
– એફએસએસએઆઇની કંપનીઓને ચેતવણી
– હવેથી ડબલ્યુએચઓની ફોર્મ્યુલા અપનાવી હશે તો જ ઓઆરએસનું લેબલ લગાવી શકાશે
નવી દિલ્હી: ઓઆરએસને લઇને એફએસએસએઆઇ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે, હવેથી કંપનીઓ મરજી મુજબ ઓઆરએસ શબ્દ પોતાની પ્રોડક્ટ પર નથી છાપી શકે. આ માટે ડબલ્યુએચઓ દ્વારા નક્કી કરાયેલા નિયમોનું કે સ્ટાન્ડર્ડનું પાલન કરવું પડશે.
અગાઉ ફૂડ બિઝનેસ ઓપરેટર્સને પોતાની બ્રાન્ડની સાથે ઓઆરએસ શબ્દનો પ્રયોગ કરવાની છૂટ મળી હતી.










