gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મણિપુરમાં ભારેલો અગ્નિ: શાંતિ મંત્રણા માટે જતા 3 કુકી ધર્મગુરુની ગોળી મારી હત્યા, નેશનલ હાઈવે 2 ચક્ક…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in INDIA
0 0
0
મણિપુરમાં ભારેલો અગ્નિ: શાંતિ મંત્રણા માટે જતા 3 કુકી ધર્મગુરુની ગોળી મારી હત્યા, નેશનલ હાઈવે 2 ચક્ક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kuki Baptist Church Leaders Killed in Manipur Ambush: મણિપુરમાં ચાલી રહેલા વંશીય સંઘર્ષની વચ્ચે એક અત્યંત દુખદ ઘટના સામે આવી છે. કાંગપોકપી જિલ્લામાં શાંતિ અને સમાધાનના ઉમદા હેતુ માટે કાર્યરત ત્રણ કુકી ખ્રિસ્તી ધર્મગુરુ પર ઘાતકી હુમલો કરાયો છે. આ હુમલામાં સ્થાનિક સ્તરે જાણીતા અને લોકપ્રિય રેવરેન્ડ વી. સીતલ્હૌ (Rev V Sitlhou) સહિત ત્રણ વરિષ્ઠ (ધાર્મિક) નેતાઓએ પણ જીવ ગુમાવ્યા છે.

થાદુ બેપ્ટિસ્ટ એસોસિએશન વિવિધ સમુદાય વચ્ચે સમાધાન માટે પ્રયાસરત છે

પ્રાપ્ત અહેવાલો અનુસાર, થાદુ બેપ્ટિસ્ટ એસોસિએશન (TBA) અને યુનાઇટેડ બેપ્ટિસ્ટ કાઉન્સિલ (UBC) ના પ્રતિનિધિઓ ચુરાચાંદપુરથી કાંગપોકપી તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. તેઓ નાગાલેન્ડમાં આયોજિત શાંતિ મંત્રણામાં હાજરી આપવા ગયા હતા. આ ધર્મગુરુઓ અહીંના વિવિધ સમુદાય વચ્ચે સુમેળ સ્થાપવાના પ્રયાસોમાં જોડાયેલા હતા. આ દરમિયાન રસ્તામાં સશસ્ત્ર હુમલાખોરોએ તેમના વાહનો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં પાંચ અન્ય લોકો પણ ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.

ખોટી ઓળખના કારણે હત્યાનો સોશિયલ મીડિયામાં દાવો 

આ ઘટના બાદ ‘કુકી ચર્ચના ત્રણ ધર્મગુરુની હત્યા’ થઈ હોવાના અનેક અહેવાલો પ્રસારિત થયા હતા. જો કે, સોશિયલ મીડિયામાં કેટલાક લોકોએ દાવો કર્યો છે કે, મણિપુરમાં ખોટી ઓળખને કારણે, થાદુ લોકોએ ભારે કિંમત ચૂકવી છે અને તેઓ મણિપુરમાં તમામ બાજુથી ચાલી રહેલી વંશીય હિંસાના સૌથી ખરાબ ભોગ બન્યા છે. થાદુ એ કુકી નથી પરંતુ અલગ છે. થાદુ બેપ્ટિસ્ટ એસોસિએશન (TBA) એ કુકી ક્રિશ્ચિયન લીડર્સ ફોરમ (KCLF), કુકી બેપ્ટિસ્ટ કન્વેન્શન (KBC) કે કુકી ક્રિશ્ચિયન ચર્ચ (KCC)નો હિસ્સો નથી.

ભૂતકાળ અને વર્તમાનનો સંદર્ભ

મણિપુરમાં મે 2023 શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. અગાઉ પણ ધાર્મિક સ્થાનો અને નેતાઓને નિશાન બનાવવાની ઘટનાઓ બની છે. હાલની ઘટનાએ વર્ષ 2023ની યાદો તાજી કરી દીધી છે, જેમાં મણિપુરના વિવિધ વિસ્તારોમાં ચર્ચ પર હુમલા થયા હતા. કુકી સંગઠનોએ આ ઘટનાને ‘પૂર્વાયોજિત ષડયંત્ર’ ગણાવ્યું છે. તેમનો આરોપ છે કે આ હુમલો શાંતિ પ્રક્રિયાને પાટા પરથી ઉતારવા માટે કરાયો છે.

