gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરુચ નજીકના ખાલી થઈ રહેલા ઓઈલ કૂવાઓમાં કાર્બન ડાયોક્સાઈડનો સંગ્રહ કરશે | ongc will store carbon diox…

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in GUJARAT
0 0
0
ભરુચ નજીકના ખાલી થઈ રહેલા ઓઈલ કૂવાઓમાં કાર્બન ડાયોક્સાઈડનો સંગ્રહ કરશે | ongc will store carbon diox…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ કેન્દ્ર સરકારની કંપની ઓએનજીસી( ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન)એ વાતાવરણમાં  થતા કાર્બન ઉત્સર્જનને રોકવાની નીતિના ભાગરુપે ગુજરાતમાં ભરુચ નજીક આવેલા ગંધાર ઓઈલ ફિલ્ડમાં ક્રુડ ઓઈલના ખાલી થઈ રહેલા કુવાઓમાં કાર્બન ડાયોકસાઈડ સ્ટોર કરવા માટેની યોજના બનાવી છે.જેના કારણે હવાના પ્રદૂષણમાં પણ ઘટાડો થશે તેવું નિષ્ણાતોનું કહેવું છે.

આખા ભારતમાં સૌથી પહેલા ગુજરાતમાં હાથ ધરાનારા પાયલોટ પ્રોજેકટના ભાગરુપે  આ ઓઈલ ફિલ્ડના ત્યજી દેવાયેલા બે કૂવાઓના પેટાળમા રહેલા હાઈડ્રોકાર્બનના ભંડારમાં  રોજનો ૧૦૦ ટન કાર્બન ડાયોક્સાઈડ દાખલ કરવામાં આવશે.આ કાર્બન ડાયોકસાઈડ નજીકમાં આવેલા દહેજના ઉદ્યોગો અને ઓએનજીસીના પોતાના હજીરા પ્લાન્ટમાંથી મેળવીને અન્ડરગ્રાઉન્ડ ટેકનિકથી કૂવાઓમાં ઉતારવામાં આવશે.કાર્બન ડાયોક્સાઈડ ધરતીના પેટાળમાં ઉતારીને તેના થકી ઓઈલ મેળવવામાં મદદ થઈ શકે છે કે કેમ તેની પણ આ પ્રોજેકટના ભાગરુપે ચકાસણી કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, ભારતે ૨૦૭૦ સુધીમાં કાર્બનનું ઉત્સર્જન ઝીરો કરવાનું લક્ષ્ય નિર્ધારિત  છે અને તેના ભાગરુપે કાર્બન ડાયોકસાઈડને વાતાવરણમાં ભળતા પહેલા જ પકડીને  તેનો ઉપયોગ કરવાની તથા તેનો સંગ્રહ કરવાની નીતિ ભવિષ્યમાં મહત્વનો ભાગ ભજવશે.જેને કાર્બન સીસીયુએસ( કાર્બન કેપ્ચર, યુટિલાઈઝેશન એન્ડ સ્ટોરેજ) તરીકે પણ ઓળખવામાં આવે છે.

કાર્બન સંગ્રહ માટે ગંધાર  ઓઈલ ફિલ્ડના કૂવાઓ આદર્શ

જાણકારોનું કહેવું છે કે, ગંધાર ઓઈલ ફિલ્ડના ખાલી થઈ રહેલા તેલના કૂવાઓ લાંબા સમયગાળા માટે કાર્બનનો સંગ્રહ કરવા માટે યોગ્ય છે.ઓએનજીસી આ પહેલા પણ ગંધાર ઓઈલ ફિલ્ડથી લગભગ ૮૦ કિલોમીટર દુરની વડોદરા સ્થિત ગુજરાત રિફાઈનરીમાંથી કાર્બન ડાયોકસાઈડ મેળવીને કૂવાઓમાં દાખલ કરવાનો પ્રયોગ કરી ચૂકી છે અને હવે કાર્બન ડાયોકસાઈડ મેળવવા માટે દહેજના ઉદ્યોગોનો ઉપયોગ કરશે.

