gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતની પ્રથમ માઇક્રોપ્રોસેસર ચિપ વિક્રમ-32 બિટ લોન્ચ | India’s first microprocessor chip Vikram 32 b…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in INDIA
0 0
0
ભારતની પ્રથમ માઇક્રોપ્રોસેસર ચિપ વિક્રમ-32 બિટ લોન્ચ | India’s first microprocessor chip Vikram 32 b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પીએમ મોદીએ સેમીકન્ડક્ટરને 21મી સદીનો ડિજિટલ હીરો ગણાવી

– ભારતમાં બનેલી એક નાનકડી ચિપ સમગ્ર વિશ્વમાં મોટા પરિવર્તનનું કારણ બનશે એ દિવસો હવે દૂર નથી : મોદી

– વિશ્વને ભારત પર ભરોસો છે માટે આપણી સાથે મળીને સેમીકન્ડક્ટરના ભવિષ્યનું નિર્માણ કરવા તૈયાર છે : પીએમ

નવી દિલ્હી : ભારતને પ્રથમ સ્વદેશી વિક્રમ-૩૨ બિટ માઇક્રોપ્રોસેસર ચિપ મળી ગઇ છે. આ ચિપના લોન્ચિંગ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે  એ દિવસો દૂર નથી જ્યારે ભારતમાં બનેલી એક નાની એવી ચિપને કારણે વિશ્વમાં મોટું પરિવર્તન આવશે. સેમીકોન ઇન્ડિયા ૨૦૨૫ના સમ્મેલનમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વડાપ્રધાન મોદીને વિક્રમ-૩૨ બિટ પ્રોસેસર અને ચાર સેમીકન્ડક્ટર પ્રોજેક્ટના ટેસ્ટ ચિપ્સ આપી વિસ્તૃત માહિતી આપી હતી. મોદીએ આ સેમીકન્ડક્ટરને ૨૧મી સદીનો ડિજિટલ હીરો ગણાવી હતી. 

ચંડીગઢમાં ઇસરોના સેમિકન્ડક્ટર લેબ દ્વારા વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર સાથે મળીને આ ચિપ તૈયાર કરવામાં આવી છે જે ભારતની પ્રથમ ૩૨-બિટ માઇક્રોપ્રોસેસર ચિપ છે. આ ચિપને સત્તાવાર રીતે વિક્રમ૩૨૦૧ નામ આપવામાં આવ્યું છે, મોબાઇલ, કમ્પ્યૂટર, રાઉટર, કાર, સેટેલાઇટ જેવા એડવાન્સ્ડ ડિજિટલ ડિવાસમાં સેમીકન્ડક્ટર ચિપ મગજનું કામ કરે છે. આ તમામ આધુનિક ડિવાઇસની તાકાત આ નાની એવી ચિપ માનવામાં આવે છે. 

દિલ્હીમાં આયોજિત સેમિકોન ઇન્ડિયા ૨૦૨૫ કોન્ફરંસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં દેશમાં બનેલા ચિપ-ટેસ્ટ ચિપ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી ચર્ચામાં ઇસરોની લેબોરેટરી દ્વારા વિકસિત વિક્રમ-૩૨ બિટ પ્રોસેસર મુખ્ય હતું જેને સ્પેસ લોન્ચ વ્હીકલ વગેરેમાં ઉપયોગમાં લઇ શકાય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ આ ચિપ્સનું નિરિક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ૫૦ દેશોથી આવેલા સેમિકન્ડક્ટર ક્ષેત્રના નિષ્ણાતોને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ૧૮ બિલિયન ડોલરના ૧૦ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ હાલ સક્રિય અવસ્થામાં છે, અને ભારત સેમિકન્ડક્ટર મિશનના બીજા તબક્કામાં પ્રવેશવા જઇ રહ્યું છે. 

વડાપ્રધાને કહ્યું હતું કે એ દિવસો દૂર નથી જ્યારે ભારતમાં બનેલી એક નાની એવી ચિપથી સમગ્ર વિશ્વમાં પરિવર્તન આવશે. એટલે કે મેડ ઇન ઇન્ડિયા ચિપ વિશ્વના સૌથી મોટા પરિવર્તનનું કારણ બનશે. અહીંયા આ કાર્યક્રમમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ અને યુવાઓની હાજરી દર્શાવે છે કે વિશ્વને ભારત પર ભરોસો છે, વિશ્વ ભારતમાં માને છે, ભારત સાથે મળીને વિશ્વ સેમિકન્ડક્ટરના ભવિષ્યનું નિર્માણ કરવા માટે તૈયાર છે. ભારતની પોલિસી શોર્ટ-ટર્મ સિગ્નલ્સ નહીં પણ લોંગ ટર્મ કટિબદ્ધતા છે, તમામ રોકાણકારોની જરૂરિયાતોને પુરી કરવામાં આવશે. ભારત રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્રને સાથે રાખીને આ સિદ્ધી પ્રાપ્ત કરી શક્યું છે. 

