gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપ સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ, દેડિયાપાડામાં પોતાની જ પાર્ટીના નેતાઓને જાહેરમાં ખખડાવ્યા | BJP M…

G METRO NEWS by G METRO NEWS
May 19, 2026
in GUJARAT
0 0
0
ભાજપ સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ, દેડિયાપાડામાં પોતાની જ પાર્ટીના નેતાઓને જાહેરમાં ખખડાવ્યા | BJP M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP MP Mansukh Vasava Viral Speech: ભરૂચ લોકસભા બેઠકના ભાજપના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાની બેબાક ટિપ્પણી અને પક્ષના જ સંગઠન સામે સવાલો ઉઠાવવાને લઈને ચર્ચામાં આવ્યા છે. દેડિયાપાડા ખાતે યોજાયેલા ભાજપના એક ‘મનોમંથન કાર્યક્રમ’માં સાંસદ મનસુખ વસાવાએ પક્ષના સ્થાનિક હોદ્દેદારો સામે જાહેરમાં ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં નર્મદા અને ભરૂચના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

‘ચૈતર ડરાવે એ બરાબર, પણ ભાજપના નેતાઓ કેમ ડરાવે છે?’

મનોમંથન કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સંબોધતા સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ નિલ રાવ અને મહામંત્રી હિતેશ વસાવા (ભોલો) સામે સીધો મોરચો ખોલ્યો હતો. તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે, ‘સામે પક્ષેથી ચૈતર વસાવા ડરાવે એ તો યોગ્ય છે, પરંતુ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રી પોતે જ જો કાર્યકર્તાઓને ડરાવે, તો એનો અર્થ એ થયો ને કે તેઓ ચૈતર સાથે મળેલા છે!’

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ઉમેર્યું કે, ‘જિલ્લા પ્રમુખ નિલ રાવને કોઈનાથી ડરવાની જરૂર નથી. જો તમારે રાજકીય કરિયર બનાવવું હોય તો અમારી સાથે જોડાઈ જાવ. વર્ષોથી અમે પક્ષ માટે કામ કરીએ છીએ, તમે તો આજકાલના આવેલા છો! જિલ્લા મહામંત્રી હિતેશ વસાવા (ભોલો) પહેલાં ક્યાં હતો? તે ઓરિજિનલ ભાજપનો નથી અને હમણાં અહીં આદિવાસીઓને ડરાવવા નીકળી પડ્યા છો? નિલ ક્યાં હતો અને તારું શું અસ્તિત્વ હતું?’

સોશિયલ મીડિયાના હીરો સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડી શક્યા નથી

ચૂંટણી પરિણામો અને આંતરિક જૂથવાદ અંગે નિખાલસતાથી બોલતા સાંસદ મનસુખ વસાવાએ સ્વીકાર્યું કે, ‘ચૂંટણી હારવા માટે કદાચ મારી પણ કોઈ ભૂલ હશે, પણ સરકારની યોજનાઓ વિશે ભોલાએ અને નિલે લોકો સુધી વાત જ નથી પહોંચાડી. આ લોકો માત્ર સોશિયલ મીડિયામાં જ હીરો થઈ જાય છે. ડુમખલના પોપટનો ખોટો મુદ્દો ઉછાળવામાં આવ્યો, જેના કારણે પણ ભાજપને મોટું નુકસાન થયું છે. આ મુદ્દો જેણે ઉછાળ્યો, તેને જ નુકસાન કર્યું છે. આ ઇતિહાસ તો નિલભાઈ સાથે જોડાયેલી બાબત હતી, જેના પર કાદવ ઉછળતો હતો તે બચાવવા માટે જ તેમણે ડુમખલના પોપટનો નવો ઇતિહાસ રચી કાઢ્યો.’

