
– ડીજીસીએએ બધી જ એરલાઈન્સ માટે ફ્લાઈટ ક્રૂના નિયમો પાછા ખેંચ્યા
– એરલાઈન્સે, પ્રવાસીઓને રૂ. ૬૧૦ કરોડનું રિફન્ડ આપ્યું, ૩,૦૦૦ બેગ ડિલિવર કરી, ૬ઠ્ઠા દિવસે ઈન્ડિગોએ ૧૬૫૦ ફ્લાઈટ ઓપરેટ કરી
– ઈન્ડિગો અને ડીજીસીએને સમન્સ પાઠવવા સંસદીય સમિતિની તૈયારી, ફ્લાઈટ સંકટ મુદ્દે ન્યાયિક તપાસની સાંસદોની માગ
– ડીજીસીએએ એફડીટીએલના નિયમો પાછા ખેંચતા પાયલટ સહિત ફ્લાઈટ ક્રૂમાં ભારે નારાજગી
નવી દિલ્હી: દેશમાં ઈન્ડિગો એરલાઈન્સમાં ફ્લાઈટ્સના મેનેજમેન્ટ સંબંધિત સમસ્યા અને કર્મચારીઓની અછતના કારણે છ દિવસથી સતત રદ થઈ રહેલી સેંકડો ફ્લાઈટ્સ વચ્ચે આખરે રવિવારે સ્થિતિ આંશિક રીતે થાળે પડતી હોવાનું જણાયું હતું.










