gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત-બાંગ્લાદેશ સરહદે હોબાળો, બંને દેશોની સેના વચ્ચે તણાવ, ઘૂસણખોરોને ખદેડતા પથ્થરમારો | clashes at …

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in INDIA
0 0
0
ભારત-બાંગ્લાદેશ સરહદે હોબાળો, બંને દેશોની સેના વચ્ચે તણાવ, ઘૂસણખોરોને ખદેડતા પથ્થરમારો | clashes at …
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-Bangladesh Border: પૂર્વોત્તર રાજ્ય મેઘાલય અને બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સરહદ પર મોટો હોબાળો થયો હતો. સીમા સુરક્ષા દળ (BSF) દ્વારા કથિત રીતે એક બાંગ્લાદેશી નાગરિકને પરત મોકલવાની કાર્યવાહી બાદ બંને દેશોની સરહદ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી અને ત્યારબાદ પથ્થરમારાની ઘટનાઓ સામે આવી હતી. આ ઘટના મેઘાલયના દક્ષિણ પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લાના મહેન્દ્રગંજ વિસ્તારમાં આવેલા નંદિર ચાર સરહદી વિસ્તારની હોવાની માહિતી મળી રહી છે. 

સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંબંધિત વ્યક્તિએ કથિત રીતે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો. સુરક્ષા એજન્સીઓ દ્વારા તેને કસ્ટડીમાં લીધા બાદ BSFએ તેને બાંગ્લાદેશ તરફ પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરી. જોકે, આ મામલો ત્યારે વધુ ગૂંચવાયો જ્યારે બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ્સ (BGB) અને સરહદ પાર હાજર સ્થાનિક લોકોએ કથિત રીતે તે વ્યક્તિનો સ્વીકાર કરવાનો ઈનકાર કરી દીધો.

સરહદ પર ફસાયો વ્યક્તિ, વધ્યો તણાવ

પ્રાપ્ત માહિતી પ્રમાણે BGBના ઈનકાર બાદ તે વ્યક્તિ બંને દેશોની સરહદ વચ્ચે ફેન્સિંગ પાસે જ ફસાઈ ગયો. આના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ભ્રમ અને તણાવની સ્થિતિ સર્જાઈ ગઈ. સ્થાનિક લોકોનો દાવો છે કે સંબંધિત વ્યક્તિએ ખુદને બાંગ્લાદેશી નાગરિક હોવાનું જણાવ્યું હતું, તેમ છતાં બાંગ્લાદેશ તરફથી તેને પોતાના કબજામાં લેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દેવામાં આવ્યો હતો.

આ ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા જ સરહદની બંને બાજુએ મોટી સંખ્યામાં લોકો એકઠા થવા લાગ્યા હતા. જોતજોતામાં સેંકડો લોકો સરહદની નજીક પહોંચી ગયા અને માહોલ તણાવપૂર્ણ બની ગયો.

બંને તરફથી પથ્થરમારો થયો

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે સરહદ પર એકઠી થયેલી ભીડ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ બંને તરફથી પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. આંતરરાષ્ટ્રીય સરહદ પર લગાવવામાં આવેલી તારની વાડની આરપાર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા, જેના કારણે સ્થિતિ વધુ સંવેદનશીલ બની ગઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈ ગંભીર રીતે ઘાયલ થયું હોવાના તાત્કાલિક અહેવાલ નથી, પરંતુ આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે. સરહદ પર વધતા તણાવને જોતા વધારાના સુરક્ષા દળો તહેનાત કરી દેવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને રોકી શકાય તે માટે BSF અને BGB બંને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયો વીડિયો

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયુ વેગે વાઈરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં સરહદની બંને બાજુએ મોટી સંખ્યામાં લોકોની હાજરી અને તણાવપૂર્ણ માહોલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓએ હજુ સુધી આ વાયરલ વીડિયોની સત્તાવાર પુષ્ટિ નથી કરી. અધિકારીઓનું કહેવું છે કે, વાઈરલ થઈ રહેલા વીડિયોની સત્યતાની તપાસ કરવામાં આવી રહી છે, સાથે જ તેમણે સ્થાનિક લોકોને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા માટે અપીલ કરી છે.

