
West Bengal News : પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ ચૂંટણીપંચે હાથ ધરેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમનેે વોટબંધી સમાન ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભાજપ મતદારયાદી સુધારણા સામે બોલવા બદલ તેમને જેલમાં પણ મોકલી શકે છે અને ગળું પણ કાપી શકે છે.
મમતા બેનરજીએ સિલીગુડીમાં મીડિયાને જણાવ્યું હતું કે આ એક સુપર ઇમરજન્સીના સ્વરૂપમાં છે. સીએમએ આરોપ લગાવ્યો છે કે બરોબર ચૂંટણી પહેલાં જ મતદાર યાદી સુધારણા હાથ ધરવાની કવાયત મને સમજમાં આવી રહી નથી. ચૂંટણીપંચે આ પ્રક્રિયા તરત જ બંધ કરી દેવી જોઈએ.










