gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મદ્રાસ હાઈકોર્ટનો ધર્મનિરપેક્ષ ચુકાદો, હિન્દુ દંપતીને મુસ્લિમ બાળકી દત્તક લેવાની આપી મંજૂરી | Madras…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in INDIA
0 0
0
મદ્રાસ હાઈકોર્ટનો ધર્મનિરપેક્ષ ચુકાદો, હિન્દુ દંપતીને મુસ્લિમ બાળકી દત્તક લેવાની આપી મંજૂરી | Madras…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Madras High Court: એક હિન્દુ દંપતીએ મુસ્લિમ બાળકીને દત્તક લેવા માટે લાંબી કાયદાકીય લડાઈ લડવી પડી. દંપતી બાળકીને દત્તક લેવા માંગતું હતું પરંતુ તેમાં ધર્મ આડે આવી રહ્યો હતો. અંતે આ મામલો મદ્રાસ હાઈકોર્ટમાં પહોંચ્યો અને કોર્ટે ધર્મથી ઉપર ઉઠીને બાળકીના કલ્યાણને સૌથી વધુ મહત્વ આપ્યું. મુસ્લિમ બાળકીને કાયદાકીય રીતે દત્તક લેવાની હિન્દુ દંપતીની આ લડાઈ આખરે જીતમાં ફેરવાઈ ગઈ.

મુસ્લિમ શ્રમિક મહિલાના પતિનું થયું હતું નિધન 

આ કિસ્સામાં એક હિન્દુ દંપતી હતું, જે લાંબા સમયથી પોતાનું બાળક ઈચ્છતું હતું. તેમની પડોશમાં જ એક મુસ્લિમ મહિલા રહેતી હતી જે શ્રમિક હતી. પતિના અવસાન બાદ તે મહિલા માટે પોતાના ત્રણ બાળકોનો ઉછેર કરવો એક મોટો પડકાર બની ગયો હતો. ડિસેમ્બર 2023માં તેનું ત્રીજું સંતાન જન્મ્યું.

માતાએ સોંપી દીધી પોતાની દીકરી

પોતાના જીવનનો સૌથી કઠોર નિર્ણય લેતા તે માતાએ દીકરીના સારા ભવિષ્ય માટે રાજી ખુશી અને દિલથી પોતાની ત્રીજી દીકરીને તે હિન્દુ દંપતીને સોંપવાની ઓફર કરી. કોર્ટના દસ્તાવેજો મુજબ, જન્મથી જ તે બાળકીનો ઉછેર તે હિન્દુ દંપતીએ કર્યો હતો. દંપતીએ તેનું નામ ‘શ્રી દાનવિકા’ રાખ્યું. તે તેમના જ ઘરમાં ઉછરીને મોટી થઈ. તે તેમને જ ‘મમ્મી-પપ્પા’ કહીને બોલાવતી હતી, જ્યારે પોતાની સગી માતાને ‘આન્ટી’ કહેતી હતી.

હાઈકોર્ટમાં ભાવુક ક્ષણ

જ્યારે આ દંપતીએ બાળકીને કાયદાકીય રીતે દત્તક લેવા માટે નીચલી કોર્ટનો દરવાજો ખખડાવ્યો, ત્યારે તેમની અરજી એવું કહીને ફગાવી દેવામાં આવી કે બંને તે બાળકી માટે ‘અજાણ્યા’ હતા અને તેમનો ધર્મ પણ અલગ હતો. મામલો ફરી મદ્રાસ હાઈકોર્ટમાં ગયો. સુનાવણી દરમિયાન જજોએ માત્ર કાગળની કાર્યવાહી પર જ ભરોસો ન કર્યો, પરંતુ તેમણે તમામ લોકોને કોર્ટમાં બોલાવ્યા, જેમાં બાળકીની સગી માતા, તેના અન્ય ભાઈ-બહેન અને હિન્દુ દંપતી પણ સામેલ હતું. ત્યારબાદ જે કંઈ થયું, તે કાયદાકીય દલીલો કરતા ક્યાંય વધુ, એક અત્યંત ભાવુક ક્ષણ હતી.

