gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત-પાકિસ્તાનના સંબંધો સુધારવા મથામણ! 3 મહિનામાં બે ગુપ્ત બેઠક, NSA ડોભાલ એક્ટિવ | India Pakistan B…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in INDIA
0 0
0
ભારત-પાકિસ્તાનના સંબંધો સુધારવા મથામણ! 3 મહિનામાં બે ગુપ્ત બેઠક, NSA ડોભાલ એક્ટિવ | India Pakistan B…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-Pakistan Back-Channel Talks: ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં હજુ પણ શૂન્યાવકાશ છે. સત્તાવાર સ્તરે કોઈ સંપર્ક નથી થયો, પરંતુ પડદા પાછળ વાતચીતનો માર્ગ ખોલવાના પ્રયાસો તેજ બન્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ મંત્રણાની જવાબદારી બંને દેશોના નિવૃત્ત લશ્કરી જનરલો અને રાજદ્વારીઓએ સંભાળી છે. છેલ્લા ત્રણ મહિનામાં કતાર અને એશિયાના અન્ય એક દેશની રાજધાનીમાં ઓછામાં ઓછી બે વાર ગુપ્ત બેઠકો યોજાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે આ મુલાકાતો અનૌપચારિક છે, પરંતુ તણાવ ઘટાડવા માટેની આ પહેલી મોટી કોશિશ માનવામાં આવે છે.

ગુપ્ત મંત્રણા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય

ભારતીય સરકારી વર્તુળોમાં એવી સર્વસંમતિ બની રહી છે કે ઇસ્લામાબાદ અને રાવલપિંડી (પાકિસ્તાન આર્મી હેડક્વાર્ટર) સાથે વાતચીત માટે એક ગુપ્ત રસ્તો ખુલ્લો હોવો જોઈએ. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલના કાર્યાલય અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયને પણ આ હિલચાલથી વાકેફ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન તરફથી પણ આવી જ ઈચ્છા વ્યક્ત કરાઈ છે. આ મંત્રણાનો મુખ્ય હેતુ ભવિષ્યમાં કોઈ સંભવિત આતંકી હુમલાની સ્થિતિમાં તણાવને વધુ વકરતો અટકાવવાનો અને કટોકટીના સમયે સીધો સંપર્ક સાધવાનો છે.

આતંક અને મંત્રણા: ભારતનો અભિગમ

ભારતનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે કે ‘આતંકવાદ અને મંત્રણા સાથે ન ચાલી શકે’. જોકે, બેક-ચેનલ વાટાઘાટોને આ સિદ્ધાંતનું ઉલ્લંઘન માનવામાં આવતું નથી. તેને એક એવી વ્યવસ્થા તરીકે જોવામાં આવે છે જેનાથી સંકટ સમયે ભારત સરકાર સીધી પાકિસ્તાની નેતૃત્વ સાથે વાત કરી શકે. હાલમાં બંને દેશો વચ્ચે માત્ર DGMO સ્તરે સાપ્તાહિક હોટલાઈન દ્વારા જ વાતચીત થાય છે, જે અપૂરતી સાબિત થઈ શકે છે.

પાકિસ્તાનનું બદલાયેલું સમીકરણ અને ભારતની જરૂરિયાત

હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ભૂમિકા બદલાઈ રહી છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવમાં પાકિસ્તાન સક્રિય છે. પાકિસ્તાની સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરની પકડ મજબૂત થઈ છે અને તેમને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પણ સમર્થન હોવાનું મનાય છે. આવી સ્થિતિમાં, જો કોઈ નવો આતંકી હુમલો થાય, તો ઇસ્લામાબાદ પર આંતરરાષ્ટ્રીય દબાણ લાવવું ભારત માટે પડકારજનક બની શકે છે. તેથી, ભારત માટે સીધા સંવાદની વ્યવસ્થા રાખવી અત્યંત મહત્ત્વની બની ગઈ છે.