લાફાકાંડની ચર્ચા પર ખુલાસો

આપ (AAP) નેતા અને ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ જાહેર મંચ પરથી આક્ષેપ કર્યો હતો કે ભાજપના સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા પ્રમુખ નિલ રાવ વચ્ચે ‘લાફાકાંડ’ થયો છે. આ અંગે ખુલાસો કરતા તેમણે જણાવ્યું કે, ‘હા, અમારી વચ્ચે ચૂંટણીના ફંડ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી, પરંતુ લાફા માર્યા હોવાની વાત તદ્દન ખોટી છે. હું સાચી અને મોઢામોઢ વાત કરું છું એટલે લોકોને મનસુખ વસાવા અઘરા લાગે છે. હું હંમેશાં કાર્યકરોની પડખે રહેનારો માણસ છું.’

અસંતોષ વ્યક્ત કરતા મનસુખ વસાવાએ કહ્યું કે, ‘પક્ષે અમારી પાસેનું રાજકીય ગણિત પણ જાણવું જોઈતું હતું. ચૂંટણીમાં સિનિયર લોકોને પૂછવામાં નથી આવ્યું, તેનું જ આ પરિણામ આવ્યું છે. સિનિયર નેતાઓ જ્યારે બોલે, ત્યારે ગમે તે રીતે તેમનો અવાજ દબાવી દેવાની કોશિશ થાય છે. પાર્ટીમાં આવી રીતે નહીં ચાલે, જો આમ જ ચાલશે તો પાર્ટી તૂટી જશે.’

આ પણ વાંચો: અમદાવાદથી ભાવનગર અને સુરત જવું થયું સસ્તું અને સુપરફાસ્ટ, STએ બદલ્યા રૂટ બદલતા ટિકિટના ભાવ ઘટ્યા

ચૈતર વસાવા જૂઠો અને ઠગ: મનસુખ વસાવા

ચૈતર વસાવા પર પ્રહારો કરતા મનસુખ વસાવાએ જણાવ્યું કે, ‘ચૈતર વસાવાના હાથીના દાંત જેવા ચાવવાના અને દેખાડવાના જુદા છે. પીએમ મોદી જ્યારે દેડીયાપાડા આવ્યા, ત્યારે તેમાં થયેલા ખર્ચનો ખોટો પ્રચાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૈતર વસાવાએ કર્યો હતો. તાજેતરમાં કરજણમાં બે આદિવાસી ડ્રાયવરોને નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે અને તેઓ રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આખા ગુજરાતમાં ફરતા ચૈતર વસાવા આ ગરીબ આદિવાસીઓ માટે કેમ કશું બોલતા નથી? આ ચૈતર જૂઠો અને ઠગ છે, તેને ઓળખવાની જરૂર છે. મેં આ મામલે રજૂઆત કરી છે અને ડ્રાયવરોને માર મારનાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ.’

સાંસદનું અપમાન એટલે આખા આદિવાસી સમાજનું અપમાન: ધારાસભ્ય દર્શનાબેન

આ મનોમંથન કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સાંસદ મનસુખ વસાવાના સૂર પુરાવતા જણાવ્યું હતું કે, ‘સંગઠનમાં વરિષ્ઠ નેતાઓનું સન્માન જળવાવું જોઈએ. એક સાંસદનું અપમાન એ માત્ર વ્યક્તિગત અપમાન નથી, પરંતુ આખા આદિવાસી સમાજનું અપમાન છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી જીત્યાના 3 સપ્તાહ પછી પણ કેમ ન મળ્યા મેયર? ગુજરાત ભાજપમાં અંદરખાને મોટું ઘમસાણ | Gujarat Loca…
GUJARAT

ચૂંટણી જીત્યાના 3 સપ્તાહ પછી પણ કેમ ન મળ્યા મેયર? ગુજરાત ભાજપમાં અંદરખાને મોટું ઘમસાણ | Gujarat Loca…

May 19, 2026
સરકાર પાસે માત્ર ભાષણોનું જ ‘રિચાર્જ’! EV ઈન્ડેક્સમાં ગુજરાત છેક 27મા ક્રમે ફસડાયું, ખુલી ગઈ પોલ | G…
GUJARAT