હિન્દુ દંપતીની ઈમાનદારીને કોર્ટે ધ્યાને રાખી

જજોએ પોતાના રેકોર્ડમાં આ વાતની નોંધ લીધી કે બાળકીના ભાઈ-બહેનોએ પણ આ વાતની પુષ્ટિ કરી કે તેનો ઉછેર હંમેશા તે હિન્દુ દંપતીએ જ કર્યો છે. કોર્ટે કહ્યું, ‘અમને એ વાતનો પૂરો સંતોષ છે કે તે પતિ-પત્ની બંને તે બાળકીને પૂરી ઈમાનદારી અને પોતાનાપણા સાથે ઉછેરી રહ્યા છે અને તે બાળકી પણ તેમને જ પોતાના માતા-પિતા તરીકે ઓળખે છે.’

બાળકીનું કલ્યાણ, સર્વોપરી!

કોર્ટે એવું પણ કહ્યું કે બાળકીની સગી માતાએ ‘ખુશી અને દિલથી’ આ નિર્ણય માટે પોતાની સંમતિ આપી હતી. ઘણીવાર પોતાની કઠોરતા માટે ટીકાનો ભોગ બનતી આપણી ન્યાય વ્યવસ્થામાં, જજોએ એક અત્યંત સરળ અને પાયાનો સિદ્ધાંત અપનાવ્યો અને તે સિદ્ધાંત છે: બાળકીનું કલ્યાણ, સર્વોપરી.

કોર્ટે પોતાના ચુકાદામાં શું કહ્યું?

કોર્ટે એ વાત પર ભાર મૂક્યો કે ‘ગાર્ડિયન એન્ડ વોર્ડ્સ એક્ટ’ હેઠળ કોઈપણ વ્યક્તિ જે કોઈ સગીર બાળકનો વાલી બનવા માંગે છે, તે આ માટે અરજી કરી શકે છે અને આ પ્રક્રિયામાં સૌથી વધુ મહત્વ હંમેશા તે બાળકના કલ્યાણને જ આપવું જોઈએ. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમાં ધર્મ કોઈ અવરોધ નથી. આ કાયદાને ધર્મનિરપેક્ષ ગણાવતા કોર્ટે ચુકાદો આપ્યો કે એક હિન્દુ ખરેખર કોઈ મુસ્લિમ બાળકનો વાલી બની શકે છે. કોર્ટે કહ્યું કે ધર્મ ઘણી બાબતોમાંની ફક્ત એક બાબત છે- તે કોઈ ગેરલાયકાત નથી. શબનમ હાશ્મી વિરુદ્ધ કેન્દ્ર સરકારના ઐતિહાસિક ચુકાદાનો ઉલ્લેખ કરતા કોર્ટે કહ્યું કે ઈસ્લામિક સિદ્ધાંતો હેઠળ ભલે ઔપચારિક રીતે દત્તક લેવાની રીત અલગ હોય, પરંતુ ‘કફાલા’ જેવી વ્યવસ્થાઓ બાળકની જૈવિક વંશાવળી બદલ્યા વિના તેની સંભાળ અને સુરક્ષાને માન્યતા આપે છે.

આ પણ વાંચો: મૃતકની આત્માએ પોતાને જ અપાવ્યો ન્યાય? અમદાવાદમાં 34 વર્ષ બાદ ઉકેલાયો હત્યાનો કેસ, ઘરમાં 20 ફૂટ ઊંડે મળ્યું હાડપિંજર

અંતે, કોર્ટે અગાઉના આદેશને રદ કરી દીધો અને ઔપચારિક રીતે તે હિન્દુ દંપતીને બાળકનું કાયદાકીય રીતે વાલી બનાવી દીધું. આ સમગ્ર મામલાના કેન્દ્રમાં રહેલી તે નાની બાળકી માટે આ ચુકાદો બસ એ વાતની પુષ્ટિ હતી જે તે પહેલેથી જ જાણતી હતી કે તેના માતા-પિતા કોણ છે? અને બાકીના લોકો માટે આ એક એવો ચુકાદો છે જે જણાવે છે કે ક્યારેક કાયદાની સૌથી મોટી તાકાત ઓળખથી પર જઈને માનવતાને ઓળખવામાં હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બળવાખોરોનું ટેન્શન વધ્યું! શરદ પવારે બનાવ્યો ‘પાવર પ્લાન’, ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને કર્યા તૈયાર | Mah…
INDIA