આ પણ વાંચો : ‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી

મણિપુરની સ્થિતિ અને વિવિધ પ્રતિક્રિયા 

આ હત્યાકાંડના વિરોધમાં કુકી સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન (KSO) એ તાત્કાલિક અસરથી અનિશ્ચિત મુદ્દત માટે બંધનું એલાન આપ્યું છે. મણિપુરની જીવાદોરી સમાન ગણાતા નેશનલ હાઈવે 2 પર પણ ચક્કાજામના અહેવાલ છે. જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. કુકી ઇનપી મણિપુરે કેન્દ્ર સરકાર પાસે આ મામલે તટસ્થ તપાસની માંગ કરી છે.

આ ઘટનાને લોકશાહી અને માનવતા માટે કલંક સમાન

આ અંગે સ્થાનિક નેતાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, જ્યારે ધર્મગુરુઓ સમાજમાં શાંતિ સ્થાપવા નીકળ્યા હોય ત્યારે તેમની હત્યા કરવી એ લોકશાહી અને માનવતા માટે કલંક સમાન છે. હાલ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવની સ્થિતિ છે અને સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

કુકી અને થાદુ ચર્ચ વચ્ચે શું ફરક છે? 

મણિપુરમાં કેટલાક લોકોનો એવો મત છે કે, કુદી અને થાદુ ચર્ચ જુદા છે. થાદુ એક જુદી માન્યતા પ્રાપ્ત જન જાતિ અને ભાષા છે, જે પોતાની આગવી ઓળખ ધરાવે છે. જ્યારે કુકી એ એક વ્યાપક શબ્દ છે, જેમાં થાદુ સહિતની વિવિધ જન જાતિઓ સામેલ છે. ઐતિહાસિક રીતે એક જૂથ હોવા છતાં આજે થાદુ ઇનપી (Thadou Inpi) જેવા જૂથો થાદુ અલગ સંસ્કૃતિ અને ઓળખનો દાવો કરે છે. તેમનો દાવો છે કે, ‘થાદુ એ કુકી નથી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…
INDIA

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…

May 13, 2026
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…
INDIA

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…

May 13, 2026
બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …
INDIA

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …

May 13, 2026
Next Post
વડોદરામાં વાહન અકસ્માતના પાંચ બનાવમાં બે મોત : કપડવંજ રોડ પર યુવકનું મોત | Two dead in five vehicle …

વડોદરામાં વાહન અકસ્માતના પાંચ બનાવમાં બે મોત : કપડવંજ રોડ પર યુવકનું મોત | Two dead in five vehicle ...

CM વિજયના જ્યોતિષીનો જ ખરાબ સમય! મળેલો હોદ્દો છીનવાયો, સરકાર કેમ બેકફૂટ પર? | vijay tvk government w…

CM વિજયના જ્યોતિષીનો જ ખરાબ સમય! મળેલો હોદ્દો છીનવાયો, સરકાર કેમ બેકફૂટ પર? | vijay tvk government w...

અક્ષય બુડાનિયા વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર : ગંગાસિંહને નર્મદાના કલેક્ટર તરીકેની જવાબદારી | …

અક્ષય બુડાનિયા વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર : ગંગાસિંહને નર્મદાના કલેક્ટર તરીકેની જવાબદારી | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિહોરની વૃદ્ધાને છરી બતાવી સોનાના કાપ લૂંટી લેનાર ઝડપાયો | Man arrested for robbing elderly woman of…

સિહોરની વૃદ્ધાને છરી બતાવી સોનાના કાપ લૂંટી લેનાર ઝડપાયો | Man arrested for robbing elderly woman of…

6 months ago
મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરતા કાકા ભત્રીજા સામે ફરિયાદ | Complaint filed against uncle and nephew fo…

મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરતા કાકા ભત્રીજા સામે ફરિયાદ | Complaint filed against uncle and nephew fo…

7 months ago
વડોદરાના રાવપુરા GPO પાસે તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં લારી, વાહનો દબાયા, એક રાહદારીને ઈજા : રસ્તો બંધ …

વડોદરાના રાવપુરા GPO પાસે તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં લારી, વાહનો દબાયા, એક રાહદારીને ઈજા : રસ્તો બંધ …

10 months ago
ફરીદાબાદમાં ડૉક્ટરના ઘરેથી એમોનિયમ નાઈટ્રેટ સહિત 360 કિલો વિસ્ફોટક જપ્ત, મૌલવી સહિત 2ની ધરપકડ | Not …

ફરીદાબાદમાં ડૉક્ટરના ઘરેથી એમોનિયમ નાઈટ્રેટ સહિત 360 કિલો વિસ્ફોટક જપ્ત, મૌલવી સહિત 2ની ધરપકડ | Not …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News