gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બ્રાસ સિટી જામનગરમાં યુદ્ધના પડઘા : બ્રાસ ઉદ્યોગમાં વપરાતા ભંગારની આયાત પર લાગી બ્રેક | iran israel …

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in GUJARAT
0 0
0
બ્રાસ સિટી જામનગરમાં યુદ્ધના પડઘા : બ્રાસ ઉદ્યોગમાં વપરાતા ભંગારની આયાત પર લાગી બ્રેક | iran israel …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જેને સમગ્ર ભારતમાં ‘બ્રાસ સિટી’ તરીકેની ગૌરવવંતી ઓળખ મળેલી છે, તે જામનગર શહેર પર હાલ વૈશ્વિક યુદ્ધની ઘેરી અને વિપરીત અસરો જોવા મળી રહી છે. ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધ અને તણાવપૂર્ણ સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માર્ગો ખરાબ રીતે પ્રભાવિત થયા છે.

આ વૈશ્વિક અશાંતિનો સીધો ફટકો જામનગરના જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગને પડ્યો છે. બ્રાસના ઉત્પાદન માટે અત્યંત જરૂરી એવા કાચા માલ એટલે કે બ્રાસના ભંગારની આયાત પર અચાનક જ મોટી બ્રેક વાગી ગઈ છે. વિદેશથી આયાત થતા ભંગારના કન્ટેનરો ભરેલા તમામ શિપ દરિયાની વચ્ચે જ ફસાઈ જવાના કારણે જામનગરમાં ભંગારની ભારે અછત સર્જાવા પામી છે, જેનાથી સમગ્ર ઉદ્યોગજગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આ ગંભીર પરિસ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપતાં જામનગર બ્રાસ ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયા જણાવે છે કે, યુદ્ધના કારણે દરિયાઈ માર્ગો પર સુરક્ષાનો મોટો ખતરો ઉભો થયો છે. આ જોખમને ટાળવા માટે સમુદ્ર કિનારે આવતા બ્રાસ ભંગારના તમામ શિપને અધવચ્ચેથી જ રોકી દેવામાં આવ્યા છે અથવા તો તેમને જુબેલ અલી જેવા અન્ય સેફ (સુરક્ષિત) બંદરો તરફ વાળી દેવામાં આવ્યા છે. શિપિંગ કંપનીઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી ન હોવાથી, માલવાહક જહાજો અટવાઈ ગયા છે. આ અણધારી સ્થિતિના કારણે જામનગરના કારખાનાઓ સુધી પહોંચતો કાચો માલ રાતોરાત અટકી ગયો છે અને ઉદ્યોગકારો ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે.

જામનગરના બ્રાસ ઉદ્યોગનું અર્થતંત્ર મહદઅંશે આયાતી ભંગાર પર જ નિર્ભર કરે છે. આંકડાકીય માહિતી મુજબ, આ ઉદ્યોગને ધમધમતો રાખવા માટે નિયમિત ધોરણે કાયમી આશરે 600 થી 700 ટન બ્રાસ ભંગારની જંગી જરૂરિયાત રહે છે. આ કુલ જરૂરિયાતમાંથી અંદાજે 70 ટકા જેટલો ભંગાર વિદેશથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે, જ્યારે માત્ર બાકીના 30 ટકા જેટલા સ્થાનિક કે અન્ય ભંગાર પર આ ઉદ્યોગ નિર્ભર છે. આટલા મોટા પાયે આયાત પર આધારિત આ ઉદ્યોગમાં જો 70 ટકા કાચા માલનો સપ્લાય અચાનક ખોરવાઈ જાય, તો તેની સીધી અસર ઉત્પાદન અને સપ્લાય ચેઈન પર પડવી સ્વાભાવિક છે. અત્યારે આ જ કારણસર કારખાનાઓમાં કાચા માલની તીવ્ર ખેંચ ઉભી થઈ છે.

હાલની કપરી પરિસ્થિતિમાં ઉદ્યોગકારો માત્ર એક જ આશાના કિરણ પર નભી રહ્યા છે. અત્યારે જામનગરનો બ્રાસ ઉદ્યોગ માત્ર એ જ કન્ટેનરો પર નિર્ભર છે, જે યુદ્ધની સ્થિતિ વણસી તે પહેલાંથી જ ભારતના અલગ અલગ બંદરો પર આવી પહોંચ્યા છે, અને ત્યાંથી જામનગર આવવા માટે પ્રતીક્ષામાં પડેલા છે. આ સિવાય વિદેશથી આવતા તમામ નવા કન્ટેનરો અને શિપિંગ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. બંદરો પર પડેલો આ સીમિત જથ્થો પણ બહુ લાંબો સમય ચાલી શકે તેમ નથી. જો આગામી થોડા દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પરિસ્થિતિ થાળે નહીં પડે અને નવો માલ નહીં આવે, તો ઉત્પાદકો પાસે કારખાના બંધ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચશે નહીં. જામનગરનો બ્રાસ ઉદ્યોગ પહેલાથી જ કાચા માલના ભાવોમાં સતત થઈ રહેલા ઉછાળા અને મોંઘવારીનો આકરો સામનો કરી રહ્યો હતો. તેમાં હવે આ યુદ્ધરૂપી પડ્યા પર પાટું સમાન સ્થિતિ નિર્માણ પામી છે.