બળવાખોરોનું ટેન્શન વધ્યું! શરદ પવારે બનાવ્યો ‘પાવર પ્લાન’, ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને કર્યા તૈયાર | Mah…

June 18, 2026
આ તારીખથી લાગુ થશે ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ! બ્રિટિશ વ્હીસ્કી અને કારના ભાવ ઘટશે | India UK F…
INDIA

આ તારીખથી લાગુ થશે ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ! બ્રિટિશ વ્હીસ્કી અને કારના ભાવ ઘટશે | India UK F…

June 18, 2026
ખતરાની ઘંટડી ! અલ-નીનોનો કેર હજુ બાકી, આગામી 5 મહિના ભારત માટે ભારે: રિપોર્ટ | El Nino Impact On Ind…
INDIA

ખતરાની ઘંટડી ! અલ-નીનોનો કેર હજુ બાકી, આગામી 5 મહિના ભારત માટે ભારે: રિપોર્ટ | El Nino Impact On Ind…

June 18, 2026
Next Post
રૂપિયો 94.92ની ઓલ ટાઈમ લો સપાટીએ | Rupee hits all time low of 94 92

રૂપિયો 94.92ની ઓલ ટાઈમ લો સપાટીએ | Rupee hits all time low of 94 92

ગત નાણાં વર્ષે ઈટીએફમાં રૂપિયા 1.80 લાખ કરોડનું વિક્રમી રોકાણ | Record investment of Rs 1 80 lakh cr…

ગત નાણાં વર્ષે ઈટીએફમાં રૂપિયા 1.80 લાખ કરોડનું વિક્રમી રોકાણ | Record investment of Rs 1 80 lakh cr...

લઘુતમ વેતનના પ્રશ્ને આંગણવાડી, આશા વર્કરોનું આજે વિરોધ પ્રદર્શન | Anganwadi ASHA workers protest tod…

લઘુતમ વેતનના પ્રશ્ને આંગણવાડી, આશા વર્કરોનું આજે વિરોધ પ્રદર્શન | Anganwadi ASHA workers protest tod...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : તમિલનાડુમાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ બાદ ભૂસ્ખલન, પાંચ શ્રમિકોના મોત, બેને ઈજા | Tamil Nadu Fo…

VIDEO : તમિલનાડુમાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ બાદ ભૂસ્ખલન, પાંચ શ્રમિકોના મોત, બેને ઈજા | Tamil Nadu Fo…

1 year ago
અમરેલી: લાઠીના ચાવંડ રોડ પર વાડીમાં 12 કિલો લીલો ગાંજાની ખેતી ઝડપાઈ, SOG ત્રાટકી, એકની ધરપકડ | 12 kg…

અમરેલી: લાઠીના ચાવંડ રોડ પર વાડીમાં 12 કિલો લીલો ગાંજાની ખેતી ઝડપાઈ, SOG ત્રાટકી, એકની ધરપકડ | 12 kg…

2 months ago
દૂધાળા પશુઓ મામલે ‘ઉલ્ટી ગંગા’, ગાયને વાછરડી, ભેંસને પાડી જ જન્મે એવા બીજદાનની ડિમાન્ડ | Demand for …

દૂધાળા પશુઓ મામલે ‘ઉલ્ટી ગંગા’, ગાયને વાછરડી, ભેંસને પાડી જ જન્મે એવા બીજદાનની ડિમાન્ડ | Demand for …

1 year ago
લોહી માટે ‘લોહી ઉકાળા’: નસવાડી બ્લડ બેંકનું રિન્યુઅલ અટકતા દર્દીઓની હાલત કફોડી, તંત્રની લાલિયાવાડી સ…

લોહી માટે ‘લોહી ઉકાળા’: નસવાડી બ્લડ બેંકનું રિન્યુઅલ અટકતા દર્દીઓની હાલત કફોડી, તંત્રની લાલિયાવાડી સ…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News