gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપના સાથી પક્ષો પર ભારે પડ્યું વક્ફ બિલ! JDU બાદ હવે RLDમાં ખળભળાટ | rebellion in rld also due to …

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in INDIA
0 0
0
ભાજપના સાથી પક્ષો પર ભારે પડ્યું વક્ફ બિલ! JDU બાદ હવે RLDમાં ખળભળાટ | rebellion in rld also due to …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Wakf bill: રાષ્ટ્રીય લોક દળ(RLD)ના રાજ્ય મહાસચિવ શાહઝેબ રિઝવીએ વક્ફ બિલને પાર્ટીના સમર્થનથી નારાજ થઈને તેમના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે એક વીડિયો જાહેર કરીને જાહેરાત કરી અને પાર્ટી પ્રમુખ જયંત ચૌધરી પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, ‘તેઓ ભટકી ગયા છે. મુસ્લિમોએ જયંત ચૌધરીને પૂરા દિલથી ટેકો આપ્યો હતો, પરંતુ તેમણે સમુદાય સાથે ન્યાય ન કર્યો. 

આ પણ વાંચો : કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્નીની સુરક્ષા ઘટાડી, હવે Z કેટેગરીની મળશે સિક્યુરિટી

રિઝવીએ આરોપ લગાવ્યો હતો કે, ‘જયંત ચૌધરી ધર્મનિરપેક્ષતાના માર્ગથી ભટકી ગયા છે અને હવે તેમની નીતિઓ સમુદાયના હિતોની વિરુદ્ધ છે.  મુસ્લિમોએ મોટી સંખ્યામાં જયંત ચૌધરીને મત આપ્યા હતા, પરંતુ તેઓએ અમારી સાથે ઉભા રહેવાને બદલે  વકફ બિલને સમર્થન આપ્યું છે. જે અમારી લાગણીઓ અને અધિકારોની વિરુદ્ધ છે.’

‘તેમણે મુસ્લિમો સાથે દગો કર્યો’

રિઝવીએ તેમના વીડિયોમાં એમ પણ કહ્યું કે,’જે પક્ષોને મુસ્લિમોએ સમર્થન આપ્યું હતું, અને મુખ્યધારામાં લાવ્યા હતા, આજે એ જ પાર્ટીઓ તેમની વિરુદ્ધ બનેલા કાયદાઓનું સમર્થન કરી રહી છે.’ તેમણે ખાસ કરીને જયંત ચૌધરીનું નામ લેતાં કહ્યું કે, ‘જે નેતાઓ પોતાને ધર્મનિરપેક્ષ કહેતા હતા તેમણે આજે મુસ્લિમો સાથે દગો કર્યો છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય લોક દળ(RLD)ના 10 ધારાસભ્યો ચૂંટાયા હતા, જેમાં મુસ્લિમોનું મોટું યોગદાન હતું. મુસ્લિમોએ સર્વાનુમતે મતદાન કરીને આ પાર્ટીને મજબૂત બનાવી હતી, પરંતુ હવે જ્યારે તેમને જરૂર હતી ત્યારે પાર્ટીએ તેમને સાથ ન આપ્યો. 

સિદ્ધાંતો સાથે સમાધાન ન કરવું જોઈએ

તેમણે એમ પણ કહ્યું કે, ‘સરકારો તો આવતી અને જતી રહશે, પરંતુ સિદ્ધાંતો સાથે સમાધાન ન કરવું જોઈએ. ચૌધરી ચરણ સિંહે બતાવેલા માર્ગથી ભટકવું યોગ્ય નથી. મુસ્લિમોના મનમાં વિશ્વાસ હતો કે આ પાર્ટી તેમના અધિકારોની વાત કરશે, પરંતુ હવે તેઓ છેતરાયા હોવાનો અનુભવ કરી રહ્યા છે.’

આ ઉપરાંત તેમણે નીતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ અને પપ્પુ યાદવ જેવા નેતાઓ પર પણ આકરા પ્રહારો કરતાં કહ્યું કે, ‘આ નેતાઓ પોતાને ધર્મનિરપેક્ષ કહે છે, પરંતુ જ્યારે મુસ્લિમોને તેમની જરૂર હોય છે ત્યારે તેઓ મૌન સેવી લે છે.’ 

રિઝવી આ નવા કાયદાનો વિરોધ કરતાં કહ્યું કે, આ કાયદાથી સમાજમાં ભાઈચારો ખતમ થઈ જશે, જે દેશ માટે યોગ્ય નથી. અને હું રાષ્ટ્રીય લોકદળમાંથી રાજીનામું આપું છું, કારણ કે પાર્ટી મારી સાથે ન ઊભી રહે તો તેને છોડી દેવી સારી છે. તેમજ હું મુસ્લિમોને અપીલ કરું છું કે, ચૂંટણી દરમિયાન સમજદારીપૂર્વક નિર્ણયો લેવા અને દગો આપનારાઓ પર વિશ્વાસ ન કરવો.’ 

