gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ પર ટૂંક સમયમાં અંતિમ મહોર | India US trade deal to be finalized soon

G METRO NEWS by G METRO NEWS
May 25, 2026
in INDIA
0 0
0
ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ પર ટૂંક સમયમાં અંતિમ મહોર | India US trade deal to be finalized soon
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અમેરિકાના વિદેશમંત્રીની મહત્ત્વની જાહેરાત

– ભારતે હોર્મુઝ ખાડીમાં વિવાદનો મુદ્દો બેઠકમાં ઉઠાવ્યો, શાંતિથી વેપાર થાય તેની તરફેણ કરી

– બન્ને દેશો માટે ટ્રેડ ડીલ મહત્વપૂર્ણ, જેને વહેલા અંતિમ સ્વરૂપ આપવા અમેરિકાથી પ્રતિનિધિઓ ભારત આવશે : રૂબિયો

– ભારત મહત્વપૂર્ણ મિત્ર છે, ચીન અને પાક. સાથેના અમારા સંબંધોની અસર નહીં થવા દઇએ : રૂબિયો

– અમારી વિઝા નીતિઓની અસર ભારત પર ના થાય તેની તકેદારી રાખવામાં આવશે તેવી પણ રૂબિયોની ખાતરી

નવી દિલ્હી: અમેરિકા અને ભારત વચ્ચે લાંબા સમયથી પેન્ડિંગ વેપાર કરારો કે ટ્રેડ ડીલ હવે અંતિમ સ્વરૂપ લે તેવી શક્યતાઓ છે. આ ખુલાસો ભારત આવેલા અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ખૂદ કર્યો છે. દિલ્હીમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત બાદ રૂબિયોએ આ જાહેરાત કરી છે, તેમણે કહ્યું હતું કે ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ અપાશે, આ કરારો બન્ને દેશો માટે ફાયદાકારક અને લાંબા સમય સુધી ટકી રહે તેવા હશે.

ભારત ચાર દિવસના પ્રવાસે આવેલા અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ એસ. જયશંકર સાથે દિલ્હીમાં મહત્વની બેઠક યોજી હતી. જે બાદ બન્ને દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરંસ યોજવામાં આવી હતી, દરમિયાન માર્કો રૂબિયોએ કહ્યું હતું કે ભારત અને અમેરિકાની વચ્ચે વેપાર સમજૂતીને લઇને કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. અમે એવી સમજૂતી ઇચ્છીએ છીએ કે જેમાં બન્ને દેશોના રાષ્ટ્રીય હિતો જળવાઇ રહે, અને બન્નેને તેનાથી લાભ થાય. રૂબિયોની આ જાહેરાત પરથી સ્પષ્ટ છે કે અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ મુદ્દે જે કરારો મૌખીક રીતે થયા હતા તેને હવે લેખિત સ્વરૂપ આપવામાં આવશે. ટેરિફને લઇને બન્ને દેશો વચ્ચે જે વિવાદ સર્જાયો હતો તેનો નિકાલ આ કરારો બાદ થાય તેવી શક્યતાઓ છે. 

અમેરિકાના નિર્ણયો અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો બચાવ કરતા વિદેશમંત્રી રૂબિયોએ કહ્યું હતું કે ટ્રમ્પની નીતિ ભારત વિરોધી નથી, અનેક દેશો સાથે અમેરિકાનો વેપાર અસંતુલિત છે જેને ઠીક કરવો જરૂરી છે. ટૂંક સમયમાં અમેરિકાના વેપાર પ્રતિનિધિઓ કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે ભારત આવશે. દરમિયાન ભારત અને અમેરિકાની વચ્ચે વેપાર ઉપરાંત સંરક્ષણ, ઉર્જા, મહત્વપૂર્ણ ખનિજ, ટેક્નોલોજીમાં સહયોગ વગેરે મુદ્દે ચર્ચા થઇ છે. બન્ને વચ્ચે સેમીકન્ડક્ટર સપ્લાયને મજબૂત બનાવવા પર પણ ધ્યાન અપાયું છે. ચીન અને પાકિસ્તાન સાથે અમેરિકાના સંબંધો અંગે પૂછાયેલા એક સવાલના જવાબમાં રૂબિયોએ કહ્યું હતું કે અન્ય દેશો સાથે અમારા સંબંધથી ભારતને કોઇ નુકસાન નહીં થાય, અમે ભારતને સૌથી મહત્વપૂર્ણ મિત્ર દેશોમાં એક માનીએ છીએ. 

જ્યારે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે હોર્મુઝ ખાડીમાં હાલ વેપાર અટકી પડયો છે તેને લઇને કેટલીક સ્પષ્ટતા કરી હતી, તેમણે કહ્યું હતું કે ભારત ઇચ્છે છે કે હોર્મુઝ ખાડીમાં વેપારને કોઇ પણ પ્રકારનો અવરોધ ના નડે અને સરળતાથી માલ સામાનની અવર જવર થઇ શકે તે જરૂરી છે. આ બેઠકમાં જયશંકરે અમેરિકાના વિઝા અંગેના એવા નિર્ણયોનો પણ ઉલ્લેખ કર્યો હતો કે જેની સીધી અસર ભારતના નાગરિકો પર પડી રહી છે. જવાબમાં અમેરિકાના વિદેશમંત્રી રૂબિયોએ કહ્યું હતું કે કેટલીક અસરો થઇ શકે છે પરંતુ અમે અમારી ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારા કરી રહ્યા છીએ. 

