gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બ્રાન્ડેડ-જેનરિક દવામાં ડિસ્કાઉન્ટ અને પેકિંગ પર બેફામ કિંમત છાપી ગરીબ દર્દીઓને ખંખેરતા દવાના વેપારી…

G METRO NEWS by G METRO NEWS
June 20, 2026
in GUJARAT
0 0
0
બ્રાન્ડેડ-જેનરિક દવામાં ડિસ્કાઉન્ટ અને પેકિંગ પર બેફામ કિંમત છાપી ગરીબ દર્દીઓને ખંખેરતા દવાના વેપારી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Branded vs Generic Medicines: જેનરિક દવાના ભાવ નક્કી કરવા માટેની કોઈ જ ફોર્મ્યુલા ન હોવાથી તેના પર બેફામ છૂટક વેચાણ કિંમત છાપીને દવા બનાવતી કંપનીઓ, દવાના હોલસેલર્સ અને કેમિસ્ટ મળીને બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. પરિણામે દવાના બજારમાં દર્દીઓ લૂંટાઈ રહ્યા છે. સામાન્ય રીતે જેનરિક દવા બનાવતી કંપનીઓ તેમના ઉત્પાદન ખર્ચ સહિતના દરેક ખર્ચ ઉપર 100% માર્જિન ચઢાવીને તથા તેમાં હોલસેલર્સના 10% અને રીટેઇલર્સના 20% ગણીને મન ફાવે તે મહત્તમ છૂટક કિંમત છાપી દે છે. દવાના પેકિંગ પર છાપેલી છૂટક વેચાણ કિંમત પર પર 50%થી 75% ડિસ્કાઉન્ટ આપ્યા પછી પણ દર્દીએ વાસ્તવમાં 50%થી 200% વધુ કિંમત ચૂકવી રહ્યા છે. હવે તો આ ડિસ્કાઉન્ટ પણ ન આપવાનો ગુજરાતના કેમિસ્ટોએ નિર્ણય લઈને લોકોને સાવ જ ખંખેરી લેવાનો કારસો રચ્યો છે.

300%થી 1000% મોંઘી દવાઓ!

વાસ્તવમાં આ મહત્તમ છૂટક કિંમત કંપનીના ઉત્પાદન ખર્ચ, હોલસેલર્સ અને રિટેઈલર્સના અનુક્રમે 10% અને 20% નફાના માર્જિન સહિતની હોવા છતાં કેમિસ્ટને સપ્લાય કરવાના ભાવ કરતાં 300% થી 1000% ટકા ઊંચી હોય છે. તેમ છતાં ચાર દિવસ પહેલાં ગુજરાત અને ભારતના કેમિસ્ટોએ દવા પર કોઈ જ ડિસ્કાઉન્ટ ન આપવાની જાહેરાત કરીને નફાખોરી કરવાનો વધુ મજબૂત રસ્તો બનાવ્યો છે. ગુજરાત સમાચારે આ સંદર્ભમાં કેટલાક બિલ એકત્રિત કરીને હકીકતની ખરાઈ કરી છે.

રૂ. 22ની દવાની સ્ટ્રીપ પર અધધ લૂંટ!

એપ્રિલ 2026ના એક હોલસેલરના બિલમાં હાઈબ્લડ પ્રેશરના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતી બાયોઝોસિન 5XL દવાની સ્ટ્રીપ કેમિસ્ટને હોલસેલર અને રિટેઈલરના માર્જિન સાથે રૂ. 22માં બિલથી એટલે કે જીએસટી સાથે કેમિસ્ટને સપ્લાય કરવામાં આવે છે. પરંતુ તમને સાંભળીને આંચકો લાગશે કે તેના પર રૂ. 297નો નફો મળે છે. આ નફો 1250 ટકા છે.

બ્રાન્ડેડ અને જેનરિક દવાઓ વચ્ચે તફાવત

– જેનરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓ કરતાં 85% સુધી સસ્તી હોઈ શકે છે.

– બ્રાન્ડેડ દવાઓ બનાવવા માટે શરૂઆતમાં મોંઘા સંશોધનો કરવા પડે છે, જ્યારે જેનરિક દવાઓ તે પહેલેથી બનેલા ફોર્મ્યુલાની નકલ કરીને બનાવાય છે.

– ટ્રેડમાર્ક (કાનૂની) નિયમોના કારણે બંનેના રંગ, આકાર, કદ અને પેકિંગ અલગ-અલગ હોય છે.

– બ્રાન્ડેડ દવાઓ આકર્ષક વ્યાપારી નામનો ઉપયોગ કરે છે, જ્યારે જેનરિક દવાઓ સામાન્ય રીતે તેના મૂળ રાસાયણિક (કેમિકલ) નામથી ઓળખાય છે.

