gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભૂપત ભરવાડના ભત્રીજાઓ સામે આકરી કાર્યવાહી કરાઇ, દોરડા બાંધી લઇ જવાયા | Strict action was taken again…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in GUJARAT
0 0
0
ભૂપત ભરવાડના ભત્રીજાઓ સામે આકરી કાર્યવાહી કરાઇ, દોરડા બાંધી લઇ જવાયા | Strict action was taken again…
0
VIEWS
Share on FacebookShare on Twitter

એક સમયે પોલીસ તંત્રમાં દબદબો, હાલ વળતા પાણીના સંકેત

આરોપીઓ સામે આકરી કાર્યવાહી નહીં કરવાની ભલામણોનો ક્રાઇમ બ્રાંચ ઉપર ધોધ વછૂટયો હતો

રાજકોટ: નામચીન અને અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ગયેલા ભૂપત ભરવાડના જ્યાં સુધી પોલીસની વાત છે ત્યાં સુધી વળતા પાણી શરૂ થયાના સંકેતો મળી રહ્યા છે. એક સમયે તેની ઓફિસે કેટલાક પોલીસ અધિકારીઓ અને માણસો કુર્નિશ બજાવવા જતા હતા. જેમાંથી કેટલાક તો તેના પેરોલ પર હોવાનું ચર્ચાતું હતું. 

થોડા વર્ષો પહેલા તત્કાલીન પોલીસ કમિશનર તેને ત્યાં એક પ્રસંગમાં હાજરી આપવા પણ ગયા હતા. જેના ફોટા વાયરલ થતાં ચર્ચા જાગી હતી. જેના પરથી ભૂપત ભરવાડનો પોલીસ તંત્રમાં કેટલો દબદબો છે તેનો અહેસાસ લોકોને થયો હતો. 

બેડી ગામમાં દાળ-પકવાનના ધંધાર્થી વિપુલ વડેચા સહિત બે ઉપર ખૂની હુમલો કરવાના કેસમાં ભૂપત ભરવાડના ભત્રીજાઓના નામ ખૂલ્યા હતા. આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ હતી. જેની ટીમે તમામ રીતે ધોંસ બોલાવતા આખરે ભૂપત ભરવાડના બે ભત્રીજાઓ દેવશી બાબુતર, શ્યામ બાબુતર અને કિશન સરસિયા ગઇકાલે ક્રાઇમ બ્રાંચ સમક્ષ હાજર થઇ ગયા હતાં.

તે સાથે જ ક્રાઇમ બ્રાંચે ત્રણેય આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરી હતી. એટલું જ નહીં આજે ત્રણેય આરોપીઓને દોરડા બાંધી સ્થળ પર લઇ જઇ રિકન્સ્ટ્રકશન પંચનામુ પણ કર્યું હતું. તે પહેલા ક્રાઇમ બ્રાંચ પાસે ભૂપત ભરવાડના ભત્રીજાઓ ઉપર રહેમ રાખવા એટલે કે આકરી પૂછપરછ નહીં કરવા ઉપરાંત વરઘોડો નહીં કાઢવા સહિતની ભલામણોનો ધોધ છૂટયો હતો. પરંતુ કહે છે કે હાલના ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ તેને તાબે થયા ન હતા. 

સાથોસાથ કોઇપણ શરતો માનવાનો ઇન્કાર કરી દીધો હતો. આ જ કારણ છે કે આ વખતે આકરી કાર્યવાહી સંભવ બની છે. ભૂપત ભરવાડ ઉપર હજુ પણ કેટલાક નેતાઓનું છત્ર હોવાનું કહેવાય છે. આમ છતા આ નેતાઓની પણ કોઇ ભલામણ નહીં ચાલ્યાની છાપ ઉપસી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર નીલગાય સાથે કાર અથડાતા અકસ્માત | Accident involving a car hitting a nilgai …

ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર નીલગાય સાથે કાર અથડાતા અકસ્માત | Accident involving a car hitting a nilgai ...

લખતરની મુખ્ય બજારમાં ગટર ઉભરાતા નાગરિકોને હાલાકી | Citizens suffer as sewage overflows in Lakhtar’s …

લખતરની મુખ્ય બજારમાં ગટર ઉભરાતા નાગરિકોને હાલાકી | Citizens suffer as sewage overflows in Lakhtar's ...

પાટડીમાં બેંક નજીક આધેડની નજર ચૂકવી રૃ.85 હજારની લૂંટ | Rs 85 thousand looted after paying for the s…

પાટડીમાં બેંક નજીક આધેડની નજર ચૂકવી રૃ.85 હજારની લૂંટ | Rs 85 thousand looted after paying for the s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિની કહાની, જેની પાસે નથી કોઈ ડિગ્રી, મસ્કને પણ પાછળ છોડી દીધા | the story o…

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિની કહાની, જેની પાસે નથી કોઈ ડિગ્રી, મસ્કને પણ પાછળ છોડી દીધા | the story o…

10 months ago
આવતીકાલથી શરૂ થશે માધવપુર ઘેડનો મેળો: શું તમે તેની આસપાસ આવેલા 25 પૌરાણિક સ્થળો વિશે જાણો છો? | Madh…

આવતીકાલથી શરૂ થશે માધવપુર ઘેડનો મેળો: શું તમે તેની આસપાસ આવેલા 25 પૌરાણિક સ્થળો વિશે જાણો છો? | Madh…

3 months ago
દિલ્હીમાં સત્તા ગુમાવનાર કેજરીવાલ માટે ગુજરાતથી ગુડ ન્યૂઝ, સરવેના પરિણામોએ ચોંકાવ્યા | Gujarat Surve…

દિલ્હીમાં સત્તા ગુમાવનાર કેજરીવાલ માટે ગુજરાતથી ગુડ ન્યૂઝ, સરવેના પરિણામોએ ચોંકાવ્યા | Gujarat Surve…

5 months ago
બંગાળમાં શુભેન્દુ અધિકારીની કાર પર હુમલો, ભાજપ નેતાએ TMCની લુંગી વાહિની પર કર્યા પ્રહાર | Shubhendu …

બંગાળમાં શુભેન્દુ અધિકારીની કાર પર હુમલો, ભાજપ નેતાએ TMCની લુંગી વાહિની પર કર્યા પ્રહાર | Shubhendu …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News