કાર્બન ઉત્સર્જનમાં ભારત ત્રીજા ક્રમે 

વૈશ્વિક સ્તરે જોવામાં આવે તો કાર્બન ઉત્સર્જનમાં અમેરિકા અને ચીન બાદ ભારત ત્રીજા ક્રમે છે.નીતિ આયોગના ૨૦૨૨ના એક અહેવાલ પ્રમાણે ભારતનું વાર્ષિક કાર્બન ઉત્સર્જન ૨.૬ ગીગાટન જેટલું છે.જેમાં ૨૦૫૦ સુધીમાં ૫૦ ટકાનો ઘટાડો કરવાનું અને ૨૦૭૦ સુધીમાં ઝીરો ટકા કરવાનું લક્ષ્યાંક છે.

૧૨ અબજ ડોલરના રોકાણની યોજના 

ઓએનજીસીએ કાર્બન ઉત્સર્જનને રોકવા માટે ૧૨ અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરેલી છે.ઓએનજીસીનું લક્ષ્યાંક ૨૦૩૮ સુધીમાં નેટ ઝીરો એમિશન કંપની બનવાનું છે.જેના માટે આ પાયલોટ પ્રોજેકટની સફળતા મહત્વની છે.

પ્રોજેકટ માટે કન્સલન્ટની મદદ લેવાશે

૨૦૨૨માં ઓએનજીસીએ મલ્ટી નેશનલ કંપની સાથે કાર્બન કેપ્ચર, યુટિલાઈઝેશન અને સ્ટોરેજ માટે એક એમઓયુ કર્યું હતું.હવે પાયલોટ પ્રોજેકટ માટે ટેકનિકલ માર્ગદર્શન મેળવવા, ફિઝિબિલિટી સ્ટડી માટે કન્સલ્ટન્ટની મદદ લેશે.જે ઉદ્યોગોમાં પેટ્રોલ, ડિઝલ જેવા ફોસિલ ફ્યુલનો ઉપયોગ થાય છે ત્યાં કાર્બન ઉત્સર્જનને રોકવા માટે આ ટેકનોલોજી જ શ્રેષ્ઠ વિકલ્પ પૂરવાર થાય તેમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
આજવારોડ પર કારચાલકે શેરી કૂતરાને કચડી નાખતા મોત | A street dog was crushed to death by a car driver …

આજવારોડ પર કારચાલકે શેરી કૂતરાને કચડી નાખતા મોત | A street dog was crushed to death by a car driver ...

અકસ્માત કર્યા બાદ ડમ્પર ચાલકની દાદાગીરી બધી પોલીસ મારા શેઠ ભરવાડના ખિસ્સામાં છે કહી પાઇપથી હુમલો | d…

અકસ્માત કર્યા બાદ ડમ્પર ચાલકની દાદાગીરી બધી પોલીસ મારા શેઠ ભરવાડના ખિસ્સામાં છે કહી પાઇપથી હુમલો | d...

ચોટીલાના મોટા હરણીયામાં દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ

ચોટીલાના મોટા હરણીયામાં દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોજીત્રાની સગીરા પર બળાત્કાર કેસમાં યુવકને 20 વર્ષની કેદ | Man gets 20 years in prison for raping So…

સોજીત્રાની સગીરા પર બળાત્કાર કેસમાં યુવકને 20 વર્ષની કેદ | Man gets 20 years in prison for raping So…

1 year ago
સુભાનપુરાના વિમળનાથ કોમ્પ્લેક્સનો બીજા માળનો દાદર તૂટતાં રહીશોનું રેસ્ક્યૂઃએપાર્ટમેન્ટ ખાલી કરાવ્યું…

સુભાનપુરાના વિમળનાથ કોમ્પ્લેક્સનો બીજા માળનો દાદર તૂટતાં રહીશોનું રેસ્ક્યૂઃએપાર્ટમેન્ટ ખાલી કરાવ્યું…

4 months ago
બિહારમાં NDA બાદ કોંગ્રેસ-RJD ગઠબંધનમાં પણ બેઠકો મુદ્દે ખેંચતાણ! CPI-MLએ ઓફર ઠુકરાવી | Bihar Electio…

બિહારમાં NDA બાદ કોંગ્રેસ-RJD ગઠબંધનમાં પણ બેઠકો મુદ્દે ખેંચતાણ! CPI-MLએ ઓફર ઠુકરાવી | Bihar Electio…

11 months ago
પેટ્રોલ વાહનોના વેચાણમાં ઘટાડો, ઈલેક્ટ્રિક વાહનોમાં વધારો | Sales of petrol vehicles decline electri…

પેટ્રોલ વાહનોના વેચાણમાં ઘટાડો, ઈલેક્ટ્રિક વાહનોમાં વધારો | Sales of petrol vehicles decline electri…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News