gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપ MLAના પુત્રના લગ્નમાં રૂ.70 લાખના તો ખાલી ફટાકડાં! મંદિરના ગર્ભગૃહમાં જઈ વરમાળા પહેરાવતા વિવાદ …

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in INDIA
0 0
0
ભાજપ MLAના પુત્રના લગ્નમાં રૂ.70 લાખના તો ખાલી ફટાકડાં! મંદિરના ગર્ભગૃહમાં જઈ વરમાળા પહેરાવતા વિવાદ …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Indore MLA Golu Shukla’Son Wedding controversy: મધ્યપ્રદેશના ઇન્દોરમાં ભાજપના ધારાસભ્ય રાકેશ ઉર્ફે ગોલુ શુક્લાના પુત્ર અંજનેશના લગ્ન હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ લગ્નમાં જોવા મળેલી ભવ્યતા અને શાન-ઓ-શૌકત એવી હતી કે લોકો જોતા જ રહી ગયા. જોકે, ભવ્યતાની સાથે સાથે હવે આ લગ્ન એક મોટા વિવાદમાં પણ ફસાયા છે.

₹70 લાખની આતશબાજી અને CMની હાજરી

આ લગ્ન સમારોહમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહિત ભાજપના અનેક મોટા નેતાઓ હાજર રહ્યા હતા. રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસના પણ ઘણા નેતાઓ નવદંપતીને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લગ્નમાં માત્ર આતશબાજી પાછળ જ ₹70 લાખનો ધૂમ ખર્ચ કરવામાં આવ્યો હતો. આકાશને રોશનીથી ભરી દેનારી આ આતશબાજીના વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યા છે.

ખજરાના ગણેશ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશનો વિવાદ

લગ્નની ભવ્યતા બાદ હવે અંજનેશ શુક્લાના લગ્નને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. 11 ડિસેમ્બરે લગ્ન કર્યા બાદ, અંજનેશ પોતાની પત્ની સિમરન સાથે ઇન્દોરના પ્રસિદ્ધ ખજરાના ગણેશ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો. મંદિરમાં સામાન્ય લોકો માટે ગર્ભગૃહમાં પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં, ધારાસભ્યના પુત્રએ માત્ર ગર્ભગૃહમાં એન્ટ્રી જ ન કરી, પરંતુ ગણેશજીની પ્રતિમા સામે એકબીજાને વરમાળા પણ પહેરાવી.

શું વહીવટી તંત્ર કાર્યવાહી કરશે?

કોરોના કાળ બાદ વહીવટી તંત્ર અને મંદિર સમિતિએ ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર રોક લગાવી છે. ત્યારે ધારાસભ્યના પુત્ર દ્વારા નિયમોના ભંગ બદલ સોશિયલ મીડિયા પર લોકો આકરા પ્રહારો કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે વહીવટી તંત્ર અને મંદિર સમિતિ આ મામલે શું એક્શન લે છે, કારણ કે આ ઘટનાએ ‘નિયમો બધા માટે સમાન’ હોવા પર સવાલ ઉભા કર્યા છે.

આ પણ વાંચો: ભારતની તમામ કૉલેજ-યુનિવર્સિટીઓ પર ‘નજર’ રખાશે! નવા નિયમોથી કોને કેટલો લાભ?

અગાઉ પણ વિવાદો સાથે જોડાયેલું છે ભાજપના ધારાસભ્યનું નામ

ગોલુ શુક્લાનો પરિવાર અગાઉ પણ આવા વિવાદોમાં આવી ચૂક્યો છે:

મહાકાલ મંદિર: ઉજ્જૈનના મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં પણ જબરદસ્તી પ્રવેશ કરવા બદલ વિવાદ થયો હતો.

ચામુંડા માતા મંદિર: નાના પુત્ર રુદ્રાક્ષ શુક્લા પર દેવાસના મંદિરના પટ જબરદસ્તી ખોલાવવા અને પુજારીઓને ધમકાવવાનો આરોપ લાગ્યો હતો. આ તમામ વિવાદો બાદ અગાઉ ગોલુ શુક્લાએ જાહેરમાં માફી પણ માંગવી પડી હતી, ત્યારે ફરી એકવાર તેમના પુત્રની હરકતે તેમને ચર્ચામાં લાવી દીધા છે.

ભાજપ MLAના પુત્રના લગ્નમાં રૂ.70 લાખના તો ખાલી ફટાકડાં! મંદિરના ગર્ભગૃહમાં જઈ વરમાળા પહેરાવતા વિવાદ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સેલ્ફીના બહાને કબડ્ડી સ્ટારની ચાલુ મેચમાં ગોળી મારી હત્યા! 11 દિવસ પહેલા જ કર્યા હતા લવ મેરેજ | Kaba…

સેલ્ફીના બહાને કબડ્ડી સ્ટારની ચાલુ મેચમાં ગોળી મારી હત્યા! 11 દિવસ પહેલા જ કર્યા હતા લવ મેરેજ | Kaba...

વરણામા પાસે બ્રિજની પાળી સાથે ટ્રક ભટકાતા કેબિન છૂટું પડી ગયું, ડ્રાઇવરનું રેસ્ક્યુ, ફેવિકોલની રેલમ …

વરણામા પાસે બ્રિજની પાળી સાથે ટ્રક ભટકાતા કેબિન છૂટું પડી ગયું, ડ્રાઇવરનું રેસ્ક્યુ, ફેવિકોલની રેલમ ...

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને રાહત, કોર્ટે પૂછ્યું- CBIએ ગુનો જ નથી નોંધ્યો તો શેની તપાસ? | Na…

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને રાહત, કોર્ટે પૂછ્યું- CBIએ ગુનો જ નથી નોંધ્યો તો શેની તપાસ? | Na...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદના સંતરામ મંદિરે મેળામાં નાના ધંધાર્થીઓ પાસેથી કોઈ ચાર્જ વસૂલાશે નહીં | No charges will be lev…

નડિયાદના સંતરામ મંદિરે મેળામાં નાના ધંધાર્થીઓ પાસેથી કોઈ ચાર્જ વસૂલાશે નહીં | No charges will be lev…

8 months ago
ગુજરાતની વિવિધ વિધાનસભામાં તાલુકા-જિલ્લા પ્રમુખોના ઘરે રોકાશે રાહુલ ગાંધી: ચૂંટણી જીતવા નવો પ્લાન | …

ગુજરાતની વિવિધ વિધાનસભામાં તાલુકા-જિલ્લા પ્રમુખોના ઘરે રોકાશે રાહુલ ગાંધી: ચૂંટણી જીતવા નવો પ્લાન | …

1 year ago
આગામી સાડાત્રણ મહિનામાં દેશમાં 24 અબજ ડોલર મૂલ્યના ઈક્વિટી શેરો અનલોક થશે | Equity shares worth 24 b…

આગામી સાડાત્રણ મહિનામાં દેશમાં 24 અબજ ડોલર મૂલ્યના ઈક્વિટી શેરો અનલોક થશે | Equity shares worth 24 b…

10 months ago
સુરતમાં પ્રેમજાળમાં ફસાવીને સગીરા પર દુષ્કર્મ અને બ્લેકમેલિંગની ગંભીર ઘટના, પોલીસે નરાધમને ઝડપ્યો | …

સુરતમાં પ્રેમજાળમાં ફસાવીને સગીરા પર દુષ્કર્મ અને બ્લેકમેલિંગની ગંભીર ઘટના, પોલીસે નરાધમને ઝડપ્યો | …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News