દ્વારા તેના વિરોધી દેશોને હથિયારો સપ્લાય કરવા અંગે ભારે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચીનનો ડર : બ્રહ્મોસને કેમ ગણાવી રહ્યું છે ‘ટ્રબલમેકર’?

સાઉથ ચાઇના સી (દક્ષિણ ચીન સાગર) માં ચીનની વિસ્તારવાદી નીતિઓને રોકવા માટે ભારતે એવા દેશોને મજબૂત કરવાનું શરૂ કર્યું છે, જેમને ચીન સાથે સરહદી કે દરિયાઈ વિવાદ છે. સિંગાપોરમાં આયોજિત ‘શાંગરી-લા ડાયલોગ’ માં 30 મે ના રોજ ભારતના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે, વિયેતનામ સાથે બ્રહ્મોસ મિસાઇલનો સોદો ફાઇનલ થઈ ચૂક્યો છે. આ ઉપરાંત, ઇન્ડોનેશિયા સાથે પણ આશરે 450 મિલિયન ડોલરનો બ્રહ્મોસ સોદો અંતિમ તબક્કામાં છે. આ પહેલા ભારત ફિલિપાઇન્સને બ્રહ્મોસ મિસાઇલની પ્રથમ બેચ એપ્રિલ 2024માં અને ત્યારપછીના બેચ 2025 માં મોકલી ચૂક્યું છે. બ્રહ્મોસની સ્પીડ 2.8 મેક એટલે કે અવાજની ગતિ કરતાં અંદાજે 3 ગણી ઝડપી છે અને તે ‘ફાયર એન્ડ ફોરગેટ’ ટેક્નોલોજી પર કામ કરે છે. ફિલિપાઇન્સ, વિયેતનામ અને ઇન્ડોનેશિયા પાસે આ મિસાઇલ આવવાથી ચીની નૌસેના માટે સાઉથ ચાઇના સીમાં પોતાની મનમાની કરવી અત્યંત મુશ્કેલ બની જશે, અને ચીનના ‘9-ડેશ લાઇન’ ના ભ્રામક દાવાઓ પર દબાણ વધશે.

શું છે ચીનનો 9-ડેશ લાઇન (9-Dash Line) દાવો?

નાઇન-ડેશ લાઇન એ દક્ષિણ ચીન સાગરમાં ચીન દ્વારા ખેંચવામાં આવેલી એક વિવાદાસ્પદ U-આકારની કાલ્પનિક રેખા છે. ચીન આ રેખાના આધારે આ દરિયાઈ વિસ્તારના આશરે 90% હિસ્સા પર પોતાનો ઐતિહાસિક અધિકાર હોવાનો દાવો કરે છે, જે ફિલિપાઇન્સ, વિયેતનામ, મલેશિયા અને બ્રુનેઇ જેવા પડોશી દેશોના દરિયાઈ વિસ્તારો સાથે ટકરાય છે. આ રેખા સૌપ્રથમ 1947માં ચીનની કુઓમિન્તાંગ સરકારના નકશામાં ’11-ડેશ લાઇન’ તરીકે દેખાઈ હતી, જેને બાદમાં ઘટાડીને 9 કરી દેવાઈ હતી. બ્રહ્મોસની ચોકસાઈ અને મારક ક્ષમતા આ વિસ્તારમાં ચીનના એકતરફી સૈન્ય સંતુલનને તોડી પાડવા સક્ષમ છે.

કાશ્મીર રાગ અલાપતા તુર્કીની ‘દુખતી નસ’ પર ભારતનો પ્રહાર

તુર્કી લાંબા સમયથી કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનનું ખુલ્લું સમર્થન કરતું આવ્યું છે. આના જવાબમાં ભારતે કૂટનીતિક રીતે તુર્કીના દુશ્મન દેશો આર્મેનિયા, ગ્રીસ અને સાયપ્રસને સૈન્ય રીતે મજબૂત કરવાનું શરૂ કર્યું છે.

વર્ષ 2020માં નાગોર્નો-કરાબાખ યુદ્ધ પછી ભારત આર્મેનિયાનો સૌથી મોટો હથિયાર સપ્લાયર દેશ બની ગયો છે. બંને દેશો વચ્ચે આશરે 2 અબજ ડોલરના સોદા થયા છે, જેમાં Akash SAM મિસાઇલ, Pinaka MLRS રોકેટ લોન્ચર, ATAGS તોપો, Swathi રડાર અને એન્ટી-ડ્રોન સિસ્ટમ સામેલ છે.

