gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ કાયદેસર કરાવવા ત્રણ વર્ષ દરમિયાન 3975 અરજી | 3975 applications received i…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ કાયદેસર કરાવવા ત્રણ વર્ષ દરમિયાન 3975 અરજી | 3975 applications received i…
3
VIEWS
Share on FacebookShare on Twitter

વર્ષ-2022 પૂર્વેના ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવા સરકારે ઇમ્પેક્ટ ફીની સ્કીમ મુકી છે

નિયમ મુજબ 1383 અરજી મંજૂર અને 222 અરજી નામંજૂર, મહાપાલિકાએ બાંધકામ કાયદેસર કરતા રૂા. 28.54 કરોડની આવક 

ભાવનગર: ભાવનગર સહિત રાજ્યભરમાં લોકો મંજૂરી વગર બાંધકામ કરી નાખતા હોય છે પરંતુ આવા બાંધકામને મંજૂરી આપવામાં આવતી નથી તેથી લોકો પરેશાન થતા હોય છે. ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવા માટે રાજ્ય સરકાર ઇમ્પેક્ટ ફીની સ્કીમ લાવી છે. આ સ્કીમમાં અરજી કર્યા બાદ નિયમ મુજબ મંજૂરી આપવામાં આવે છે અને ઘણી અરજી નામંજૂર પણ કરવામાં આવે છે. 

ભાવનગર શહેરમાં ગેરકાયદે બાંધકામ કાયદેસર કરાવવા માટે ઇમ્પેક્ટ ફીની સ્કીમ હેઠળ આશરે ત્રણ વર્ષમાં કુલ ૩૯૭પ અરજી આવી છે, જેમાં મહાપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ વિભાગે બાંધકામનુ નિરીક્ષણ અને પુરાવાની ચકાસણી કર્યા બાદ નિયમ મુજબ ૧૩૮૩ અરજી મંજૂર કરી છે, જયારે રરર અરજી નામંજૂર કરવામાં આવી છે. મહાપાલિકાને ઇમ્પેક્ટ ફી હેઠળ કુલ રૂા. ર૮,પ૪,૦૪,૧૦૧ ની આવક થઈ છે. રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફીની સ્કીમ ગત તા. ૧૭ ઓકટોબર-ર૦રર ના રોજ જાહેર કરી હતી, જેમાં ગત તા. ૩૦ સપ્ટેમ્બર-ર૦રર પહેલાના ગેરકાયદે બાંધકામ નિયમ મુજબ કાયદેસર કરવા મંજૂરી આપવામાં આવી છે. 

ત્યારબાદ ઇમ્પેક્ટ ફીની સ્કીમ ૬-૬ માસ માટે લંબાવવામાં આવી રહી છે. તાજેતરમાં ફરી ઇમ્પેક્ટ ફીની સ્કીમ આગામી ડિસેમ્બર-ર૦રપ સુધી લંબાવવામાં આવી છે તેથી હજુ આ સ્કીમનો લોકો લાભ લઈ શકશે તેમ મહાપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ ઓફીસરે માહિતી આપતા જણાવેલ છે. 

નિયમ મુજબ બાંધકામ કાયદેસર કરાશે : અધિકારી 

રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફીની સ્કીમ જાહેર કરી છે, જેના પગલે ગેરકાયદે બાંધકામ કાયદેસર કરાવવા ઘણી અરજી આવી રહી છે પરંતુ આ અરજીમાં તપાસ કર્યા બાદ નિયમ મુજબ બાંધકામ કાયદેસર કરવામાં આવે છે. ઘણા બાંધકામ નિયમ મુજબ ન હોય તો આવી અરજી નામંજૂર કરવામાં આવે છે. આ સ્કીમના નિયમ મુજબ બાંધકામ કાયદેસર કરવામાં આવશે તેમ મહાપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ ઓફીસર યુ.ડી.ડોડીયાએ જણાવેલ છે. 

– ભાવનગરના ડીઆરએમની બદલી, પોસ્ટીંગ ઓર્ડર બાકી

ભાવનગર: ભાવનગરના ડિવિઝનલ રેલવે મેનેજર રવિશકુમારની બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે પરંતુ હજુ પોસ્ટીંગનો ઓર્ડર બાકી હોવાનું જાણવા મળ્યું હતું. સામાન્ય રીતે ડીઆરએમની દર બે વર્ષે બદલી થતી હોય છે અને ડીઆરએમ રવિશકુમારને બે વર્ષને અહીંની ફરજ દરમિયાન બે વર્ષ થયા હોવાનું જાણવા મળ્યું હતું. રેલવે બોર્ડ દ્વારા આજે દેશના વિવિધ રેલવે ડિવિઝનમાં ફરજ બજાવતા ૩૨ જેટલા પ્રબંધકની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. જેમાં ભાવનગરના ડીઆરએમનો પણ સમાવેશ થાય છે. નવા ડીઆરએમ તરીકે દિનેશ વર્માની નિમણૂક કરવામાં આવી છે. 

