gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભેદી ફાયરિંગમાં પીએસઆઇ અને તેની મહિલા મિત્ર ઘાયલ | PSI and his female friend injured in mysterious f…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
ભેદી ફાયરિંગમાં પીએસઆઇ અને તેની મહિલા મિત્ર ઘાયલ | PSI and his female friend injured in mysterious f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટનાં યુનિવર્સિટી રોડ પર સમન્વય સુલભ એપાર્ટમેન્ટની ઘટના

સર્વિસ પિસ્તોલ સાફ કરતી વખતે ગોળી ચેમ્બરમાં ફસાઇ જતાં મિસ્ફાયર થયાનું પોલીસે જાહેર કર્યું

રાજકોટ: રાજકોટનાં યુનિવર્સિટી રોડ પર જે.કે. ચોકમાં આવેલા સમન્વય સુલભ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં.૪૦૪માં રહેતા અને સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં નિતીન કરૂણાશંકર પંડયા અને તેના મહિલા મિત્ર પૂજાબેન ગઇકાલે રાત્રે થયેલા ભેદી ફાયરિંગમાં ઘવાતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે પીએસઆઇ પંડયા પોતાની સર્વિસ પિસ્તોલ અનલોડ કે સાફ કરતા હતા ત્યારે અકસ્માતે ગોળી છુટતા આ ઘટના બન્યાનું જાહેર કર્યું છે.

આમ છતાં પોલીસનું કહેવું છે કે, જાણવા જોગ નોંધ કરી ખરેખર અકસ્માતે જ ગોળી છુટી છે કે કેમ તે બાબતની તપાસ કરવામાં આવશે. ગઇકાલે રાત્રિનાં સાડા દસ વાગ્યે આ ઘટના બની હતી. જાણ થતાં ઝોન-૨ના ડીસીપી રાકેશ દેસાઇ અને ગાંધીગ્રામ-૨ પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. 

પ્રાથમિક પુછપરછમાં પીએસઆઇ પંડયાએ જણાવ્યું કે, રાત્રે તેની સર્વિસ પિસ્તોલ અનલોડ કરી રહ્યા હતા ત્યારે ગોળી પિસ્તોલની ચેમ્બરમાં ફસાઇ જતાં મિસ્ફાયર થયું હતું. જે ગોળી તેના જમણાં હાથના બાવડાના ભાગે વાગી નજીકમાં ઉભેલી તેની મિત્ર પૂજાને પણ વાગી હતી. 

પોલીસનું અનુમાન છે કે, પીએસઆઇ પંડયાના બાવડાના ભાગે ગોળી વાગતા હાડકાનાં કારણે સ્વાભાવિક રીતે ગોળીની દિશા બદલાઇ હતી. એટલે કે ગોળી રીબાઉન્ડ થઇ પાછળ ઉભેલી તેની મિત્ર પૂજાના કમરનાં ભાગે વાગી હતી. તે ભાગમાં ચરબી હોવાથી ગોળી બે કટકા થઇ અંદર ઘૂસી ગઇ હતી. જે ગોળી તબીબોએ ઓપરેશન કરી બહાર કાઢી હતી. આ ઘટનાને પગલે એપાર્ટમેન્ટનાં રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. 

– સમગ્ર ઘટનામાં કેટલાય પ્રશ્નોના જવાબો હજુ અનુત્તર

રાજકોટ: આ ઘટનાએ શહેરભરમાં ચર્ચા જગાવી છે. તે સાથે જ અનેક સવાલો પણ ઉભા થયા છે. પોલીસે ભલે ઘટના આકસ્મિક હોવાનું જાહેર કર્યું હોય આમ છતાં કેટલાય સવાલોનાં જવાબો સ્પષ્ટ થયાં નથી. રાત્રે ફ્લેટમાં મહિલા મિત્ર હતી ત્યારે અચાનક પીએસઆઇ પંડયાને પોતાની સર્વિસ પિસ્તોલ લોડ કરવાનું કે સાફ કરવાનું કેમ સુજ્યું, જો તેમ કરવું પડે તેમ જ હતું તો મહિલા મિત્રને દૂર કેમ ન મોકલી, પીએસઆઇ રેન્કનાં અધિકારીઓને કઇ રીતે પિસ્તોલ અનલોડ કરવી તેની તાલીમ આપવામાં આવે છે, આમ છતાં મિસ્ફાયર કેમ થયું તે સહિતનાં સવાલોના જવાબો મળ્યાં નથી. 