ભારતના એક-એક દાવથી તુર્કીને મોટું નુકસાન

દેશ                              ભારતનો સહયોગ / હથિયાર                                            તુર્કી પર તેની અસર

આર્મેનિયા             પિનાકા રોકેટ લોન્ચર, સ્વાતિ રડાર અને આર્ટિલરી ગન.        આર્મેનિયાનો સીધો વિવાદ અઝરબૈજાન સાથે છે, જેને તુર્કીનું સૈન્ય સમર્થન છે. ભારતના હથિયારોથી તુર્કી- અઝરબૈજાન ગઠબંધનના હોશ ઊડી ગયા છે.

ગ્રીસ         સંયુક્ત સંરક્ષણ અભ્યાસ અને સૈન્ય સહયોગમાં મોટો વધારો.      ભૂમધ્ય સાગરમાં ગ્રીસ અને તુર્કી કટ્ટર હરીફ છે. ગ્રીસનો સાથ આપીને ભારત તુર્કીને ઘેરી રહ્યું છે.

સાયપ્રસ       સંરક્ષણ કરારો પર હસ્તાક્ષર અને સંપૂર્ણ કૂટનીતિક સમર્થન. તુર્કીએ ઉત્તરી સાયપ્રસ પર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. ભારત સાયપ્રસની સાર્વભૌમત્વનું જોરદાર સમર્થન કરે છે.

તુર્કીના મીડિયા અને વિશ્લેષકોમાં ભારતના આ પગલાંને લઈને ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. તેમનું માનવું છે કે ભારત હવે પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે સાથ આપવાની કિંમત સીધી તુર્કી પાસેથી વસૂલ કરી રહ્યું છે. ભારતની આ નવી વિદેશ નીતિ સ્પષ્ટ સંદેશ આપે છે કે, જે દેશો ભારતના હિતોની વિરુદ્ધ બોલશે, ભારત હવે તેમના પડોશીઓ અને દુશ્મનોને સૈન્ય રીતે સક્ષમ બનાવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જમ્મુ-કાશ્મીરમાં મોટી કુદરત આફત : કિશ્તવાડમાં બે જગ્યાએ વાદળ ફાટ્યા, હાઈવે બંધ, સેંકડો મુસાફરો ફસાયા…

જમ્મુ-કાશ્મીરમાં મોટી કુદરત આફત : કિશ્તવાડમાં બે જગ્યાએ વાદળ ફાટ્યા, હાઈવે બંધ, સેંકડો મુસાફરો ફસાયા...

લોન મોંઘી થશે કે EMIમાં મળશે રાહત? 3થી 5 જૂન RBI યોજાશે મહાબેઠક, આ 3 ફેરફારોની આશા | RBI MPC Meeting…

લોન મોંઘી થશે કે EMIમાં મળશે રાહત? 3થી 5 જૂન RBI યોજાશે મહાબેઠક, આ 3 ફેરફારોની આશા | RBI MPC Meeting...

અમદાવાદ : પિતાના મોત બાદ કળિયુગી બન્યા પુત્રો, લાખો રૂપિયા-સોનાની વિંટીઓ પડાવી માતાને કાઢી મૂકી | Iw…

અમદાવાદ : પિતાના મોત બાદ કળિયુગી બન્યા પુત્રો, લાખો રૂપિયા-સોનાની વિંટીઓ પડાવી માતાને કાઢી મૂકી | Iw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય વાયુસેનાના વિમાન પર ચાલુ ઉડાને ‘સાયબર એટેક’, જાણો ‘GPS સ્પૂફિંગ’ શું છે | Indian air force pl…

ભારતીય વાયુસેનાના વિમાન પર ચાલુ ઉડાને ‘સાયબર એટેક’, જાણો ‘GPS સ્પૂફિંગ’ શું છે | Indian air force pl…

1 year ago
સેન્સેકસ 446 પોઈન્ટ ઉછળી 85632 | Sensex rises 446 points to 85632

સેન્સેકસ 446 પોઈન્ટ ઉછળી 85632 | Sensex rises 446 points to 85632

8 months ago
રૂપિયાના રક્ષણ માટે RBIની નવી વિદેશી હૂંડિયામણ મર્યાદાથી બેંકો ચિંતિત | Banks worried about RBI’s ne…

રૂપિયાના રક્ષણ માટે RBIની નવી વિદેશી હૂંડિયામણ મર્યાદાથી બેંકો ચિંતિત | Banks worried about RBI’s ne…

4 months ago
‘એન્જિન ખરાબ નહોતું, મેન્ટેનન્સ કર્યું હતું’, અમદાવાદ પ્લેન ક્રેશના રિપોર્ટ પર એર ઇન્ડિયાના CEOની પ્…

‘એન્જિન ખરાબ નહોતું, મેન્ટેનન્સ કર્યું હતું’, અમદાવાદ પ્લેન ક્રેશના રિપોર્ટ પર એર ઇન્ડિયાના CEOની પ્…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News