– પાલિતાણામાં અખંડ મહા મૃત્યુંજય મંત્રના અખંડ જાપનું આયોજન

પાલિતાણા: પાલિતાણામાં કાર્યરત વિવેકાનંદ કેન્દ્રના કાર્યકર્તા દ્વારા અરુણાચલ પ્રદેશની શાંતિ અને સમૃદ્ધ માટે છેલ્લા ૨૯ વર્ષથી શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે અખંડ મંત્ર જાપ કરવામાં આવે છે. જે અંતર્ગત પાલિતાણામાં શેત્રુંજય તળેટીમાં બિરાજમાન નાગનાથ મહાદેવ મંદિરે મહામૃત્યુંજય મંત્રના અખંડ જાપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શિવભક્તો, રાષ્ટ્રપ્રેમીઓને જોડાવા અનુરોધ કરાયો છે.

– અષાઢના અંતિમ દિવસે ૪ તાલુકામાં સામાન્ય વરસાદ

ભાવનગર: વરસાદના ધોરી માસ ગણાતા અષાઢ માસના અંતિમ દિવસે પણ મેઘરાજાએ શ્રીકાર વરસવાના બદલે માત્ર હાજરી પૂરાવી હતી. જિલ્લામાં વલ્લભીપુર, ઘોઘા, પાલિતાણા અને તળાજામાં આજે દિવસ દરમિયાન સામાન્ય વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભાવનગરમાં મેઘવિરામ વચ્ચે સતત ત્રીજા દિવસે મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો.

– ભાવનગરમાં પેન્શનર્સ એસો.ના સભાખંડમાં આજે માનવ સાંકળ 

ભાવનગર: ભાવનગર પરા સ્થિત આઈઆરપીએના સભાખંડમાં આવતીકાલ તા. ૨૫ને શુક્રવારે સવારે ૧૦ વાગ્યે માનવ સાંકળ કાર્યક્રમ યોજાશે. જેમાં ઓલ ઈન્ડિયા રીટાયર્ડ રેલવે ફેડરેશન સિકંદરાબાદના જનરલ સેક્રેટરી વીડિયો કોન્ફરન્સ દ્વારા માગણીઓ વિશે માહિતી આપશે. તેમ યાદીમાં જણાવાયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
2024માં કેટલાં ભારતીયોએ નાગરિકતા છોડી? કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપ્યો જવાબ | how many indians will…

2024માં કેટલાં ભારતીયોએ નાગરિકતા છોડી? કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપ્યો જવાબ | how many indians will...

ઉત્તરસંડામાં પ્રેમલગ્ન કરેલી પરિણીતાને વહેમ રાખી ત્રાસ | Torture of a married woman in Uttarsanda

ઉત્તરસંડામાં પ્રેમલગ્ન કરેલી પરિણીતાને વહેમ રાખી ત્રાસ | Torture of a married woman in Uttarsanda

સૌથી લાંબા સમય સુધી પદે જળવાઈ રહેનારા દેશના બીજા વડાપ્રધાન બન્યાં પીએમ મોદી, ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ…

સૌથી લાંબા સમય સુધી પદે જળવાઈ રહેનારા દેશના બીજા વડાપ્રધાન બન્યાં પીએમ મોદી, ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચર્ચિત શિક્ષક ખાન સરે ગુપચુપ કર્યા લગ્ન, વિદ્યાર્થીઓને જમણવારનું આમંત્રણ: લોકોએ પૂછ્યું કોણ છે પત્ની…

ચર્ચિત શિક્ષક ખાન સરે ગુપચુપ કર્યા લગ્ન, વિદ્યાર્થીઓને જમણવારનું આમંત્રણ: લોકોએ પૂછ્યું કોણ છે પત્ની…

1 year ago
તમાકુ નિયંત્રણ અધિનિયમનો ભંગ કરતા 256 લોકો પકડાયા | 256 people arrested for violating Tobacco Contro…

તમાકુ નિયંત્રણ અધિનિયમનો ભંગ કરતા 256 લોકો પકડાયા | 256 people arrested for violating Tobacco Contro…

4 months ago
વડોદરામાં હનુમાન જયંતિ પ્રસંગે શનિદેવ અને દાદાના મંદિરોમાં ભક્તજનોનું ઘોડાપૂર | Devotees throng hanu…

વડોદરામાં હનુમાન જયંતિ પ્રસંગે શનિદેવ અને દાદાના મંદિરોમાં ભક્તજનોનું ઘોડાપૂર | Devotees throng hanu…

6 months ago
સુરતની રહેણાંક સોસાયટી-શેરીની નવરાત્રીને આધુનિક ટચ, દસ દિવસ માટે દસ ડ્રેસ કોડ જાહેર કર્યા | Surat’s …

સુરતની રહેણાંક સોસાયટી-શેરીની નવરાત્રીને આધુનિક ટચ, દસ દિવસ માટે દસ ડ્રેસ કોડ જાહેર કર્યા | Surat’s …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News