– દવામાં વપરાતા બાઈન્ડર્સ, ફિલર્સ અને ફ્લેવર (સ્વાદ/સુગંધ) બંનેમાં અલગ હોઈ શકે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ગેસના સિલિન્ડર સ્ટોરેજના નિયમોનો સરેઆમ ભંગ, પ્રતિબંધ છતા ટ્રકો ભરીને લવાય છે

– બ્રાન્ડેડ ને જેનરિક દવામાં મુખ્ય ઘટક કે તત્ત્વ અથવા બીમારી મટાડતું અસલી કેમિકલ બંનેમાં બિલકુલ એકસરખું હોય છે.

– બ્રાન્ડેડ અને જેનરિક પાવરની તાકાત-ક્ષમતા સરખી હોય છે. બંનેમાં દવાનો ડોઝ (માત્રા) સમાન હોય છે.

– બ્રાન્ડેડ અને જેનરિક બંને દવાઓએ સરકારના ગુણવત્તાના કડક નિયમોનું એકસરખું પાલન કરવાનું હોય છે.

– બ્રાન્ડેડ અને જેનરિક બંને દવાઓ શરીરમાં એકસરખી ઝડપ અને ક્ષમતાથી કામ કરે છે.

– બ્રાન્ડેડ દવા બનાવવા સંશોધન કરવાનો ખર્ચ કર્યો હોવાથી તેની કિંમત વધારે હોય છે.

– જેનરિક દવા પેટન્ટની મુદ્દત પૂરી થયા પછી તેના ઘટકો જાણીને બનાવવામાં આવતી હોવાથી તે બ્રાન્ડેડ કરતાં સસ્તી જ હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જાપાનની મેરિટાઈમ પરંપરાનું પ્રતિક સમાન પેસેન્જર ક્રુઝ શિપ નિપ્પોન મારું અલંગ પહોંચ્યું | cruise ship…
GUJARAT

જાપાનની મેરિટાઈમ પરંપરાનું પ્રતિક સમાન પેસેન્જર ક્રુઝ શિપ નિપ્પોન મારું અલંગ પહોંચ્યું | cruise ship…

June 20, 2026
મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી
GUJARAT

મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી

June 20, 2026
રાજકોટના શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ | Rajkot Shapar Verav…
GUJARAT

રાજકોટના શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ | Rajkot Shapar Verav…

June 20, 2026
Next Post
શેરોના ફરી ઓપન માર્કેટ થકી બાયબેકને સેબીની મંજૂરી : ઓગસ્ટથી અમલી બનશે | SEBI approval for buyback of…

શેરોના ફરી ઓપન માર્કેટ થકી બાયબેકને સેબીની મંજૂરી : ઓગસ્ટથી અમલી બનશે | SEBI approval for buyback of...

રાજકોટના શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ | Rajkot Shapar Verav…

રાજકોટના શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ | Rajkot Shapar Verav...

મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી

મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિત્રને બચાવવા જતાં બંનેએ ગુમાવ્યા જીવ: વાવ-થરાદમાં ખેત તલાવડીમાં ડૂબવાથી બે શ્રમિકોના કરુણ મોત | ​T…

મિત્રને બચાવવા જતાં બંનેએ ગુમાવ્યા જીવ: વાવ-થરાદમાં ખેત તલાવડીમાં ડૂબવાથી બે શ્રમિકોના કરુણ મોત | ​T…

3 weeks ago
જીએસટીમાં રાહતથી ટુ-વ્હીલર્સનો વેચાણ આંક ચાલુ વર્ષે બે કરોડને પાર | Two wheeler sales cross two cror…

જીએસટીમાં રાહતથી ટુ-વ્હીલર્સનો વેચાણ આંક ચાલુ વર્ષે બે કરોડને પાર | Two wheeler sales cross two cror…

3 months ago
જાન્યુઆરી અંતે કોમર્શિયલ ક્ષેત્રને ધિરાણ રૂ. 300 લાખ કરોડને પાર | Credit to commercial sector crosse…

જાન્યુઆરી અંતે કોમર્શિયલ ક્ષેત્રને ધિરાણ રૂ. 300 લાખ કરોડને પાર | Credit to commercial sector crosse…

4 months ago
વર્લ્ડ ટેબલ ટેનિસ સ્પર્ધાની ફીડર સિરીઝમાં આજે ફાઈનલની મેચો રમાશે | The final matches of the feeder s…

વર્લ્ડ ટેબલ ટેનિસ સ્પર્ધાની ફીડર સિરીઝમાં આજે ફાઈનલની મેચો રમાશે | The final matches of the feeder s…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News