સેમીકન્ડક્ટર ચિપનો ઉપયોગ આ ક્ષેત્રમાં થશે

નવી દિલ્હી : સેમીકન્ડક્ટર ચિપનો ઉપયોગ મોબાઇલ, કમ્પ્યૂટિંગ, બેસબેંડ, પાવર મેનેજમેન્ટ, મેમરી, એપ્લિકેશન પ્રોસેસર, ઓટો, ઇલેક્ટ્રિક વ્હીકલ, બેટરી મેનેજમેન્ટ, એડીએએસ સેંસર, ઇન્ફોટેનમેન્ટ, ટેલીકોમ, ૫-જી, આરએફ, સ્વિચ, રાઉટર, ઇન્ડસ્ટ્રિયલ, માઇક્રોકન્ટ્રોલર્સ, મોટર ડ્રાઇવ, સેંસર-નોડ્સ, એરોસ્પેસ, ડિફેન્સ, સ્પેસ વગેરે ક્ષેત્રમાં થઇ શકશે. નોંધનીય છે કે ચિપ પાતળા સિલિકોન વેપર પર બનેલા લાખો કરોડો ટ્રાઝિસ્ટરોની એક જાળ છે, જે કમ્પ્યૂટ કરે છે, મેમરી મેનેજ કરી શકે છે સાથે જ સિગ્નલ પ્રોસેસ કરે છે જે ડિવાઇસને વધુ સ્માર્ટ બનાવે છે.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘જાણે મને ઘરેથી તગેડી મૂકાઈ રહી હોય…’, ભાજપ સરકારના નિર્ણય પર કિરણ બેદીનું દર્દ છલકાયું | Kiran Be…
INDIA

‘જાણે મને ઘરેથી તગેડી મૂકાઈ રહી હોય…’, ભાજપ સરકારના નિર્ણય પર કિરણ બેદીનું દર્દ છલકાયું | Kiran Be…

May 27, 2026
પ્રધાનમંત્રી સડક યોજનામાં માર્ગોની ગુણવત્તા ચકાસાઈ નહીં, રુરલ ડેવલમેન્ટ મિનિસ્ટ્રીનો ધડાકો | PMGSY R…
INDIA

પ્રધાનમંત્રી સડક યોજનામાં માર્ગોની ગુણવત્તા ચકાસાઈ નહીં, રુરલ ડેવલમેન્ટ મિનિસ્ટ્રીનો ધડાકો | PMGSY R…

May 27, 2026
આસારામને ગેંગરેપના આરોપથી મુક્તિ પણ આજીવન કેદની સજા યથાવત્, રાજસ્થાન હાઈકોર્ટનો ચુકાદો | Rajasthan H…
INDIA

આસારામને ગેંગરેપના આરોપથી મુક્તિ પણ આજીવન કેદની સજા યથાવત્, રાજસ્થાન હાઈકોર્ટનો ચુકાદો | Rajasthan H…

May 27, 2026
Next Post
નડિયાદમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર બે મહિલાએ હુમલો કરી ગાયો છોડાવી | Two women attacked a team that we…

નડિયાદમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર બે મહિલાએ હુમલો કરી ગાયો છોડાવી | Two women attacked a team that we...

જર્જરિત થયેલી ભદ્રકચેરીની 50 ફૂટ લાંબી દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત | Woman dies after 50 foot wa…

જર્જરિત થયેલી ભદ્રકચેરીની 50 ફૂટ લાંબી દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત | Woman dies after 50 foot wa...

આજથી કાઉન્સિલની મહત્ત્વપૂર્ણ બેઠક જીએસટી દરોમાં સુધારાની શક્યતા | Important council meeting from tod…

આજથી કાઉન્સિલની મહત્ત્વપૂર્ણ બેઠક જીએસટી દરોમાં સુધારાની શક્યતા | Important council meeting from tod...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં પ્રેમ લગ્ન કરનાર વેપારી, તેની પત્ની તથા પુત્રને પતાવી દેવાની ધમકી : યુવતીના પૂર્વ મંગેતર સ…

જામનગરમાં પ્રેમ લગ્ન કરનાર વેપારી, તેની પત્ની તથા પુત્રને પતાવી દેવાની ધમકી : યુવતીના પૂર્વ મંગેતર સ…

5 months ago
અમદાવાદ: વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરનાર મુખ્ય આરોપી ઝડપાયો, પોલીસે કાઢ્યો વરઘોડો | Main Accused in…

અમદાવાદ: વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરનાર મુખ્ય આરોપી ઝડપાયો, પોલીસે કાઢ્યો વરઘોડો | Main Accused in…

2 weeks ago
મહિલાઓ પણ કાયદાનો દુરુપયોગ કરે છે, પૈસા માટે દહેજ ઉત્પીડનનો કેસ કર્યો : દિલ્હી હાઈકોર્ટ

મહિલાઓ પણ કાયદાનો દુરુપયોગ કરે છે, પૈસા માટે દહેજ ઉત્પીડનનો કેસ કર્યો : દિલ્હી હાઈકોર્ટ

4 months ago
જામનગરમાં રખડતા ઢોરનો આતંક, આખલાએ શિંગડા અને પગ નીચે યુવકને રીતસર કચડી નાંખ્યો | Stray Cattle Menace…

જામનગરમાં રખડતા ઢોરનો આતંક, આખલાએ શિંગડા અને પગ નીચે યુવકને રીતસર કચડી નાંખ્યો | Stray Cattle Menace…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News