આ પણ વાંચો: ‘ગૃહિણી’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં કામનું મૂલ્ય માસિક રૂ. 30,000 નક્કી

સ્થિતિ પર નજર, વાતચીતથી સમાધાનનો પ્રયાસ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલાને ઉકેલવા માટે બંને દેશોની  બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત વાતચીત થવાની સંભાવના છે. BSF અને BGBના અધિકારીઓ સ્થાપિત પ્રોટોકોલ પ્રમાણે સતત એકબીજાના સંપર્કમાં છે અને સ્થિતિને સામાન્ય બનાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  હાલ નંદિર ચાર સરહદી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવાયું છે અને સરહદ પર વધારાના જવાનો તહેનાત કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે, પરંતુ સરહદ પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે લાંબા સમયથી પરસ્પર સહયોગની સરહદી વ્યવસ્થા રહી છે, તેથી એવી આશા રાખવામાં આવી રહી છે કે બંને દેશોની એજન્સીઓ વાતચીત દ્વારા આ વિવાદનો સુખદ ઉકેલ લાવી દેશે અને સરહદી વિસ્તારમાં ટૂંક સમયમાં જ શાંતિ સ્થાપિત થઈ જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસમાં વિલયના અહેવાલોને TMCના બળવાખોર જૂથે ફગાવ્યા, કહ્યું – હજુ તો ઘણા રાજીનામા પડશે | TMC reb…
INDIA

કોંગ્રેસમાં વિલયના અહેવાલોને TMCના બળવાખોર જૂથે ફગાવ્યા, કહ્યું – હજુ તો ઘણા રાજીનામા પડશે | TMC reb…

June 11, 2026
‘ભત્રીજા અભિષેકને પસંદ કરો કા મને…’ દિગ્ગજ નેતાના અલ્ટીમેટમથી મમતાની TMC સામે મોટું સંકટ | TMC Cri…
INDIA

‘ભત્રીજા અભિષેકને પસંદ કરો કા મને…’ દિગ્ગજ નેતાના અલ્ટીમેટમથી મમતાની TMC સામે મોટું સંકટ | TMC Cri…

June 11, 2026
મણિપુર ફરી ભડકે બળ્યું, 28 દિવસથી ગુમ 6 નાગા લોકોની નિર્દયતાપૂર્વક હત્યા, બંધનું એલાન | Manipur Tens…
INDIA

મણિપુર ફરી ભડકે બળ્યું, 28 દિવસથી ગુમ 6 નાગા લોકોની નિર્દયતાપૂર્વક હત્યા, બંધનું એલાન | Manipur Tens…

June 11, 2026
Next Post
મોટા વરાછામાં શિક્ષણ વ્યવસ્થા સામે વિવાદ : વિદ્યાર્થીઓ ઉપવાસ પર, વાલીઓ રસ્તા પર | Controversy over e…

મોટા વરાછામાં શિક્ષણ વ્યવસ્થા સામે વિવાદ : વિદ્યાર્થીઓ ઉપવાસ પર, વાલીઓ રસ્તા પર | Controversy over e...

ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદના પ્રવેશદ્વારે મહાવીર સ્વામીની પ્રતિમા, માહોલ ગરમાયો | Bharuch Jama Ma…

ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદના પ્રવેશદ્વારે મહાવીર સ્વામીની પ્રતિમા, માહોલ ગરમાયો | Bharuch Jama Ma...

વાપી સેશન્સ કોર્ટેનો મોટો ચુકાદો, કિશોરીના દુષ્કર્મ કેસમાં પડોશી આરોપીને 20 વર્ષની સજા, 10 હજારનો દં…

વાપી સેશન્સ કોર્ટેનો મોટો ચુકાદો, કિશોરીના દુષ્કર્મ કેસમાં પડોશી આરોપીને 20 વર્ષની સજા, 10 હજારનો દં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: ભારત-ન્યૂઝીલેન્ડ મેચની ટિકિટોનું કાળાબજાર કરતું રેકેટ ઝડપાયું, 17 ટિકિટો કબજે | Vadodara Cri…

વડોદરા: ભારત-ન્યૂઝીલેન્ડ મેચની ટિકિટોનું કાળાબજાર કરતું રેકેટ ઝડપાયું, 17 ટિકિટો કબજે | Vadodara Cri…

5 months ago
રેલવે ઇ-ટિકિટ બુક કરતી વખતે નવો નિયમ લાગુ

રેલવે ઇ-ટિકિટ બુક કરતી વખતે નવો નિયમ લાગુ

8 months ago
નીતિશ કુમાર માટે ભારત રત્નની માગ કરનારા દિગ્ગજ નેતાને જેડીયુમાંથી તગેડી મૂકાયા | Veteran leader who …

નીતિશ કુમાર માટે ભારત રત્નની માગ કરનારા દિગ્ગજ નેતાને જેડીયુમાંથી તગેડી મૂકાયા | Veteran leader who …

5 months ago
આજથી 2 દિવસ ઓખા ટ્રેન દ્વારકા રેલવે સ્ટેશન સુધી જશે | Okha train will run to Dwarka railway station …

આજથી 2 દિવસ ઓખા ટ્રેન દ્વારકા રેલવે સ્ટેશન સુધી જશે | Okha train will run to Dwarka railway station …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News