gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ખેડબ્રહ્મામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત યુવા સભા યોજા…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2026
in GUJARAT
0 0
0
ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ખેડબ્રહ્મામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત યુવા સભા યોજા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલી યુવા સભામાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ સહભાગી બન્યા

આદિવાસી સમાજના યુવાનો શિક્ષણના ક્ષેત્રે આગળ વધીને ડૉક્ટર, એન્જિનિયર, IAS અને IPS બને તે માટે સરકાર દ્વારા વિવિધ શિષ્યવૃત્તિ અને કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવાઈ છે : મંત્રી જીતુભાઈ વાઘાણી

સાબરકાંઠા જિલ્લામાં  ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત ખેડબ્રહ્મા ખાતે ડી.ડી. ઠાકર આર્ટ્સ અને કે.જે. પટેલ કોમર્સ કોલેજમાં કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને યુવા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ઉપસ્થિત યુવાનો સાથે સંવાદ સાધ્યો હતો અને તેમના પ્રશ્નો, વિચારો તથા આકાંક્ષાઓ જાણી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાનું જીવન અને સંઘર્ષ આદિવાસી સમાજ સહિત સમગ્ર દેશના યુવાનો માટે પ્રેરણારૂપ છે. તેમણે દેશની આઝાદી અને આદિવાસી સમાજના હક-અધિકાર માટે કરેલા સંઘર્ષને યાદ કરીને યુવાનોને તેમના જીવનમાંથી પ્રેરણા લઈ શિક્ષણ, સંસ્કાર અને રાષ્ટ્રસેવાના માર્ગે આગળ વધવા આહ્વાન કર્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે આદિવાસી સમાજના અનેક યુવાનોને શિક્ષણની પૂરતી તકો ઉપલબ્ધ નહોતી. પરંતુ આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. આદિવાસી સમાજનાં યુવક-યુવતીઓ ડૉક્ટર, એન્જિનિયર, IAS અને IPS જેવા ઉચ્ચ હોદ્દાઓ પર પહોંચે અને શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરે તે માટે વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ, શૈક્ષણિક સહાય અને અન્ય પ્રોત્સાહક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આદિવાસી પરિવારોને પાકાં મકાનો સહિતની પાયાની સુવિધાઓ મળી રહે તે માટે પણ સરકાર વિવિધ યોજનાઓના માધ્યમથી સતત કાર્ય કરી રહી છે. સરકારનો ઉદ્દેશ છે કે આદિવાસી સમાજનો દરેક પરિવાર વિકાસની મુખ્યધારામાં જોડાય અને યુવાનોને પોતાની પ્રતિભા દર્શાવવા માટે સમાન તકો મળે. યુવાનોએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ પોતાના સપનાઓ સાકાર કરવા જોઈએ.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જાપાન ખાતે યોજાયેલી પાંચમી આંતરરાષ્ટ્રીય એશિયન પેરાગેમ્સ  માં  ૪૦૦ મીટર એથ્લેટિક્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર સાબરકાંઠાની ખેલાડી અંજના બુબડિયાનું વિશેષ સન્માન કર્યું હતું. તેમણે અંજનાની સિદ્ધિને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે, રમતગમત ક્ષેત્રે પણ આપણા યુવાનોમાં અપાર ક્ષમતા રહેલી છે. અંજનાએ પોતાની મહેનત, દૃઢ નિશ્ચય અને આત્મવિશ્વાસથી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કર્યું છે. તેમની આ સિદ્ધિ અન્ય યુવક-યુવતીઓ માટે પ્રેરણારૂપ બનશે.

મંત્રીશ્રીએ યુવાનોને શિક્ષણની સાથે રમતગમત, સામાજિક ક્ષેત્ર અને રાષ્ટ્રનિર્માણની પ્રવૃત્તિઓમાં પણ સક્રિય ભાગીદારી નોંધાવવા અનુરોધ કર્યો હતો. તેમણે યુવાનોને પોતાના લક્ષ્ય પ્રત્યે સમર્પિત રહી મહેનત અને આત્મવિશ્વાસથી આગળ વધવા પ્રેરિત કર્યા હતા.

આ યુવા સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિન કોટવાલ, ત્રણેય તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, પ્રાયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્સેના, ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી ડૉ. પલક ત્રિવેદી, શ્રી લુકેશ સોલંકી, શ્રી રણજીત પાંડોર સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ દિનેશભાઈ સોનગરા હિંમતનગર…

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળમાં આયોજિત બે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શિબિરોનો 120થી વધુ રેલવે પેન્શનરોએ લીધો લાભ
GUJARAT

ભાવનગર મંડળમાં આયોજિત બે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શિબિરોનો 120થી વધુ રેલવે પેન્શનરોએ લીધો લાભ

November 14, 2026
ત્રણ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપ સાથે અમદાવાદ બન્યું ‘કુડો’ (Kudo) ના ભવ્ય મહોત્સવનું સાક્ષી
GUJARAT

ત્રણ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપ સાથે અમદાવાદ બન્યું ‘કુડો’ (Kudo) ના ભવ્ય મહોત્સવનું સાક્ષી

November 13, 2026
अनिल कपूर ने ‘इंडिया के टॉप 1%’ में शत्रुघ्न सिन्हा को बताया ‘दोस्तों का दोस्त’, बोले, “मुझे गर्व है…
GUJARAT

अनिल कपूर ने ‘इंडिया के टॉप 1%’ में शत्रुघ्न सिन्हा को बताया ‘दोस्तों का दोस्त’, बोले, “मुझे गर्व है…

November 13, 2026
Next Post
ભાવનગર મંડળમાં આયોજિત બે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શિબિરોનો 120થી વધુ રેલવે પેન્શનરોએ લીધો લાભ

ભાવનગર મંડળમાં આયોજિત બે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શિબિરોનો 120થી વધુ રેલવે પેન્શનરોએ લીધો લાભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાંસદ પપ્પૂ યાદવને ન મળ્યા જામીન, ન્યાયિક કસ્ટડીમાં મોકલાશે, હાલ PMCHમાં દાખલ | pappu yadav sent to …

સાંસદ પપ્પૂ યાદવને ન મળ્યા જામીન, ન્યાયિક કસ્ટડીમાં મોકલાશે, હાલ PMCHમાં દાખલ | pappu yadav sent to …

9 months ago
હાસ્ય, લાગણી અને હિંમતનું મિશ્રણ – ચણિયા ટોળી એક સંપૂર્ણ પરિવારિક મનોરંજન

હાસ્ય, લાગણી અને હિંમતનું મિશ્રણ – ચણિયા ટોળી એક સંપૂર્ણ પરિવારિક મનોરંજન

1 year ago
કોઈ રસ્તો નહોતો, સરકાર જ બની ગઈ હતી ‘દુશ્મન’, જગદીપ ધનખડના રાજીનામા અંગે વધુ એક દાવો | jagdeep dhank…

કોઈ રસ્તો નહોતો, સરકાર જ બની ગઈ હતી ‘દુશ્મન’, જગદીપ ધનખડના રાજીનામા અંગે વધુ એક દાવો | jagdeep dhank…

1 year ago
જામનગરમાં આઈ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં એક વેપારી ઝડપાયો અન્ય એક ફરાર | A trader was caught…

જામનગરમાં આઈ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં એક વેપારી ઝડપાયો અન્ય એક ફરાર | A trader was caught…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News