હાલમાં વિઝા નિયમોમાં જે સુધારા થઇ રહ્યા છે તેની અસર ભારત પર નહીં થાય. અમેરિકાના વિદેશમંત્રી અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી ચુક્યા છે, રવિવારે તેમણે વિદેશમંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી, સાથે જ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ સાથે પણ તેમણે બેઠક યોજી હતી જે દરમિયાન સુરક્ષા મુદ્દે ચર્ચા થઇ હતી.

 નોંધનીય છે કે ભારત અને અમેરિકાની વચ્ચે ટ્રેડ ડીલ પર માત્ર મૌખિક ચર્ચા થઇ હતી, જેમાં બન્ને દેશોની વસ્તુઓ પરનો ટેરિફ મુખ્ય મુદ્દો છે. હવે જ્યારે આ ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે ત્યારે ક્યા દેશને કેટલો ફાયદો અને નુકસાન થશે તે સ્પષ્ટ થઇ જશે.  

આઇ લવ ઇન્ડિયા એન્ડ મોદી  લાઇવ કોલ પર ટ્રમ્પે પ્રસંશા કરી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા, ટ્રમ્પે કહ્યું હતું કે હું ભારત અને નરેન્દ્ર મોદીને પ્રેમ કરું છું. અમેરિકાના ૨૫૦માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ચાલી રહી છે, આ ઉજવણીના ભાગરૂપે દિલ્હીમાં સ્થિત અમેરિકન એમ્બસીમાં કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં સામેલ અમેરિકન રાજદૂત સેરગીઓ ગોરે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ચાલુ કાર્યક્રમમાં ફોન કર્યો હતો. બાદમાં ફોનનુ સ્પીકર ઓન કરી દીધુ, દરમિયાન ટ્રમ્પે આ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે આઇ લવ ઇન્ડિયા એન્ડ પીએમ મોદી. ટ્રમ્પના આ નિવેદનના ત્યાં હાજર લોકોએ પણ વખાણ કર્યા અને આવકાર્યું હતું. ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે જ્યારે પણ જરૂર પડે ત્યારે ભારત મારી મદદ લઇ શકે છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મોટો ફેન છું. આ કાર્યક્રમમાં ભારત આવેલા અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર પણ જોડાયા હતા.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઇરાન સાથે યુદ્ધ વિરામ સમજૂતી લગભગ સધાઈ ગઇ છે પરંતુ હોર્મુઝ અંગે અનિશ્ચિતતા હજી રહી છે | Ceasefire ag…

ઇરાન સાથે યુદ્ધ વિરામ સમજૂતી લગભગ સધાઈ ગઇ છે પરંતુ હોર્મુઝ અંગે અનિશ્ચિતતા હજી રહી છે | Ceasefire ag...

શેઠની શીખામણ ઝાંપા સુધી… અમદાવાદમાં કુલ વસતીના માત્ર 11% લોકો જ જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે | Only…

શેઠની શીખામણ ઝાંપા સુધી... અમદાવાદમાં કુલ વસતીના માત્ર 11% લોકો જ જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે | Only...

ગોંડલ નજીક બસ પલટી: બે મહિલાના મોત, 62 શ્રદ્ધાળુમાંથી 5ની હાલત નાજુક | Gondal Bus Accident: 2 Women …

ગોંડલ નજીક બસ પલટી: બે મહિલાના મોત, 62 શ્રદ્ધાળુમાંથી 5ની હાલત નાજુક | Gondal Bus Accident: 2 Women ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દ્વારકામાં ખાનગી બેન્કને હલકું સોનું ધાબડી 9 શખ્સોએ લોન લઇ લીધી | 9 people took loans by looting lig…

દ્વારકામાં ખાનગી બેન્કને હલકું સોનું ધાબડી 9 શખ્સોએ લોન લઇ લીધી | 9 people took loans by looting lig…

7 months ago
ચૂંટણી સંગ્રામ – માંડવા નાંખવા માટે ઉમેદવારોએ પરવાનગી લેવી પડશે | Election campaign Candidates will …

ચૂંટણી સંગ્રામ – માંડવા નાંખવા માટે ઉમેદવારોએ પરવાનગી લેવી પડશે | Election campaign Candidates will …

3 months ago
કેનેડાની કોલેજમાં ફી ભરવાના બહાને ૨૪ લાખ પડાવી લીધા | 24 lakhs were taken on the pretext of paying f…

કેનેડાની કોલેજમાં ફી ભરવાના બહાને ૨૪ લાખ પડાવી લીધા | 24 lakhs were taken on the pretext of paying f…

12 months ago
ડોક્ઝિસાઈક્લાઈન-કાર્બિમાઝોલના પેકેટ પર દવાની નવી સાઈડ ઇફેક્ટ જાહેર કરો | declare side effects of med…

ડોક્ઝિસાઈક્લાઈન-કાર્બિમાઝોલના પેકેટ પર દવાની નવી સાઈડ ઇફેક્ટ જાહેર કરો | declare side effects of med…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News