![]()
અમદાવાદ,શુક્રવાર,19
ડિસેમ્બર,2025
૪ ડિસેમ્બરથી ૨૫ ડિસેમ્બર સુધી સુભાષબ્રિજ તમામ પ્રકારની
અવરજવર માટે બંધ કરાયો છે.કોર્પોરેશન તરફથી ૯ જુલાઈ-૨૫ના રોજ ૬૯ બ્રિજના
ઈન્સપેકશનની કામગીરી પુરી કરાઈ હોવાનો રીપોર્ટ જાહેર કરાયો હતો. આ રીપોર્ટમાં આ
બ્રિજ સેફ હોવા ઉપરાંત રીપોર્ટમાં બ્રિજની નીચેના ભાગમાં પુષ્કળ પ્રમાણમા
ચામચીડીયા હોવાના કારણે બોકસીસનુ ઈન્સપેકશન થયુ નહીં હોવાનો ઘટસ્ફોટ થયો
છે.કોર્પોરેશનના જ બ્રિજ પ્રોજેકટ વિભાગે જાહેર કરેલા રીપોર્ટમાં વિભાગના ઈજનેરોની
ગંભીર બેદરકારી સામે આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોરબી અને ગંભીરાબ્રિજની
દુર્ઘટના પછી રાજય સરકારના આદેશ મુજબ બિફોર અને ઓફટર મોન્સુન એમ બે વખત તમામ
બ્રિજનુ ઈન્સપેકશન કરાવવાની જાહેરાત કરાઈ હતી.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે બોર્ડ
બેઠકમાં આક્ષેપ કરતા કહયુ,
આ એજ પંકજ પટેલ છે જેમના દ્વારા ગંભીરાબ્રિજનુ ઈન્સપેકશન કરાવવામા આવ્યુ હતુ.
આમછતાં કોર્પોરેશન આ જ એજન્સીને ૩૫ બ્રિજના ઈન્સપેકશનની કામગીરી સોંપે છે.પરિણામ એ
આવ્યુ કે, આ
એજન્સીએ જુલાઈ મહીનામા સુભાષબ્રિજ સેફ હોવાનુ ઈન્સપેકશન રીપોર્ટમા કહયુ
હતુ.આઘાતજનક બાબત એ છે કે આ રીપોર્ટમાં એજન્સી સુભાષબ્રિજ નીચે પુષ્કળ પ્રમાણમા
ચામચીડીયા હોવાના કારણે બ્રિજની નીચેના ભાગમા ઈન્સપેકશન થઈ શકયુ નહી હોવાનુ કહે છે
અને બ્રિજ પ્રોજેકટ વિભાગના અધિકારીઓ આ પ્રકારની વિગત પણ ઈન્સપેકશન રીપોર્ટમા
જાહેર પણ કરે છે.
પાંચ વર્ષમાં ૩૫ બ્રિજના કામ માટે અંદાજથી વધુ રુપિયા ૩૦૭ કરોડ ચૂકવાયા
વર્ષ-૨૦૧૯-૨૦થી વર્ષ-૨૦૨૫-૨૬ સુધીમા શહેરના વિવિધ
વિસ્તારમાં ફલાયઓવર તથા રેલવે ઓવરબ્રિજ મળી ૩૫ બ્રિજના કામ માટે રુપિયા ૧૬૮૩.૨૮
કરોડનો અંદાજ મુકવામા આવ્યો હતો.અંદાજની સામે ૧૯૯૧.૨૭ કરોડ કોન્ટ્રાકટરોને ચૂકવાયા
હતા. આમ અંદાજ કરતા વધુ રુપિયા ૩૦૭ કરોડ કોન્ટ્રાકટરોને ચૂકવવામા આવ્યા હતા.