આ પણ વાંચો: બંગાળમાં આજથી ‘શુભેન્દુ યુગ’, શપથ સમારોહમાં PM મોદી સહિત 20થી વધુ રાજ્યના CM હાજર રહેશે

નવી નિયુક્તિઓ અને જૂનો ઈતિહાસ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગુપ્ત વાટાઘાટોનો ઈતિહાસ ઘણો જૂનો છે. વર્ષ 2015થી 2018 વચ્ચે NSA ડોભાલે બેંગકોકમાં પાકિસ્તાની સમકક્ષો સાથે ઘણી બેઠકો કરી હતી. હવે પાકિસ્તાનમાં લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ આસિમ મલિકને નવા NSA બનાવવામાં આવ્યા છે. તેઓ પાકિસ્તાનના 10માં NSA છે અને પ્રથમ એવા અધિકારી છે જે ISI ચીફ અને NSA બંને પદ સંભાળી રહ્યા છે. આ ફેરફારથી પાકિસ્તાનની લશ્કરી અને નાગરિક શક્તિઓ એક જ કેન્દ્રમાં આવી ગઈ છે, જે ફિલ્ડ માર્શલ મુનીરના સીધા નિયંત્રણને વધુ મજબૂત બનાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લખનઉ અગ્નિકાંડ: પપ્પા મને બચાવી લો… મોત સામે ઝઝૂમતા વિદ્યાર્થીનો છેલ્લો ફોન કોલ | Lucknow Fire Tra…
INDIA

લખનઉ અગ્નિકાંડ: પપ્પા મને બચાવી લો… મોત સામે ઝઝૂમતા વિદ્યાર્થીનો છેલ્લો ફોન કોલ | Lucknow Fire Tra…

June 23, 2026
‘ડાયપર દાન કરો’ અભિયાન! NEET પેપર લીક વિરૂદ્ધ કોકરોચ જનતા પાર્ટીનો અનોખો વિરોધ, શિક્ષણ મંત્રીના રાજી…
INDIA

‘ડાયપર દાન કરો’ અભિયાન! NEET પેપર લીક વિરૂદ્ધ કોકરોચ જનતા પાર્ટીનો અનોખો વિરોધ, શિક્ષણ મંત્રીના રાજી…

June 23, 2026
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 2-3 દિવસમાં ગુજરાતમાં પધરામણી | Mumbai Mons…
INDIA

12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 2-3 દિવસમાં ગુજરાતમાં પધરામણી | Mumbai Mons…

June 23, 2026
Next Post
ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…

ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h...

બંગાળમાં આજથી ‘શુભેન્દુ યુગ’, શપથ સમારોહમાં PM મોદી સહિત 20થી વધુ રાજ્યના CM હાજર રહેશે | PM Modi To…

બંગાળમાં આજથી 'શુભેન્દુ યુગ', શપથ સમારોહમાં PM મોદી સહિત 20થી વધુ રાજ્યના CM હાજર રહેશે | PM Modi To...

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેટ્રોલ-ડીઝલના ટુ-વ્હીલરના રજિસ્ટ્રેશન જ નહીં થાય, રિક્ષા પણ બંધ: દિલ્હીમાં EV પોલિસીનો ડ્રાફ્ટ તૈયા…

પેટ્રોલ-ડીઝલના ટુ-વ્હીલરના રજિસ્ટ્રેશન જ નહીં થાય, રિક્ષા પણ બંધ: દિલ્હીમાં EV પોલિસીનો ડ્રાફ્ટ તૈયા…

1 year ago
ભારતીય સેના માટે ગુજરાતમાં તૈયાર થશે નવા યુદ્ધ વાહન, જાણો પહાડોથી લઈને પાણીમાં ચાલી શકતા BvS-10ની ખા…

ભારતીય સેના માટે ગુજરાતમાં તૈયાર થશે નવા યુદ્ધ વાહન, જાણો પહાડોથી લઈને પાણીમાં ચાલી શકતા BvS-10ની ખા…

7 months ago
VIDEO : ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનના કારણે ધૌલીગંગામાં ટનલમાં 19 કર્મચારી ફસાયા | Uttarakha…

VIDEO : ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનના કારણે ધૌલીગંગામાં ટનલમાં 19 કર્મચારી ફસાયા | Uttarakha…

10 months ago
વડોદરા રેલવે સ્ટેશનની પાછળ નાળિયા રસ્તાની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ફાળવવા તંત્રને દરખાસ્ત રજૂ…

વડોદરા રેલવે સ્ટેશનની પાછળ નાળિયા રસ્તાની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ફાળવવા તંત્રને દરખાસ્ત રજૂ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News