ભંગારની આયાત ફરી એકવાર અનિશ્ચિત સમય માટે બંધ થતા બજારમાં માલની અછત સર્જાઈ છે, જેના પરિણામે બ્રાસ ભંગારના ભાવો આસમાને પહોંચી જવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે. જો ભાવો આમ જ વધતા રહેશે અને કાચો માલ નહીં મળે, તો જામનગરના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન આ બ્રાસ ઉદ્યોગના પૈડાં સંપૂર્ણપણે થંભી જવાની અટકળોએ જોર પકડ્યું છે, જે હજારો કામદારો અને વેપારીઓની આજીવિકા પર મોટું સંકટ લાવી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ગરીબ માણસને બસમાં પણ ટિકિટ મળતી નથી, કેમ કે બસ જ નથી આવતી’, MLAની મેચની ટિકિટની માંગ પર બોલ્યા ગોપા…
GUJARAT

‘ગરીબ માણસને બસમાં પણ ટિકિટ મળતી નથી, કેમ કે બસ જ નથી આવતી’, MLAની મેચની ટિકિટની માંગ પર બોલ્યા ગોપા…

March 10, 2026
VIDEO | પંચમહાલના અણીયાદ ગામે થતાં બાળ લગ્ન તંત્રએ અટકાવ્યા, 16 વર્ષના કિશોરની લગ્નની જાન જવાની હતી …
GUJARAT

VIDEO | પંચમહાલના અણીયાદ ગામે થતાં બાળ લગ્ન તંત્રએ અટકાવ્યા, 16 વર્ષના કિશોરની લગ્નની જાન જવાની હતી …

March 10, 2026
VIDEO | સુરત અને વડોદરામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત! હોટલ, રેસ્ટોરન્ટ સહિતના ધંધાર્થીઓ ચિંતામાં …
GUJARAT

VIDEO | સુરત અને વડોદરામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત! હોટલ, રેસ્ટોરન્ટ સહિતના ધંધાર્થીઓ ચિંતામાં …

March 10, 2026
Next Post
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં થયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલાયો : એક ટાબરીયા સહિત બેની અટકાયત | Veh…

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં થયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલાયો : એક ટાબરીયા સહિત બેની અટકાયત | Veh...

જામનગરના શંકરટેકરીમાં દારૂડિયા શખ્સને પકડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો : ફરજમાં રૂકાવટની ફરિયાદ |…

જામનગરના શંકરટેકરીમાં દારૂડિયા શખ્સને પકડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો : ફરજમાં રૂકાવટની ફરિયાદ |...

જામનગરમાં પરાણે પ્રીતનો કિસ્સો : 10 વર્ષના જુના પ્રેમીએ પરિણીતાના ઘરે આવી ધાક ધમકી આપતા ફરિયાદ | 10 …

જામનગરમાં પરાણે પ્રીતનો કિસ્સો : 10 વર્ષના જુના પ્રેમીએ પરિણીતાના ઘરે આવી ધાક ધમકી આપતા ફરિયાદ | 10 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું 40 કિલો ચાંદીનું ગુપ્ત દાન, દાતાએ ઓળખ જાહેર ન કરવાની વ્યક્ત કરી ઇચ્છા |…

અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું 40 કિલો ચાંદીનું ગુપ્ત દાન, દાતાએ ઓળખ જાહેર ન કરવાની વ્યક્ત કરી ઇચ્છા |…

8 months ago
દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક શંકાસ્પદ કાર મળી, અલ-ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગ પહોંચી બોમ્બ સ્ક્વૉડ |…

દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક શંકાસ્પદ કાર મળી, અલ-ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગ પહોંચી બોમ્બ સ્ક્વૉડ |…

4 months ago
વધુ એક વાવાઝોડાનો ખતરો! વિકરાળ રૂપ ધારણ કરી શકે છે ચક્રવાત ‘સેન્યાર’, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી…

વધુ એક વાવાઝોડાનો ખતરો! વિકરાળ રૂપ ધારણ કરી શકે છે ચક્રવાત ‘સેન્યાર’, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી…

4 months ago
‘અમે બોલીશું તો મુશ્કેલીમાં પડી જશો, પહેલા પોતાના કર્મો જુઓ..’, NDAના બે પક્ષો બાખડ્યાં | ‘You’ll Be…

‘અમે બોલીશું તો મુશ્કેલીમાં પડી જશો, પહેલા પોતાના કર્મો જુઓ..’, NDAના બે પક્ષો બાખડ્યાં | ‘You’ll Be…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News