– પીએસઆઇના પત્ની અલગ રહે છે, મહિલા મિત્રને પતિ સાથે વિખવાદ

રાજકોટ: પીએસઆઇ પંડયા અગાઉ ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. થોડા દિવસો પહેલાં જ તેની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં બદલી થઇ હતી. તપાસ સાથે સંકળાયેલા સુત્રોએ જણાવ્યું કે, પીએસઆઇ પંડયા મૂળ ભાવનગરના વતની છે. પત્ની તેનાથી અલગ રહે છે. તેની મિત્ર પૂજાબેન નર્સ તરીકે નોકરી કરે છે. ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા ત્યારે બંને વચ્ચે મિત્રતા થઇ હતી. વળી પૂજાબેને લવમેરેજ કરેલા છે. તેને પણ પતિ સાથે વિખવાદ ચાલતો હોવાની માહિતી મળી છે. આ જ કારણથી તેણે પતિ સામે મહિલા પોલીસ મથકમાં અરજી કરી હતી. જેના કામે ગઇકાલે પોલીસે તેનું નિવેદન લીધું હતું. ત્યાર પછી રાત્રે આ ઘટના બની હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી
GUJARAT

કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી

April 1, 2026
સુરેન્દ્રનગરમાં વેરા વસૂલાત ઝુંબેશ છતાં 115 કરોડની ઉઘરાણી બાકી | Despite tax collection campaign in …
GUJARAT

સુરેન્દ્રનગરમાં વેરા વસૂલાત ઝુંબેશ છતાં 115 કરોડની ઉઘરાણી બાકી | Despite tax collection campaign in …

April 1, 2026
વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…
GUJARAT

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…

April 1, 2026
Next Post
સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફત ખર્ચમાં વૃદ્ધિ મંદ પડી | Growth in spending through …

સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફત ખર્ચમાં વૃદ્ધિ મંદ પડી | Growth in spending through ...

ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …

ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader's name missing from ...

રૂપિયાના રક્ષણ માટે RBIની નવી વિદેશી હૂંડિયામણ મર્યાદાથી બેંકો ચિંતિત | Banks worried about RBI’s ne…

રૂપિયાના રક્ષણ માટે RBIની નવી વિદેશી હૂંડિયામણ મર્યાદાથી બેંકો ચિંતિત | Banks worried about RBI's ne...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં રાવપુરાના નવાબવાડામાં 100 વર્ષ જૂનું અતિ જર્જરિત મકાન તૂટી પડ્યું | A 100 year old dilapid…

વડોદરામાં રાવપુરાના નવાબવાડામાં 100 વર્ષ જૂનું અતિ જર્જરિત મકાન તૂટી પડ્યું | A 100 year old dilapid…

7 months ago
વઢવાણ-કોઠારિયા રોડ પરથી દેશી દારૃના જથ્થા સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with a quantity of …

વઢવાણ-કોઠારિયા રોડ પરથી દેશી દારૃના જથ્થા સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with a quantity of …

5 months ago
બેંકિંગ, FMCG, આઈટી, ઓઈલ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 769 પોઈન્ટ ઉછળીને 81721 | Sensex jumps 769 …

બેંકિંગ, FMCG, આઈટી, ઓઈલ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 769 પોઈન્ટ ઉછળીને 81721 | Sensex jumps 769 …

10 months ago
મે મહિનામાં જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમમાં 12%નો વધારો | Life insurance companies’ new bu…

મે મહિનામાં જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમમાં 12%નો વધારો | Life insurance companies’ new bu…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News