સરકાર પાસે માત્ર ભાષણોનું જ ‘રિચાર્જ’! EV ઈન્ડેક્સમાં ગુજરાત છેક 27મા ક્રમે ફસડાયું, ખુલી ગઈ પોલ | G…

May 19, 2026
રૂપાલમાં હિજરતની ચીમકી, માઢીમાં વરઘોડો રોક્યો! ગુજરાતમાં દલિતો સાથે ભેદભાવની ત્રણ દિવસમાં ત્રણ ઘટના …
GUJARAT

રૂપાલમાં હિજરતની ચીમકી, માઢીમાં વરઘોડો રોક્યો! ગુજરાતમાં દલિતો સાથે ભેદભાવની ત્રણ દિવસમાં ત્રણ ઘટના …

May 19, 2026
Next Post
અમદાવાદથી ભાવનગર અને સુરત જવું થયું સસ્તું અને સુપરફાસ્ટ, STએ બદલ્યા રૂટ બદલતા ટિકિટના ભાવ ઘટ્યા | A…

અમદાવાદથી ભાવનગર અને સુરત જવું થયું સસ્તું અને સુપરફાસ્ટ, STએ બદલ્યા રૂટ બદલતા ટિકિટના ભાવ ઘટ્યા | A...

જામનગરમાં મહાનગરપાલિકાના ડિમોલિશન સામે આહિર સમાજ મેદાને, ‘નંદુમાંનો આશરો કાયમ રહેશે’ | Ahir Communit…

જામનગરમાં મહાનગરપાલિકાના ડિમોલિશન સામે આહિર સમાજ મેદાને, 'નંદુમાંનો આશરો કાયમ રહેશે' | Ahir Communit...

કોલકાતા પોલીસ પણ જેનાથી ધ્રૂજતી હતી તે ડૉન ‘સોના પપ્પુ’ જેલભેગો! 10 કલાક પૂછપરછ બાદ EDની કાર્યવાહી |…

કોલકાતા પોલીસ પણ જેનાથી ધ્રૂજતી હતી તે ડૉન 'સોના પપ્પુ' જેલભેગો! 10 કલાક પૂછપરછ બાદ EDની કાર્યવાહી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માર્ચ એન્ડિંગ છતાં ગોધરા પાલિકાનો વહીવટ રામભરોસે, રૂ. 23 કરોડના વેરા સામે વસૂલાત માત્ર એક કરોડ! | Go…

માર્ચ એન્ડિંગ છતાં ગોધરા પાલિકાનો વહીવટ રામભરોસે, રૂ. 23 કરોડના વેરા સામે વસૂલાત માત્ર એક કરોડ! | Go…

2 months ago
જામજોધપુરના વનાણાં ગામમાં બદામના ઝાડ નીચે મોબાઈલ ફોનની લાઈટના અજવાળે જુગાર રમી રહેલા 10 જુગારીઓ પકડા…

જામજોધપુરના વનાણાં ગામમાં બદામના ઝાડ નીચે મોબાઈલ ફોનની લાઈટના અજવાળે જુગાર રમી રહેલા 10 જુગારીઓ પકડા…

1 year ago
ભાજપના નેતાઓને હવે ‘પતિ’ શબ્દ સામે વાંધો, રાજસ્થાનની યુનિવર્સિટીમાં ‘કુલપતિ’ હવે ‘કુલગુરુ’ કહેવાશે |…

ભાજપના નેતાઓને હવે ‘પતિ’ શબ્દ સામે વાંધો, રાજસ્થાનની યુનિવર્સિટીમાં ‘કુલપતિ’ હવે ‘કુલગુરુ’ કહેવાશે |…

1 year ago
જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં 3 દિવસ પહેલાં થયેલી માથાકૂટના પ્રકરણમાં 7 આરોપીઓની ધરપકડ | 7 accused…

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં 3 દિવસ પહેલાં થયેલી માથાકૂટના પ્રકરણમાં 7 આરોપીઓની ધરપકડ | 7 accused…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News