આ પણ વાંચો : યુનુસ સાથેની બેઠકમાં PM મોદીએ હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો, ઘૂસણખોરી પર પણ ચર્ચા

વકફ બિલ પર વિવાદ

ઉલ્લેખનીય છે કે, વક્ફ બિલને લઈને ઘણા મુસ્લિમ સંગઠનોમાં પહેલેથી જ અસંતોષ હતો, પરંતુ આરએલડીના સમર્થન બાદ પાર્ટીની અંદર પણ વિરોધના અવાજો ઉઠવા લાગ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયુ દ્વારા વક્ફ બિલને સમર્થન આપ્યા બાદ પાર્ટીના ઘણા મુસ્લિમ નેતાઓએ પણ રાજીનામા ધરી દીધા છે. 

JDUના અત્યાર સુધી 5 નેતાઓએ રાજીનામું આપ્યું 

1. લઘુમતી સંઘના રાજ્ય સચિવ મોહમ્મદ શાહનવાઝ મોહમ્મદ

2. રાજ્ય મહામંત્રી મોહમ્મદ. તબરીઝ અલીગ.

3. ભોજપુરથી પાર્ટીના સભ્ય મોહમ્મદ. દિલશાન રૈના.

4. પૂર્વ ચિંતા મોહમ્મદ કાસિમ અન્સારીએ પાર્ટી સાથેના સંબંધો તોડી નાખ્યા.

5. યુવા મોરચાના ભૂતપૂર્વ રાજ્ય ઉપાધ્યક્ષ તબરેઝ હસને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે કેરોસીન, નિયમોમાં વિશેષ છ…
INDIA

ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે કેરોસીન, નિયમોમાં વિશેષ છ…

March 29, 2026
VIDEO : હેલમેટ વગર પતિને પકડ્યા, તો પોલીસ સ્ટેશનમાં ધુણવા લાગી પત્ની, જુઓ પછી શું થયું | Viral Video…
INDIA

VIDEO : હેલમેટ વગર પતિને પકડ્યા, તો પોલીસ સ્ટેશનમાં ધુણવા લાગી પત્ની, જુઓ પછી શું થયું | Viral Video…

March 29, 2026
‘દેશના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક’, અફવાઓ પર વિશ્વાસ ન કરવા કેન્દ્રની અપીલ |…
INDIA

‘દેશના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક’, અફવાઓ પર વિશ્વાસ ન કરવા કેન્દ્રની અપીલ |…

March 29, 2026
Next Post
કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્નીની સુરક્ષા ઘટાડી, હવે Z કેટેગરીની મળશે સિક્યુરિટી …

કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્નીની સુરક્ષા ઘટાડી, હવે Z કેટેગરીની મળશે સિક્યુરિટી ...

તમિલનાડુમાં ભાજપના સ્ટાર નેતા અન્નામલાઈ પ્રદેશ પ્રમુખ પદ છોડશે, કહ્યું- હું રેસમાં નથી | K Annamalai…

તમિલનાડુમાં ભાજપના સ્ટાર નેતા અન્નામલાઈ પ્રદેશ પ્રમુખ પદ છોડશે, કહ્યું- હું રેસમાં નથી | K Annamalai...

ગુજરાતમાં 5 દિવસ કાળઝાળ ગરમી રહેશે યથાવત્, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના 10 જિલ્લામાં હીટવેવનું …

ગુજરાતમાં 5 દિવસ કાળઝાળ ગરમી રહેશે યથાવત્, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના 10 જિલ્લામાં હીટવેવનું ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

LIVE : અમદાવાદમાં 8.5 કિ.મી. લાંબી મા ભદ્રકાળીની નગરયાત્રા યાત્રા શરૂ, ડાકલાના તાલે મા રથમાં બિરાજમા…

LIVE : અમદાવાદમાં 8.5 કિ.મી. લાંબી મા ભદ્રકાળીની નગરયાત્રા યાત્રા શરૂ, ડાકલાના તાલે મા રથમાં બિરાજમા…

1 month ago
અમદાવાદમાં સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બદલ સાડા સોળ વર્ષના કિશોરને 20 વર્ષની સજા | ahmedabad mi…

અમદાવાદમાં સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બદલ સાડા સોળ વર્ષના કિશોરને 20 વર્ષની સજા | ahmedabad mi…

7 months ago
૧૩ લાખનો વિદેશી દારૃ ભરેલી ટ્રક ડભોઇ રોડ પરથી પકડાઇ | Truck loaded with foreign liquor worth Rs 13 l…

૧૩ લાખનો વિદેશી દારૃ ભરેલી ટ્રક ડભોઇ રોડ પરથી પકડાઇ | Truck loaded with foreign liquor worth Rs 13 l…

8 months ago
નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૭.૨ ટકા વધીને રૃ. ૨૨.૮ લાખ કરોડ | net direct tax collection till 17 march…

નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૭.૨ ટકા વધીને રૃ. ૨૨.૮ લાખ કરોડ | net direct tax collection till 17 march…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News